લખાણ પર જાઓ

અનુકૂલન

વિકિપીડિયામાંથી

અનુકૂલનએ ઉત્ક્રાંતિ વિષયક પ્રક્રિયા છે, જેના દ્વારા વસતી તેના વસવાટને વધુ અનુરૂપ બને છે. [૧][૨] આ પ્રક્રિયા ઘણીબધી પેઢીઓના સમયગાળા દરમિયાન આકાર લે છે,[૩] અને તે જીવવિજ્ઞાનની પાયાની ઘટનાઓમાં એક છે.[૪]

અનુકૂલન શબ્દનો જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે ખાસ મહત્વ ધરાવતાં લક્ષણનાં સંદર્ભે પણ ઉલ્લેખ કરવામાં આવે છે.[૫] ઉદાહરણ તરીકે, ઘોડાના દાંતનું ઘાસ ચાવવા બાબતે અનુકૂલન અથવા શિકારીઓથી બચવા તેની ઝડપથી દોડવાની ક્ષમતા. આ પ્રકારના અનુકૂલનો વિવિધ વસતિમાં, સારા યોગ્ય સ્વરૂપો દ્વારા ઉત્પન્ન થાય છે, જે વધુ સફળતાપૂર્વક ફરી ઉત્પન્ન કરે છે, એટલે કે, કુદરતી પસંદગી દ્વારા.

સામાન્ય સિધ્ધાંતો

[ફેરફાર કરો]

અનુકૂલનનું મહત્વ, જાતિઓના સંપૂર્ણ જીવ વિજ્ઞાનના સંબંધમાં જ સમજી શકાશે. જુલિયન હક્સલે [૬]

અનુકૂલન એ, સૌ પ્રથમ, શરીરના ભૌતિક ભાગ કરતાં પ્રક્રિયા વધુ છે.[૭] આ તફાવત, જયાં શારીરિક સરંચના મહદંશે સરળ તેવા આંતરિક પરોપજીવીમાં (જેમ કે કૃમિ) જોઈ શકાશે, પણ તેમ છતાં આવા સજીવોએ તેમના અસાધારણ પર્યાવરણ સાથે મોટા પ્રમાણમાં અનુકૂલન કર્યું હોય છે. આના પરથી આપણે જોઈએ છીએ કે અનુકૂલન એ માત્ર દૃશ્ય ગુણોની બાબત નથી: આવા પરોપજીવીઓમાં જીવનચક્રમાં મહત્વપૂર્ણ અનુકૂલન સ્થાન લે છે, જે ઘણીવાર સંપૂર્ણ જટિલ હોય છે.[૮] આમ છતાં, વ્યવહારુ શબ્દ તરીકે, અનુકૂલન ઘણીવાર સર્જન માટે વપરાય છે: જેમાં જાતિઓનાં તે લક્ષણો પ્રક્રિયામાંથી પરિણમે છે. સજીવ કે વનસ્પતિનાં ઘણાં પાસાને સાચી રીતે અનુકૂલન કહી શકાય, જો કે તેમાં કેટલાંક લક્ષણોનું કાર્ય હંમેશા શંકાસ્પદ હોય છે.

ઉત્ક્રાંતિની પ્રક્રિયા માટે અનુકૂલન શબ્દ, અને (સર્જન)ના શારીરિક ભાગ કે કાર્ય માટે અનુકૂલનના ગુણ નો ઉપયોગ કરીને શબ્દના બંને અર્થોને વિભાજીત કરી શકાશે.

અનુકૂલન બે તબક્કાની પ્રક્રિયાના એક પાસા તરીકે જોઈ શકાય. પ્રથમ, ભૌગોલિક અલગતા અથવા કોઈક અન્ય તંત્ર વ્યવસ્થા દ્વારા પેદા થતી સજીવની જાતિ (જાતિઓ-વિભાજન કે કલેડો-ઉત્પત્તિ) છે. [૯][૧૦] બીજું પાસું અનુકૂલન પછી આવે છે, જે પ્રાકૃતિક પસંદગી દ્વારા સંચાલિત છે. આવું કશુંક ડાર્વિનના ફિન્ચેસ સાથે બન્યું હોવું જોઈશે, અને તેવા બીજા ઘણા દૃષ્ટાંતો છે. જેમકે હાલમાં, આફ્રિકાના સરોવરની સિચલેડ માછલીની ઉત્ક્રાંતિ, જયાં પ્રજનનની અલગતાનો પ્રશ્ન ઘણો વધુ જટિલ બને છે.[૧૧][૧૨]

