લખાણ પર જાઓ

અનંતસાયના મંદિર

વિકિપીડિયામાંથી
અનંતસાયના મંદિર
અનંતસાયના મંદિર
અનંતસાયના મંદિર
ધર્મ
જોડાણહિંદુ
સ્થાન
સ્થાનઅનંતસાયનાગુડી, બેલ્લારી જિલ્લો, કર્ણાટક
અનંતસાયના મંદિર is located in Karnataka
અનંતસાયના મંદિર
કર્ણાટકમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ15°27′N 76°40′E / 15.450°N 76.667°E / 15.450; 76.667[]
મંદિરો

અનંતસાયના મંદિર (અંગ્રેજી: Ananthasayana temple) ભારત દેશના કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લામાં અનંતસાયનાગુડી ખાતે આવેલ છે, જેનું નિર્માણ ઈ.સ. ૧૫૨૪ના સમયમાં વિજયનગર સામ્રાજ્યના રાજા કૃષ્ણદેવ રાય દ્વારા તેમના મૃત પુત્રની સ્મૃતિમાં કરાવવામાં આવ્યું હતું[].

સ્થાપ્ત્ય

[ફેરફાર કરો]
બાજુ પરથી અનંતસાયના મંદિર
સ્તંભો ધરાવતો સભામંડપ

આ મંદિરમાં એક લંબચોરસ ગર્ભગૃહ, એક સભાખંડ અને મહામંડપ છે. મુખ્ય વિમાન લગભગ ૨૪ મીટર જેટલું ઊંચું છે. ગર્ભગૃહમાં સાદા અધિષ્ઠાસનનો સમાવેશ થાય છે, જેના પર દિવાલો બનેલી છે. શિખર પરના નિર્માણમાં પાંજરા અને સાલસને બાજુઓ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. અહીં કોઈ ગોળ ગુંબજ નથી. પરંતુ એક ૧૦ મીટર ઊંચો વળાંકમય ગુંબજ છે, જે વિજયનગરના કારીગરોના સ્થાપ્ત્ય કૌશલ્ય વિશે ઘણું કહી જાય છે. ગર્ભગૃહમાં ત્રણ પ્રવેશદ્વાર છે. લંબચોરસ આકારમાં એક ખુલ્લો સપ્ત-આકલન મહામંડપ છે, જે સ્તંભ પર બનાવવામાં આવેલ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Gurudev, Vijayanand. "Temples of Karnataka - Hospet - Sri.Ananthasayana Temple". templesofkarnataka.com. મૂળ માંથી 2015-04-03 પર સંગ્રહિત. મેળવેલ ૭ જુલાઇ ૨૦૧૮.
  2. "Hampi Ruins and Ananthasayana Temple". www.asihampiminicircle.in. મેળવેલ ૬ જુલાઇ ૨૦૧૮.