અગ્નિસાર પ્રાણાયામ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

અગ્નિસાર ક્રિયા પ્રાણાયામનો એક પ્રકાર છે. અગ્નિસાર ક્રિયા વડે શરીરની અંદર અગ્નિ પેદા થાય છે, કે જે શરીરની અંદરના રોગના જીવાણુઓને ભસ્મ કરી નાખે છે.[૧] આને પ્લાવિની ક્રિયા પણ કહેવામાં આવે છે.

પદ્ધતિ[ફેરફાર કરો]

આ પ્રાણાયામનો અભ્યાસ ઊભા રહીને, બેસીને અથવા નીચે સૂઈને ત્રણેય રીતે કરી શકાય છે. બેસીને પ્રાણાયામના અભ્યાસ માટે સિદ્ધાસનમાં બેસીને બંને હાથ બંને ઘૂંટણ પર રાખી કરી શકાય છે. આ ક્રિયા કરવા માટે શરીરને સ્થિર કરી પેટની અને ફેફસાંની હવાને બહાર છોડીને ઉડ્ડિયાન બંધ કરવો, એટલે પેટમાં અંદરની તરફ ખેંચાણ થાય છે. સહજતાથી જેટલા લાંબા સમય સુધી શ્વાસ રોકી શકો, એટલી વાર રોકવો જોઈએ અને પેટને નાભિ પરથી વારેવારે આંચકાથી અંદર ખેંચવો અને ઢીલો છોડવો જોઈએ એટલે કે શ્વાસ રોકીને માત્ર પેટને ઝડપથી લગભગ ત્રણ વખત ફુલાવવું અને સંકોચવું જોઈએ. આ ક્રિયા કરતી વખતે સમયનું ધ્યાન રાખવું જોઈએ. મણીપુર ચક્ર ભારતીય યોગ પદ્ધતિમાં ઉલ્લેખિત કુંડલિનીનાં સાત ચક્રોમાંથી એક છે.[૨] આ ક્રિયા ૩-૫ મિનિટના સમય સુધી કરવી જોઈએ.

લાભો[ફેરફાર કરો]

આ ક્રિયા પાચન પ્રક્રિયાને ગતિશીલ કરી તેને મજબૂત બનાવે છે. શરીરના બધા પ્રકારના સૂક્ષ્મજીવાણુઓને ભસ્મ કરી શરીરને સ્વસ્થ બનાવે છે. આ ક્રિયા પેટની ચરબી ઘટાડી સ્થૂળતાને દૂર કરે છે અને કબજિયાતમાં પણ લાભદાયક છે.

સાવધાની[ફેરફાર કરો]

પ્રાણાયામનો અભ્યાસ આરોગ્યપ્રદ અને સ્વચ્છ વાતાવરણમાં ધાબળો કે સાદડી પાથરી કરવો જોઈએ. જો પેટ સંબંધિત કોઈપણ પ્રકારની ગંભીર બિમારી હોય તો પછી આ ક્રિયા ન કરવી જોઈએ.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. WD. "Agnisar kriya pranayama Yoga | अग्निसार से भड़कती अग्नि" (અંગ્રેજીમાં). ૧ જૂન ૨૦૧૭ મેળવેલ. Check date values in: |access-date= (મદદ)
  2. "कुण्डलिनी - भारतकोश, ज्ञान का हिन्दी महासागर". bharatdiscovery.org (હિન્દીમાં). ૧ જૂન ૨૦૧૭ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)