લખાણ પર જાઓ

અંગિરસ

વિકિપીડિયામાંથી
(અંગિરા થી અહીં વાળેલું)
અંગિરસ
અંગિરસ
અંગિરસની સાથે રાણી ચોલાદેવી
માહિતી
જીવનસાથીસુરૂપા
બાળકોઉત્થય, સામવર્તના, બૃહસ્પતિ[]

અથર્વવેદના એક ઋષિ, બ્રહ્માના માનસપુત્ર અંગિરસની ગણના સપ્તર્ષિ પૈકિના ઋષિમાં થાય છે. અથર્વ ઋષિ સાથે અથર્વ વેદની રચના કરી હોવાથી તેનું નામ અથર્વા પણ છે. તેમને બ્રહ્માના મોંમાંથી ઉત્પન્ન થયેલ માનવામાં આવેલ છે. તેમનો ઉલ્લેખ અન્ય ત્રણેય વેદો માં જોવા મળે છે. તેમણે બનાવેલી એક સ્મૃતિ ઉપરાતં ઋગ્વેદનાં ઘણાં સૂક્તો તેમણે રચ્યાં છે. ભાગવતપુરાણ પ્રમાણે તેણે રથીતર નામના ક્ષત્રિયની સ્ત્રીથી દીકરા ઉત્પન્ન કર્યા અને તે પાછળથી અંગિરસના વંશજો કહેવાયા. તેના વંશની ત્રણ મુખ્ય શાખાઓઃ કેવલાંગિરસ, ગૌતમાંગિરસ અને ભારદ્વાજાંગિરસ. આ ઉપરાંત બુદ્ધ ગ્રંથો મુજબ ભગવાન બુદ્ધ પણ તેમના વશંજ માનવા માં આવે છે[].

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Gopal, Madan (૧૯૯૦). K.S. Gautam (સંપાદક). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. પૃષ્ઠ ૬૭.
  2. The Life of Buddha as Legend and History, by Edward Joseph Thomas

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]