અણુ

વિકિપીડિયામાંથી
હીલિયમનો અણુ
હીલિયમ અણુ ભૂઅવસ્થામાં.
હીલિયમના અણુનું રેખાંકન, જે ગુલાબી રંગમાં ન્યૂક્લિયસ અને કાળા રંગમાં ઇલેક્ટ્રોન વાદળ દર્શાવે છે. કાળી રેખા એક આંગસ્ટ્રોમ (10−10 m અથવા 100 pm) છે.
વર્ગીકરણ
રસાયણિક તત્વનું જાણીતું એવું સૌથી નાનું કણ
ગુણધર્મો
આણ્વિક દળ: 1.67×10−27 થી 4.52×10−25 kg
ઇલેક્ટ્રિક ભાર: શૂન્ય (ન્યૂટ્રલ), અથવા આયોન ભાર
વ્યાસ અવધિ: 62 pm (He) થી 520 pm (Cs)
કણો: ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને ન્યૂટ્રોનથઈ બનેલું ન્યૂક્લિયસ

અણુ એક મૂળભૂત એકમ છે. જે એક ગાઢ કેન્દ્રિય નાભી ધરાવે છે. જેના ફરતે નકારાત્મક ચાર્જ ધરાવતા ઈલેક્ટ્રોન (વિજાણું) પ્રદક્ષિણા કરતા રહે છે. અણુનાભી વિધેયાત્મક ચાર્જ ધરાવતા પ્રોટોન અને વિજળીક (પ્રતિક્રિયાત્મક) રીતે તટસ્થ એવા ન્યુટ્રોનનું (હાઇડ્રોજન - ૧ જેવા અપવાદને બાદ કરતા કે જે એક માત્ર એવો સ્થિર ન્યુક્લાઇડ છે કે જેની નાભીમાં એક પણ ન્યુટ્રોનનું અસ્તિત્વ નથી) મિશ્રણ ધરાવે છે. અણુના ઇલેક્ટ્રોન વિજચુંબકીય બળના કારણે અણુનાભીથી બંધાયેલા રહે છે. એ જ રીતે, અણુઓના સમુહ પણ એ જ પરીબળથી રાસાયણિક બંધનો દ્વારા એકબીજા સાથે જોડાઇને એક પરમાણુની રચના કરે છે. એક અણુ કે જે સરખી સંખ્યામાં પ્રોટોન તેમજ ઇલેક્ટ્રોન ધરાવતા હોય તે વિજળીક રીતે તટસ્થ હોય છે, નહીતર તે વિધેયાત્મક અથવા નકારાત્મક ચાર્જ ધારણ કરે છે અને તેને આયન તરીકે ઓળખાય છે.