અતુલ પુરોહિત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અતુલ પુરોહિત વડોદરા શહેરના એક શાસ્ત્રીય ગાયક છે. ખાસ કરીને તેઓ ગરબાના ગાયક તરીકે સૌથી વધારે પ્રસિદ્ધ છે. વડોદરાના સહુથી પ્રસિદ્ધ ગરબાઓ પૈકીના એક એવા યુનાઇટેડ વે ખાતે તેઓ ખેલૈયાઓને પોતાના સ્વરના તાલે નચાવે છે.

બાળપણ[ફેરફાર કરો]

એમનો જન્મ ૨૭ ફેબ્રુઆરી, ૧૯૫૭ના દિવસે ડભોઈ તાલુકાના ઢોલાર ગામ ખાતે થયો હતો. બાળપણથી જ તેઓ સંગીતના ચાહક હતા. એમણે દસ વર્ષની ઉંમરે પ્રથમ હાર્મોનિયમ મેળવી સંગીત શીખવાની શરૂઆત કરી હતી. આખરે તેઓ સંગીતના વધુ અભ્યાસ માટે વડોદરા આવ્યા હતા.

તેઓ નાટ્યશાસ્ત્રના અભ્યાસ માટે વડોદરાની સંગીત કોલેજ ખાતે જોડાયા. શરૂઆત સ્થાનિક ગલીઓમાં અને સ્થાનિક કલાકારો સાથે ગાવાનું શરૂ કર્યું. આ રીતે ધીમે ધીમે એમની ગાયક તરીકેની પ્રતિભા ધીમે ધીમે વધતી ગઈ. એમણે હૃદયપૂર્વક કાર્ય કરી વડોદરા શહેર ખાતે ગરબાગાયક તરીકે લોકચાહના મેળવી.

કારકિર્દી[ફેરફાર કરો]

વર્ષ ૧૯૮૩ના સમયમાં એમણે “રિષભ” નામના સંગીત જૂથની સ્થાપના કરી. તેમના સહુથી પ્રસિદ્ધ ગીતો પૈકીનું એક “તારા વીના શ્યામ” ખુબ જ લોકપ્રિય થયું. આ જ ગરબાએ રિષભ જૂથને વિશ્વ વિખ્યાત બનાવ્યું અને આમ તેમને વિશ્વભરમાં ખ્યાતિ મળી.

વર્ષ ૧૯૯૨ના સમયમાં એમણે અન્ય એક જૂથ “ઋતુંભરા ગ્રુપ”ની સ્થાપના કરી. આ ગ્રુપની સ્થાપના પછી અતુલ પુરોહિત છેલ્લા ૨૦ વરસથી સતત વડોદરા શહેર અને વિશ્વભરમાં પ્રખ્યાત યુનાઇટેડ વે ખાતે ગરબામાં ગવડાવે છે.

સન્માન[ફેરફાર કરો]

સંગીતના ક્ષેત્રમાં એમના યોગદાન બદલ ગુજરાત સરકારે એમને વર્ષ ૨૦૧૪-૨૦૧૫નો ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરેલ છે. એમની ખ્યાતિ માત્ર ગુજરાત પૂરતી સીમિત ન રહેતાં વિશ્વભરમાં ફેલાઈ છે. વિદેશોમાં પણ એમના કાર્યક્રમોને ખુબ જ સફળતા મળી છે. એમણે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ ખાતે પણ કાર્યક્રમો સફળતાપૂર્વક કર્યા છે[૧].

આધુનિકતા[ફેરફાર કરો]

ટેક્નોલોજીના બદલાતા યુગ સાથે એમણે પોતાનો તાલ મિલાવ્યો છે. તેમના ગાયેલા ગીતો અને ગરબા આઈ ટ્યુન, એમેઝોન, શાઝામ, સ્પોટીફાઈ, ગાના ડોટ કોમ અને સાવન મ્યુઝિક જેવી સાઈટ પર ઈન્ટરનેટ પણ ઉપલબ્ધ છે. સોશ્યિલ મીડિયા અને વેબસાઈટના માધ્યમથી તેઓ સતત એમના ચાહકોની જોડે જોડાયેલા હોય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "અતુલ પુરોહિત – વડોદરાની નવરાત્રીના નાયક". વડોદરા મી (www.vadodara.me). ૨૪ ઓક્ટોબર ૨૦૧૭. Retrieved ૨૧ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]