બીજો સિધ્ધાંતએ છે કે, સજીવ તેના વિકાસના દરેક તબક્કે અને તેની ઉત્ક્રાંતિના તમામ તબક્કે સબળ હોવો જોઈએ. આ સ્પષ્ટપણે સાચું છે, અને સજીવના વિકાસની ઉત્ક્રાંતિ, વર્તન અને સંરચના અંગેની મૂંઝવણ તે બાબતને અનુસરે છે. મુખ્ય મૂંઝવણ, જેના અંગે ખૂબ ચર્ચા થઈ છે, તે છે, જરૂરિયાત, જે ઉત્ક્રાંતિ દરમિયાન રચનામાં ફેરફાર કરે છે તે પ્રમાણમાં નાના ફેરફાર હોવા જોઈએ, કારણ કે શરીરની રચના એટલી જટિલ અને આંતરિક રીતે સંકળાયેલી હોય છે. આ સદ્ધર સિધ્ધાંત છે, જો કે તેમાં થોડાક અપવાદો હોઈ શકે: છોડોમાં પોલિપ્લોઈડ (રંગસૂત્રો) સામાન્ય છે,[૧૩] અને યુકારયોટા બનાવતાં સૂક્ષ્મ જીવોના સહજીવન વધુ વિજાતીય દૃષ્ટાંત છે.[૧૪]

તમામ અનુકૂલનો સજીવોને તેમના પરિસ્થિતિલક્ષી અનુકૂળ સ્થાનોમાં હયાત રહેવામાં મદદ કરે છે.[૧૫] આ અનુકૂલન ગુણો સરંચનાત્મક, વર્તનલક્ષી કે શારીરિક હોઇ શકે છે. સંરચનાત્મક અનુકૂલનો સજીવના શારીરિક લક્ષણો (આકાર, શરીરનું આવરણ, સજ્જતા; તથા આંતરિક વ્યવસ્થા) છે. વર્તનલક્ષી અનુકૂલનો વારસાગત વર્તણૂક શૃંખલા અને/અથવા શીખવાની ક્ષમતાથી બનેલા છે: વર્તનો વિગતે વારસાગત (સહજવૃત્તિઓ) હોય છે, અથવા શીખવાનું વલણ વારસાગત હોઈ શકે (મજ્જા-મનોવિજ્ઞાનજુઓ). ઉદાહરણો: ખોરાકની શોધ, સંભોગ, બોલવું. શારીરિક અનુકૂલનો સજીવને ખાસ કાર્યો કરવા દેવાની સાથે (ઉદાહરણ તરીકે, વિષ બનવું, ચીકણો પદાર્થ ઝરવો, ફોટોટ્રોપિઝમ) બીજા સામાન્ય કાર્યો જેવાં કે વૃધ્ધિ અને વિકાસ, ઉષ્ણતામાન નિયમન, આયોનિક સંતુલન અને હોમિયોસ્ટેસિસનાં બીજા પાસાં કરવાની પણ છૂટ આપે છે. ત્યારબાદ, અનુકૂલન સજીવની જિંદગીનાં તમામ પસાને અસર કરે છે.

વ્યાખ્યાઓ

[ફેરફાર કરો]

નીચેની વ્યાખ્યાઓ મુખ્યત્વે થીઓડોસિયસ ડોબ્ઝેહન્સ્કીના કારણે મળી છે.

