લખાણ પર જાઓ

હાથરોલ (તા. હિંમતનગર)

વિકિપીડિયામાંથી
હાથરોલ
—  ગામ  —
હાથરોલનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°35′42″N 72°57′44″E / 23.594959°N 72.962227°E / 23.594959; 72.962227
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો હિંમતનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી, શાકભાજી

હાથરોલ (તા. હિંમતનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા હિંમતનગર તાલુકામાં આવેલું એક ગામ છે. હાથરોલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી,વરીયાળી કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગામની બહાર કોંજણ બંધ આવેલો છે. આ બંધની પાસે ચૌમુખ મહાદેવ મંદિર આવેલું છે.

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]
ચાર દ્ધારવાળા ચૌમુખ મહાદેવ મંદિર

હાથરોલ ગામની બહાર આવેલા કોંજણ બંધના કિનારાથી થોડેક દુર આ મંદિર આવેલ છે.[][] બે બાજુ વહેતા બે નાના ઝરણાની વચ્ચે આવેલા ટેકરા ઉપર કુલ ચાર મંદિરો આવેલ છે. જેમા બે શિવમંદિરો, એક હનુમાનજીનું મંદિર અને એક ગણેશજીનું મંદિર આવેલુ છે. જેમાના એક શિવમંદિર ચાર મુખવાળુ છે. વિશેષ અજાયબીની વાત એ છે કે આ મંદિરમા બિરાજતા શિવલીંગને ચાર દિશામાં ચાર મુખો કોતરાયેલા છે. એ ચાર મુખોના ઉપરના ભાગે ચારે મુખોની ઝટા મુકુટ ઉપર એક શિવલીંગ દેખાય છે.

શિલ્પશાસ્ત્રના જાણીતા પુસ્તક દિપાર્ણવમાં ચૌમુખા શિવલીંગની ચારે દિશા એ કોતરાયેલા શિવમુખોમાં દક્ષિણ દિશાએ અધોર, ઉત્તર દિશાએ વામદેવ, પશ્વ્રિમ દિશાએ સંધ્યોજાત, પૂર્વ દિશાએ તત્પુરુષ એ પ્રમાણે શિવમુખો કોતરાયેલા ભંખાયેલુ છે. હાથરોલના ચૌમુખા શિવલીંગના ચાર દિશાના શિવમુખો ઉપર મુજબ હોવા સંભવ છે. શિલ્પશાસ્ત્રના કેટલાક પુસ્તકોમાં રુદ્રના અગિયાર સ્વરૂપોમાં તત્પુરુષનો રંગ લાલ, અધોરનો રંગ પીળો, વામદેવનો રંગ લીલો અને સંધ્યાજાતનો રંગ સફેદ બનાવવા લખાયેલુ છે.

સંવતના ચૌદમા સૈકાથી માંડીને સત્તરમા સૈકા સુધીમા રાજસ્થાનમાં સંખ્યાબંધ પંચમુખા શિવલીંગો કોતરાયેલા હતા. આ શિવલીંગો ખાસ કરીને રાજાઓની સમાધિ મંદિરોમાં મુકવામાં આવતા હતા. હાથરોલનું શિવલીંગ કોઇ સમાધિનું મંદિર હોય તો તે શિવલીંગ સંવતના ચૌદમા સૈકાનુ જુનું હોવું તેમ કહી શકાય.

આ ચૌમુખા શિવલીંગથી થોડે દુર બીજુ શિવમંદિર છે. આ શિવલીંગના આગરના ભાગ ઉપર લીંગની બે આકૃતિઓ કોતરાયેલી છે. આ પ્રકારની લીંગની આકૃતિઓ આજ દિન સુધી ભારતવર્ષના કોઇ પણ શિવલીંગ ઉપર જોવા મળી નથી. કદાચ આવી લીંગની કોતરાણી આદિ લીંગથી થઇ હોય તેમ કલ્પના કરી શકાય. આ શિવલીંગ પાલીધાટનું માનુષી શિવલીંગ હોય તેમજ આ શિવલીંગો આઠમા અને નવમા સૈકામા વિશેષતઃ કોતરાયેલા હોય તેમ કહી શકાય.

આ બંને શિવલીંગથી થોડેક દુર હનુમાનજીનું મંદિર આવેલુ છે. જે પંચમુખી હનુમાનજીનું મંદિર તરીકે ઓળખાય છે. તેની સામે ગણેશજીનું મંદિર છે. જેમા રિધ્ધી—સિધ્ધી અને ગણેશજીની મુર્તિ સ્થાપીત કરેલ છે. આ મંદિર થોડાક સમય પહેલા બનાવેલું છે.

ચૌમુખા શિવલીંગ થોડે દુર અને ગણેશજીના મંદિર પાછળની બાજુમાં વહેતા ઝરણા નજીક એક કુંડ આવેલ છે. આ કુંડ થોડાક સમય પહેલા પુન:રોદ્ધાર પામ્યો છે. થોડા વર્ષો પહેલા આ સ્થળે ધાટા જંગલો હતા. આ પુરાણા કુંડમાં પાણી પીવા માટે ધણા પ્રાણીઓ આવતા હતા. આ કુંડની ખાસીયત એ છે કે તેમા બારેમાસ પાણીથી ભરાયેલ જ રહે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "હિંમતનગર તાલુકા પંચાયત - જોવાલાયક સ્થળ". મેળવેલ ૬ માર્ચ ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  2. "શિવરાત્રીએ શિવાલયોમાં ઘંટનાદ ગૂંજશે". ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૫. મેળવેલ ૬ માર્ચ ૨૦૧૬.