માધવરાયનો મેળો (માધવપુર ઘેડ)

વિકિપીડિયામાંથી

માધવરાયનો લોકમેળો દર વર્ષે ભગવાન કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે. આ લગ્ન સમારંભને માણવા અને દર્શન કરવા દેશભરમાંથી ભગવાન કૃષ્ણના ભક્તજનો એકઠા થાય છે જે મેળાનું સ્વરૂપ ધારણ કરે છે.

સ્થળ અને સમય[ફેરફાર કરો]

પોરબંદર જિલ્લાના માધવપુર ગામે આ લોકમેળો દર વર્ષે ચૈત્ર સુદ નોમથી સતત પાંચ દિવસ સુધી યોજાય છે.[૧][૨]

ઈતિહાસ[ફેરફાર કરો]

એક લોકવાયકા પ્રમાણે ભગવાન કૃષ્ણ સ્વયં રુકમણીની વિનંતી તેમનું અપહરણ કરી અહીં મંદિરમાં આવી એમની સાથે પરણ્યા હતા. તે પ્રસંગની યાદમાં દર વર્ષે અહીં માધવરાયનો મેળો યોજવામાં આવે છે.[૧]

ધાર્મિક મહત્ત્વ[ફેરફાર કરો]

કૃષ્ણ અને રુકમણી ના વિવાહ પ્રસંગની યાદમાં અહી લગ્ન અંગેની ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે પ્રસંગો અહીં વિધિવત રીતે ઉજવાય છે.[૧]

પ્રથમ દિવસે ગણેશનીની સ્થાપના કરી લગ્નપત્રિકઓા મોકલવમાં આવે છે. પછી કૃષ્ણની ભવ્ય જાન પણ જોડાય છે.[૨] આ મેળામાં કચ્છથી મેર જાતિના લોકો વિશેષ રીતે જોડાય છે, તેઓ તેમના સજાવેલા ઊંટ લઈને આવતા હોય છે. કૃષ્ણની જાન વખતે લોકભક્તિ અને કીર્તન કરે છે તથા રાસ રમે છે.[૧]

ભગવાનનું ફુલેકુ, કડછા સમુદાય દ્વારા ઘોડેસવારો સાથેનું સામૈયુ, ભગવાનનો દોડતો રથ અને ચોરીના ચાર ફેરા જેવા પ્રસંગો જોવા દેશભરમાંથી શ્રદ્ધાળુ લોકો આવે છે.[૧]

આ મેળા માટેનું એક દુહો જાણીતો છે.[૨]

માધવપુરનો માંડવો, આવે
જાદવ કુળની જાન,
પરણે રાણી રુકમણી જ્યાં,
વર દુલ્હા ભગવાન.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ સેદાણી, હસુતાબેન શશીકાંત (૨૦૧૫). ગુજરાતની લોકસંસ્કૃતિ. અમદાવાદ: યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૮૬. ISBN 97-89-381265-97-0.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ જાદવ, જોરાવરસિંહ (૨૦૧૦). ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત. ગાંધીનગર: માહિતી નિયામક,ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૧૮૭.