1. અનુકૂલન એવી ઉત્ક્રાંતિ વિષયક પ્રક્રિયા છે જેમાં જીવસૃષ્ટિ તેમના વસવાટ કે વસવાટોમાં વધુ સારી રીતે રહેવા માટે સક્ષમ બને છે.[૧૬]
2. અનુકૂલન કરવું એ અનુકૂલન થવાની સ્થિતિ છે: આ તબક્કો સજીવને તેના વસવાટોમાં જીવવા અને પ્રજનન કરવા સક્ષમ બનાવે છે.[૧૭]
3. અનુકૂલન ગુણ એ જીવના વિકાસલક્ષી ઢાંચાનું એક પાસું છે, જેથી જીવને હયાત રહેવા અને પ્રજનન માટે સક્ષમ કરે છે કે તેની શકયતા વધારે છે.[૧૮]

અનુકૂલક અને યોગ્યતા

[ફેરફાર કરો]

ઉપરની વ્યાખ્યાઓ પરથી, એ સ્પષ્ટ થાય છે કે, અનુકૂલક અને યોગ્યતા વચ્ચે (મહત્વપૂર્ણ વસતિ જનીન વિભાવના) સંબંધ છે. યોગ્યતા એ અંદાજ છે અને પ્રાકૃતિક પસંદગી દરની આગાહી કરનાર છે. તેમના વસવાટમાં જ્યાં સુધી થઇ શકે ત્યાં સુધી વૈકલ્પિક સમલક્ષણીઓની સંબંધિત પુનરાવર્તનદરને પ્રાકૃતિક પસંદગી બદલી દે છે.[૧૯] બંને જોડાયેલ હોવા છતાં, તેઓ એક બીજામાં સમાવતા નથી: ઊંચી અનુકૂલનતા સાથે સમલક્ષણીમાં ઊંચી યોગ્યતા ન હોઈ શકે. ડોબ્ઝેહન્સ્કી કેલિફોર્નિયન રેડવુડના દાખલાનો ઉલ્લેખ કરે છે, તે ઊંચા પ્રમાણમાં અનુકૂલિત છે, પરંતુ તેની અવશેષરૂપે જાતો નાશ પામવાના ભય હેઠળ છે.[૧૬] ઈલિયટ સોબેરે અભિપ્રાય આપ્યો હતો કે અનુકૂલન એ પશ્ચાદવર્તિ વિભાવના હતી, કેમ કે તે ગુણધર્મના ઇતિહાસ અંગે કશુંક સૂચિત કરે છે, જયારે યોગ્યતા ગુણધર્મના ભાવિની આગાહી કરે છે.[૨૦]

1. યોગ્યતા. સમલક્ષણીમાં વસતિ વિષયક તફાવતનું પ્રમાણ સામાન્યપણે સાપેક્ષ માપ: સમલક્ષણી કે સમલક્ષણીના વર્ગ દ્વારા સંવર્ધન કરનાર વસ્તીનો પ્રતિ સરેરાશ ફાળો. તેને ડાર્વિનિયન યોગ્યતા , સાપેક્ષ યોગ્યતા , પસંદગીનો ગુણાંક અને અન્ય શબ્દો તરીકે પણ ઓળખાય છે.
2. અનુકૂલન કરવું. સામાન્યપણે સંપૂર્ણ માપ: સમલક્ષણીના વાહક કે સમલક્ષણીના વર્ગ દ્વારા સંવર્ધન કરનાર વસતિનો પ્રતિ સરેરાશ સંપૂર્ણ ફાળો. તે સંપૂર્ણ યોગ્યતા તરીકે પણ ઓળખાય છે, અને જાતિને સંપૂર્ણપણે લાગુ પડાય ત્યારે માલથુશિયન પારમિતિ તરીકે ઓળખાય છે.[૨૧]

ટૂંકો ઇતિહાસ

[ફેરફાર કરો]

સજીવ જગત સાથે કામ પાડનાર તમામ મહાન ચિંતકોએ અનુકૂલનને જિદગીની હકીકત તરીકે સ્વીકારે છે. અનુકૂલન કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તે અંગે તેમના ખુલાસા અલગ અલગ છે, જે આ વિચારકોને એકબીજાથી અલગ પાડે છે. સૌથી વધુ નોંધપાત્ર વિચારો પૈકી થોડાક નીચે પ્રમાણ છે: [૨૨]

