ચોકડી (તા. ચુડા)

વિકિપીડિયામાંથી
ચોકડી
—  ગામ  —
ચોકડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°28′46″N 71°40′51″E / 22.479481°N 71.680817°E / 22.479481; 71.680817
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો ચુડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ,તલ, દિવેલા, રજકો, શાકભાજી

ચોકડી (તા. ચુડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ચુડા તાલુકામાં આવેલું એક ગામ છે. ચોકડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, બાજરી, ચણા, કપાસ, તલ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, સરકારી દૂધની ડેરી, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

  • ચરમાળીયા દાદાનું મંદિર - દર નાગપાંચમે અહીં મેળો ભરાય છે. આ મંદિર અત્યંત જાણીતું છે અને ૧૮૮૦ના દાયકામાં મંદિરને વાર્ષિક ૫૦૦ રૂપિયાનું દાન મળતું હતું.[૧]
  • ખિમદાસ બાપુનું મંદિર, જેમણે અહીં સમાધિ લીધી હતી. દર બીજના દિવસે અહીં લોકો દર્શન માટે જાય છે. (લી. જીજ્ઞેશભાઈ ખોડાભાઈ દેગામા)
  • ચોકડી ગામ રામજી મંદિર અને સંત શ્રી  ખિમદાસબાપુની સમાધી ઈતિહાસ 👉 આશરે બસો વર્ષ પહેલાં જૂનાગઢ જિલ્લાના મેસવાણ ગામથી એક સંત ફરતા ચોકડી ગામમાં પધાર્યા હતા. 👉 ચોકડી ગામમાં આવેલ સતિયા તલાવડી એ ધૂણો ધખાવી બેઠા હતા. ગામ લોકોને ખબર પડતા તેમને ઝૂંપડી બાંધી આપી અને પછી ત્યાં ભજન સતસંગ થવા લાગ્યા. 👉 સમય જતા તેમણે ચોકડી ગામમાં આવેલા રામજી મંદિર ખાતે વિક્રમ સંવત ૧૯૦૨ અષાઢ સુદ બીજના દિવસે જીવતા સમાધી લીધી હતી. 👉 તેમણે ધણા પર્ચા પૂર્યા અને લોકો આ સંતને ખીમદાસ બાપુ તરીકે ઓળખે છે. 👉 કહેવાય છે કે ચોકડી ગામમાં આવેલા રામજી મંદિર ખાતે એક ભોંયરું હતું, તેમા બેસીને ખીમદાસ બાપુ તપ, ધ્યાન અને યોગ કરતા હતા. હાલ 👉 અહી દર બીજના દિવસે ગામ લોકો રામજી મંદિર અને સંત શ્રી ખીમદાસ બાપુ ની સમાધીએ શ્રીફળ વધેરે છે. દર્શને આવતા લોકોને બુંદી અને સેવ પર્શાદી સ્વરૂપે આપવામાં આવે છે. (લી. જીજ્ઞેશભાઈ ખોડાભાઈ દેગામા)
  • ચરમાળીયા દાદાની જગ્યા ચોકડી ગામ ઈતિહાસ 👉 ચોકડી ચરમાળીયા દાદાનું મંદિર વિક્રમ સંવત ૧૯૨૭ ચૈત્ર સુદ પૂનમ ના દિવસે બનાવવામાં આવ્યું હતું. 👉 આ મંદિર ચુડાના રાજવી બેચરસિંહ ઝાલા (ઠાકોર સાહેબ) બંધાવ્યું હતું. અને કહેલું કે અમારા વંશજો રહેશે ત્યાં સુધી નાગ પાંચમના દિવસે પ્રથમ અમારી ધજા ચડશે. હાલ 👉 આજ સુધી દર વર્ષે શ્રાવણ વદ ને નાગ પંચમીના દિવસે આખું ચોકડી ગામ અગતો (રજા) પાડી મંદિરમાં હાજરી આપે છે. 👉 દર નાગ પંચમીના દિવસે અહીં મોટો મેળો ભરાય છે. અને ગામે - ગામે થી યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. 👉 નાગ પંચમીના દિવસે પ્રસાદ સ્વરૂપે નાળીયેર, દૂધ, સુખડી, ઘી અને તલવટ લાવી બાધાઓ પૂરી કરે છે. 👉 આખો દિવસ મંદિરમા ભજન સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવે છે. (લી. જીજ્ઞેશભાઈ ખોડાભાઈ દેગામા)

વસ્તી[ફેરફાર કરો]

૧૮૭૨ની વસ્તી ગણતરી પ્રમાણે ચોકડીની વસ્તી ૧૧૦૬ અને ૧૮૮૧માં ૧૨૬૫ વ્યક્તિઓની હતી.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૬.

આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૬. માંથી લખાણ ધરાવે છે.