વણારસીભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાનવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. વણારસી ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામ ચિખલી-વાંસદા રાજ્ય ધોરી માર્ગ નં. ૧૪ ઉપર આવેલા મોટી વાલઝર ગામથી દક્ષિણ દિશામાં લિમઝર જતા માર્ગ પર આવેલું છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે લગભગ આશરે ૨૦૦૦ ઉપરાંતની વસ્તી ધરાવતા આ ગામમાં આજે પણ એસ.ટી. બસની સુવિધા નથી. વાંસદા શહેર સુધી જવા માટે આજે પણ લોકોએ પબ્લિક ટ્રાંસપોર્ટ નો ઉપયોગ કરવો પડે છે. ઉપસળ અને દુબળફળીયા વણારસીનાં પાડોશમાં આવેલાં ગામો છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાયખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીંની મુખ્ય ખેતપેદાશડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજી છે. આ ગામની વસ્તી લગભગ ૧૦૦ ટકા આદિવાસીઓની છે, અહીંના લોકો કુકણા બોલી અને ધોડીયા બોલી અને નાયકા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે. આ ગામમાં એક ઘણુંજ વિશાળ રમત માટેનું મેદાન આવેલ છે જેનું નામ ઇન્દ્રધનુષ સ્ટેડિયમ છે. જેમાં દર વર્ષે દિવાળીના દિવસથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગામના ઉત્સાહી યુવાનો દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે લગભગ આખા વાંસદા તાલુકામાંથી અને અન્ય આજુબાજુના તાલુકામાંથી રમતવીરો એમાં ભાગલેવા આવી પહોંચે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.