 • એમ્પિડોકિલસ માનતા ન હતા કે અનુકૂલન માટે નિર્ણાયક કારણ (~ હેતુ) જરૂરી છે, પરંતુ "આવી વસ્તુમાં હયાત રહેતી હોવાથી તે કુદરતી રીતે આવે છે." એરિસ્ટોટલ, જો કે, નિર્ણાયક કારણમાં માનતા હતા.
 • પ્રાકૃતિક સિધ્ધાંતશાસ્ત્રમાં, અનુકૂલનનું દૈવીકાર્ય, ઈશ્વરના અસ્તિત્વના પુરાવા તરીકે પણ અર્થઘટન કરાયું હતું.[૨૩] વિલ્યમ પાલે માનતા હતા કે સજીવો જે જીવન જીવે છે તેને સંપૂર્ણપણે અનુકૂળ થાય છે, આ દલીલે લેબિનિઝ ઝાંખા પાડી દીધા, જેમણે દલીલ કરી હતી કે, ઈશ્વરે તમામ સંભવિત જગતમાં સૌથી ઉત્તમ વસ્તુઓ લાવી છે. વોલ્ટેરના ડૉ પાનગ્લોસે[૨૪] આ આશાસ્પદ વિચારસરણીનું અનુકરણ કર્યું છે, અને હયુમે આ રચના સામે દલીલ કરી હતી.[૨૫] બ્રિજવોટર ટ્રીટાઈસિઝ પ્રાકૃતિક ધર્મશાસ્ત્રની પ્રોડક્ટ છે, અલબત્ત કેટલાંક લેખકોએ તેમનું કામ વાજબી રીતે તટસ્થપણે રજૂ કર્યું હતું. રોબર્ટ નોક્સે આની નિંદાજનક શ્રેણી લખી હતી, જેઓ બ્રિજવોટર ટ્રીટાઈસિઝ ની જેમ અર્ધ ઉત્ક્રાંતિવિષયક અભિપ્રાયો ધરાવતા હતા. ડાર્વિને, સજીવ અને વનસ્પતિ જગતમાં પેદા થતી ખામીઓ અને મર્યાદાઓ પર ભાર મૂકીને પરંપરા તોડી હતી.[૨૬]
લેમાર્ક
 • લેમાર્ક. પ્રાપ્ત ગુણોના વારસાનો પ્રોટો-ઉત્ક્રાંતિલક્ષી સિધ્ધાંત તેમનો છે, જેમનો મુખ્ય હેતુ, કુદરતી સાધનો દ્વારા અનુકૂલનને સમજાવવાનો છે.[૨૭] જેમણે પ્રગતિની નિસરણી ગતિશીલ રાખવા ઉપરાંત સામાન્યપણે ઉપયોગ અને અનુપયોગ તરીકે વ્યકિત કરાતા "સંજોગોના પ્રભાવ" અન્વયે સજીવ-તંત્રના વધુ જટિલ બનવાના વલણનું સૂચન કર્યું હતુ. તેમના ઉત્ક્રાંતિના વિચારો, અને જ્યોફ્રોયના વિચારો નિષ્ફળ ગયા, કારણ કે તેનું વારસા સાથે અનુરૂપ થયું ન હતું. આ બાબતની મનુષ્ય જાતિઓમાં રસ ધરાવનાર તબીબી માણસો (વેલ્સ, લોરેન્સ) દ્વારા મેન્ડેલ પહેલાં, અને ખાસ કરીને વેઈસમેન માટે જાણીતી હતી.

કુદરતી ઇતિહાસના બીજા ઘણા વિદ્યાર્થીઓ, જેમ કે બફોને અનુકૂલનનો સ્વીકાર કર્યો હતો, અને કેટલાંકે તંત્ર-વ્યવસ્થા અંગે પોતાનો અભિપ્રાય વ્યકત કર્યા વિના ઉત્ક્રાંતિનો પણ સ્વીકાર કર્યો હતો. આ ડાર્વિન અને વોલેસની સાચી ગુણવત્તા સમજાવે છે, અને તંત્રવ્યવસ્થા આગળ ધપાવવા બદલ બેટસ જેવા આનુષંગિક માણસોને રજૂ કરે છે, જેમનું મહત્ત્વ માત્ર અગાઉ જોવામાં આવ્યું હતું. એક દાયકા પછી, ફોર્ડ અને ડોબઝાન્સ્કી જેવી વ્યકિતઓ દ્વારા થયેલા પ્રાયોગિક ક્ષેત્રે અભ્યાસો અને સંવર્ધન પ્રયોગોએ પુરાવો રજૂ કર્યો હતો કે પ્રાકૃતિક પસંદગી માત્ર અનુકૂલન પાછળનું એન્જિન નથી, પરંતુ અગાઉ વિચારાયું હતું તે કરતાં વધુ મજબૂત બળ હતું.[૨૮][૨૯][૩૦]

