લખાણ પર જાઓ

બેણપ (તા. સુઈગામ)

વિકિપીડિયામાંથી
(બેણપ (તા. વાવ) થી અહીં વાળેલું)
બેણપ
—  ગામ  —
બેણપનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°21′48″N 71°30′58″E / 24.363445°N 71.516012°E / 24.363445; 71.516012
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો સુઈગામ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, સાર્વજનિક પુસ્તકાલય
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી, એરંડો

બેણપ (તા. સુઈગામ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા સુઈગામ તાલુકામાં આવેલું એક ગામ છે. બેણપ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ગામમાં સાત પ્રાથમિક શાળાઓ આવેલ છે. આ ઉપરાંત ગામમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આવેલી છે. પંચાયતઘર, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાર્વજનિક પુસ્તકાલય, સાત જેટલી આંગણવાડી તેમ જ દૂધની ડેરી, ગૌશાળા જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]

ગામમાં ભીમેશ્વર મહાદેવ, રામદેવપીર, શેષ માતાજી, બાવા હરદેવપુરી, બાનેશ્ચર મહાદેવ, આઇ ચેહર માતાજી, ભૈરવ દાદા, ભદ્રકાળી માતા, રામજી મંદિર, હનુમાનજી મંદિર, ખોડિયાર મા ના મંદરો તેમજ ઓલિયા પીરની જાળ આવેલ છે.