તખ્તસિંહ પરમાર પારિતોષિક

વિકિપીડિયામાંથી
તખ્તસિંહ પરમાર પારિતોષિક
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય
શરૂઆત ૧૯૮૧
પ્રથમ પુરસ્કાર ૧૯૮૧
અંતિમ પુરસ્કાર ૨૦૧૩
પુરસ્કાર આપનાર ગુજરાતી સાહિત્ય પરિષદ
વર્ણન ગુજરાતી લેખકોના પ્રથમ પુસ્તકને અપાતો પુરસ્કાર
પ્રથમ વિજેતા મંગલ રાઠોડ
અંતિમ વિજેતા અનિલ ચાવડા


તખ્તસિંહ પરમાર પારિતોષિક ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અપાતો સાહિત્યિક પુરસ્કાર છે. ગુજરાતી લેખકોના પ્રથમ પુસ્તકને માન્યતા આપતો આ પુરસ્કાર ૧૯૮૧માં સ્થાપિત કરવામાં આવ્યો હતો અને દર બીજા વર્ષે આપવામાં આવે છે.[૧]

પુરસ્કાર વિજેતા[ફેરફાર કરો]

પરિતોષિક મેળવનારાઓમાં સામેલ છે :[૨]

વર્ષ પ્રાપ્તકર્તા પુસ્તક
૧૯૮૦–૮૧ મંગલ રાઠોડ બાગમાં
૧૯૮૨–૮૩ સરૂપ ધ્રુવ મારા હાથની વાત
૧૯૮૪–૮૫ કિરીટ પુરોહિત કિલકિલ
૧૯૮૬–૮૭ હિમાંશી શેલત અંતરાલ
૧૯૮૮–૮૯ હરીશ મીનાશ્રુ ધ્રિબાંગ સુંદર એણી પેર બોલ્યા
૧૯૯૦–૯૧ મુકેશ વૈદ ચાંદનીના હંસ
૧૯૯૨–૯૩ સંસ્કૃતિરાણી દેસાઈ સૂર્યો જ સૂર્યો
૧૯૯૪–૯૫ અરવિંદ ભટ્ટ એક પિંછુ મોરનુ
૧૯૯૬–૯૭ મીનાક્ષી દીક્ષિત અંજની તને યાદ છે ?
૧૯૯૮–૯૯ કિરીટ દુધાત બાપાની પીંપળ
૨૦૦૦–૦૧ રાજેશ પંડ્યા પૃથ્વીને આ છેડે
૨૦૦૨–૦૩ મોના પાત્રાવાલા રાની બિલાડો
૨૦૦૪–૦૫ વિપાશા ઉપલેટા રંગોથી રિસાયેલી ભીંતો
૨૦૦૬–૦૭ અંકિત ત્રિવેદી ગઝલપૂર્વક
૨૦૦૮–૦૯ સૌમ્ય જોશી ગ્રીનરૂમ
૨૦૧૦–૧૧ પ્રેરણા કે. લીમાડી અને રેતપંખી
૨૦૧૨–૧૩ અનિલ ચાવડા સવાર લઇને

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ત્રિવેદી, ડૉ. રમેશ એમ. (2015). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. અમદાવાદ: આદર્શ પ્રકાશાન. પૃષ્ઠ 386. ISBN 978-93-82593-88-1.
  2. દેસાઈ, પારૂલ (2013). ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 40.