ચાંદોદ (તા. ડભોઇ)
ચાંદોદ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°07′46″N 73°25′03″E / 22.129471°N 73.417557°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વડોદરા |
તાલુકો | ડભોઇ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | ઘઉં, બાજરી, તુવર, શાકભાજી |
ચાંદોદ (તા. ડભોઇ), જે ચાણોદ તરીકે પણ ઓળખાય છે. આ ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલું એક ગામ છે. ચાંદોદ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય કર્મકાંડ, નૌકાચાલન, ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ચાંદોદ ખાતે ગાયકવાડી સમયની ડભોઇ નેરોગેજ લાઇનનું સ્ટેશન આવેલું છે.
ધાર્મિક મહત્વ
[ફેરફાર કરો]અહીં ઓરસંગ નદી અને નર્મદા નદીનો સંગમ થતો હોવાને કારણે આ ગામ સંગમતીર્થ તરીકે તેમજ પિતૃ શ્રાદ્ધ માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે.[૧] અહીં નદીઓ પર અનેક જગ્યા પર પાકાં પગથિયાંવાળા ઘાટ બાંધવામાં આવેલા છે. એક ઘાટ પરથી બીજા ઘાટ પર જવા તેમ જ સંગમસ્થળે પંહોચવા માટે હોડીઓ ઉપલબ્ધ હોય છે.
જાણીતા વ્યક્તિઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Chandod, Temples, Pilgrimage centre, Vadodara, Tourism Hubs, Gujarat, India". Gujarattourism.com. મૂળ માંથી 4 ફેબ્રુઆરી 2019 પર સંગ્રહિત. મેળવેલ 4 February 2019.
- ↑ Parikh, Dhiru (૧૯૯૫). Dayaram Na Shreshtha Kavyo. Navbharat Sahitya Mandir Ahmedabad. પૃષ્ઠ ૩–૬.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |