લખાણ પર જાઓ

સિહોર જંકશન રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
સિહોર જંકશન રેલ્વે સ્ટેશન

સિહોર જંકશન
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનસિહોર સ્ટેશન રોડ, સિહોર, ગુજરાત ૩૬૪૨૪૦
 India
માલિકભારતીય રેલ
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનભાવનગર-ધોળા રેલ્વે લાઈન, સિહોર-પાલીતાણા રેલ્વે લાઈન
પ્લેટફોર્મ
પાટાઓ3
જોડાણોભાવનગર-રાજકોટ રાજ્ય ધોરીમાર્ગ
બાંધકામ
બાંધકામ પ્રકારભૂ-સ્થિત સામાન્ય સ્ટેશન
પાર્કિંગહા
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડSOJN
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ ભાવનગર
ઈતિહાસ
વીજળીકરણપ્રગતિ પર

સિહોર જંકશન રેલ્વે સ્ટેશન ભાવનગર-ધોળા રેલ્વે લાઈન પર આવેલું એક અગત્યનું જંકશન રેલ્વે સ્ટેશન છે. સિહોર જંકશન ભાવનગર, સુરત, અમદાવાદ, વડોદરા, મુંબઈ, પાલનપુર, અજમેર, જયપુર, દિલ્હી, મેંગલોર, તિરુવનંતપુરમ્, રાજકોટ, પાલીતાણા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જોધપુર, બિકાનેર, જમ્મુ, ઉધમપુર સહિત દેશ ના અનેક શહેરો સાથે જોડાયેલું છે.

સુવિધાઓ

[ફેરફાર કરો]

સિહોર જંકશન રેલ્વે સ્ટેશન સિહોર શહેરનું મુખ્ય રેલવે સ્ટેશન છે. આ સ્ટેશન પર આરક્ષિત તેમજ અનારક્ષિત યાત્રિકો માટે પ્રતિક્ષાલય બનાવેલું છે તથા અહિંની ટિકિટ બારીએથી આરક્ષિત અને અનાઆરક્ષિત ટિકિટ મેળવી શકાય છે. હાલમાં સિહોર જંકશન રેલ્વે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ કાર્ય શરુ છે.

મુખ્ય રેલગાડીઓ

[ફેરફાર કરો]

સિહોર જંકશન રેલવે સ્ટેશન પરથી દરરોજ ૩૬ ગાડીઓ પસાર થાય છે જેમાં નીચેની રેલગાડીઓ મુખ્ય છે:

  • ભાવનગર-બાન્દ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ (12972/12971) (દૈનિક)
  • ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસ (19259/19260) (મંગળવાર)
  • ભાવનગર-સુરત એક્સપ્રેસ (બુધવાર)
  • ભાવનગર-દિલ્લી એક્સપ્રેસ (ગુરુવાર)
  • ભાવનગર-બાન્દ્રા એક્સપ્રેસ (22963/22964) (રવિવાર)
  • પાલિતાણા-બાન્દ્રા એક્સપ્રેસ (22936/22945) (શનિવાર)
  • ભાવનગર - ગાંધીનગર એક્સપ્રેસ (19203/19204) (રવિવાર સિવાય દરરોજ)
  • ભાવનગર ટર્મિનસ - ઉધમપુર જન્મભૂમિ એક્સપ્રેસ (19107/19108) (રવિવાર)