અનાસક્તિ યોગ
Appearance
અનાસક્તિ યોગ મહાત્મા ગાંધીએ કરેલો ભગવદ્ ગીતાનો અનુવાદ છે જે દાંડીકૂચને દિવસે--એટલે કે ૧૨મી માર્ચ ૧૯૩૦ના દિવસે--પ્રકાશિત થયો હતો.[૧] પુસ્તક અંગ્રેજીમાં Anasaktiyoga: The Gospel of Selfless Action નામે અનુવાદિત થયું છે.
ટિપ્પણી
[ફેરફાર કરો]પુસ્તકના શિર્ષક અંગે લેખક પરેશ અંતાણી કહે છે કે, "ગાંધીજીને ગીતાના ઊંડા અભ્યાસ દરમ્યાન ધ્યાનમાં આવ્યું કે આ પવિત્ર ગ્રંથનો અંત: કેન્દ્રસ્થ મુદ્દો 'અનાસક્તિ યોગ' છે."[૨] તેમના મત અનુસાર પુસ્તકની "પ્રસ્તાવના અનેક રીતે અદ્ભૂત છે" અને તેનાથી બાપુનાં "જીવન અને કર્મને સમજવાની ચાવી મળે છે."[૨] "ગાંધીજીનું ગીતાનું અનાસક્તિપરક વિવરણ," રમેશ ઓઝાના મત પ્રમાણે, "ગીતાના આશયથી સૌથી વધુ નજીક છે."[૩]
વધુ વાંચો
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "અનાસક્તિયોગ/ અધિકૃત આવૃત્તિ - વિકિસ્રોત". gu.wikisource.org. મેળવેલ 2020-10-03.
- ↑ ૨.૦ ૨.૧ અંતાણી, પરેશ. "મહાત્મા ગાંધીજીનું ભગવદ્ ગીતામય જીવન". www.gujaratsamachar.com. મેળવેલ 2020-10-03.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "'વિવેકનો મારગ અઘરો ભાઈ!'". sandesh.com. મેળવેલ 2020-10-03.