માંડવી (કચ્છ)
માંડવી | |||||||
— નગર — | |||||||
માંડવીનો દરિયાકિનારો
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°30′N 69°13′E / 22.50°N 69.21°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | કચ્છ | ||||||
વસ્તી | ૫૧,૩૭૬ (૨૦૧૧) | ||||||
લિંગ પ્રમાણ | ૦.૯૫૯ ♂/♀ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 15 metres (49 ft) | ||||||
કોડ
|
માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું નાનું શહેર છે, જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે.
માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી (દાબેલી) માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.
ભૂગોળ
[ફેરફાર કરો]માંડવી એક બંદર છે અને 22°30′N 69°13′E / 22.50°N 69.21°E સ્થાન પર રુક્માવતી નદીના કચ્છના અખાતના મિલન સ્થાન પર વસેલું છે. શિરવા, નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે. માંડવી જિલ્લા મુખ્ય મથક ભુજથી લગભગ ૬૦ કિ.મી ના અંતરે અને અમદાવાદ થી ૪૪૬ કિ.મી. ના અંતરે આવેલું છે. માંડવીમાં રેલ્વેની સુવિધા નથી અને નજીકનું રેલ્વે સ્ટેશન ભુજ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]માંડવીની સ્થાપના કચ્છ રજવાડાના ખેંગારજી પ્રથમે ઇ.સ. ૧૫૮૦માં કરી હતી.[૧]
માંડવીથી મુંબઈ આવવા જવા માટે જુના જમાનામાં વહાણોની સગવડ હતી અને પછી નિયમિત આગબોટની પણ સગવડ હતી. માંડવીથી અરબસ્તાન અને આફ્રિકા જવા માટે પણ પૂર્વે નિયમિત સગવડ હતી. એટલે ઘણાં કચ્છીઓ અરબસ્તાન અને આફ્રિકામાં વસેલાં છે.
પર્યટન
[ફેરફાર કરો]અહીંનો સુંદર સાગર કિનારો, ૨૦ જેટલી પવનચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદિર જોવાલાયક છે. બ્રિટીશ રાજ્યના જમાનાનો વિજય વિલાસ મહેલ પણ જોવાલાયક છે. ક્રાંતિ તીર્થ (શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક), માંડવી પોર્ટ, માંડવીનો કિલ્લો, વહાણવટા ઉદ્યોગ, બાંધણી ઉદ્યોગ જેવા અનેક સ્થળો જોવાલાયક છે.
છબીઓ
[ફેરફાર કરો]-
વિજય વિલાસ મહેલ
-
દરિયાકિનારે પવનચક્કીઓ
-
માંડવી દરિયાકિનારો
-
માંડવી દરિયાકિનારા પર સૂર્યાસ્ત
-
શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિ તીર્થ
-
માંડવી કિલ્લો
-
તોપનસર તળાવ
-
માંડવી કસ્ટમ હાઉસ
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- માંડવી તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૩-૧૧-૦૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |