બ્રાહ્મણવાડા (તા. ચાણસ્મા)
બ્રાહ્મણવાડા | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 23°42′59″N 72°06′57″E / 23.71632°N 72.115852°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પાટણ |
તાલુકો | ચાણસ્મા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
બ્રાહ્મણવાડા (તા. ચાણસ્મા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા ચાણસ્મા તાલુકામાં આવેલું એક ગામ છે. બ્રાહ્મણવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, મહેસાણા ગ્રામીણ બેંક , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ઇતિહાસ અને ભૂગોળ
[ફેરફાર કરો]બ્રામણવાડા ગામમાં ચૌધરીઓના ૧૨ મહોલ્લા આવેલા છે, આ તમામ મહોલ્લા એકજ દરવાજા ની અંદર છે. દરવાજા ના બહાર ડેરી,બાજુમાં ૧૦૦ વીઘા જમીનમાં પથરાયેલું મોટું તળાવ પથરાયેલું છે. જે એક ની:સંતાન બ્રામણ એ બંધાવ્યું અને તેની ફરતે ગાયકવાડ ને કોટ કરાવ્યો,આ સમય દરમ્યાન બ્રામણનો સ્વર્ગવાસ થતા ગામનું નામ "બ્રામણવાડા" આપવામાં આવ્યું.
સમાજ
[ફેરફાર કરો]બ્રામણવાડા ગામમાં ચૌધરી, રબારી કોમનાં લોકો ની વસ્તી વધારે છે.બાજુમાં આવેલ ભાટવાસણા ગામ માં ઠાકોર સમાજ ના લોકો છે, જે કેટલાક બ્રામણવાડા ગામમાં ખેતી અર્થે કામ કરે છે. ચૌધરી સમાજ ના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે, મોટાભાગ ના ચૌધરીઓ પાલનપુર, મહેસાણા, અમદાવાદ, અમેરિકા વસવાટ ધરાવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |