બોરિયાવી (તા. શહેરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી ધરાવતા પંચમહાલ જિલ્લામાં આવેલા કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા શહેરા તાલુકામાં આવેલું એક ગામ છે. તે પાનમ નદીના કિનારે આવેલું છે. ગામમાં એક તળાવ છે. સીતાફળનાં ઝાડ મોટી સંખ્યામાં છે. બોરિયાવી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, ડાંગર તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા. પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.