લખાણ પર જાઓ

મક્કા ઓવારો

વિકિપીડિયામાંથી

મક્કા ઓવારોભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા રાજ્યનાં મહત્વના અને મોટા શહેર પૈકીના એક તથા સુરત જિલ્લાના મુખ્ય મથક એવા સુરત શહેરના મધ્ય ભાગમાં તાપી નદીના દક્ષિણ તટ પર આવેલો એક વિસ્તાર છે, જે ચોક તેમ જ નાનપુરા વચ્ચે આવે છે. મુઘલકાળ દરમ્યાન અહીં સુરતનું એક નાનકડું "બંદર" હતું, જ્યાં ખાસ કરીને માછીમારો તથા મજુરોની વસ્તી હતી. અહીંથી હજ-યાત્રાના મુસાફરો મક્કા તરફ જતા, આથી આ બંદર મક્કા ઓવારા તરીકે ઓળખાય છે. અંગ્રેજોના આગમન બાદ તેમણે આ વિસ્તારનો વિકાસ ઝડપથી કર્યો, તેમણે સુરત બંદરનાં સંચાલન માટેની પહેલી કચેરી અંહી સ્થાપી હતી, તેમજ બગીચાઓનું પણ નિર્માણ કર્યુ હતું.

આ પણ જુઓ

[ફેરફાર કરો]