અનુકૂલનના પ્રકારો

[ફેરફાર કરો]

અનુકૂલન એ ઉત્ક્રાંતિનો હૃદય અને આત્મા છે. નાઈલ્સ એલ્ડ્રેજ [૩૧]

વસવાટમાં ફેરફારો

[ફેરફાર કરો]

ડાર્વિન પહેલાં, અનુકૂલનને સજીવ અને તેના વસવાટ વચ્ચેનો એક સ્થાયી સંબંધ તરીકે જોવામાં આવતું હતું. હવામાન બદલાય એટલે વસવાટ બદલાય, અને વસવાટ બદલાય તેમ જીવવિષયક વિગતો બદલાય તેની જાણકારી ન હતી. ઉપરાંત, વસવાટ તેમના બાયોટા પ્રમાણે બદલવાને અધિન હોય છે: ઉદાહરણ તરીકે, અન્ય વિસ્તારોમાંથી જાતિઓનું આક્રમણ. આપેલા વસવાટમાં જાતિઓની સાપેક્ષ સંખ્યા હંમેશા બદલાતી હોય છે. પરિવર્તન નિયમ છે, જો કે વધુ આધાર પરિવર્તનના વેગ અને પ્રમાણ પર રહે છે.

વસવાટ બદલાય ત્યારે નિવાસી વસ્તી માટે ત્રણ મુખ્ય વસ્તુઓ બની શકે: વસવાટની શોધ, જનીનવિષયક ફેરફાર અથવા નાશ થવો. હકીકતમાં, ત્રણેય વસ્તુઓ ક્રમમાં થઈ શકે. આ ત્રણ અસરો પૈકી, માત્ર જનીન ફેરફાર અનુકૂલન સાધે છે.

વસવાટની શોધ

[ફેરફાર કરો]

વસવાટ બદલાય ત્યારે સૌથી સામાન્ય વસ્તુ એ થાય છે કે નિવાસી વસતિ તેને અનુકૂળ આવે તેવા અન્ય સ્થળોએ જાય છે; ઉડતી જીવાતો કે દરિયાઈ સજીવઓમાં આ પ્રકારનો ખાસ પ્રતિભાવ રહે છે, જેમ ને ગતિ પ્રવૃત્તિ માટે વિશાળ (જો કે અમર્યાદિત નહીં) તક મળે છે.[૩૨] આ સામાન્ય પ્રતિભાવને વસવાટની શોધ કહે છે. જીવાવશેષોના રેકોર્ડમાં દેખીતી સ્થગિતતાના ગાળા માટે આ એક ખુલાસો રજૂ કરાય છે (ભાગ પડેલ સંતુલનનો સિધ્ધાંત).[૩૩]

જનનિક ફેરફરો

[ફેરફાર કરો]

વસતિની જનીન વિવિધતા પર પ્રાકૃતિક પસંદગી કામ કરે છે ત્યારે વસતિમાં જનીન ફેરફારો થાય છે. આનો અર્થ એ કે વસતિ જનીનની દૃષ્ટિએ તેના સંજોગો સાથે અનુકૂલન કરે છે.[૩૪] જનીન ફેરફારો દ્રશ્ય સરંચનામાં પરિણમી શકે, અથવા બદલાયેલ વસવાટ સાથે અનુકૂળ આવે તે રીતે શારીરિક પ્રવૃત્તિને ગોઠવી શકે.

આમ એ બાબત સ્પષ્ટ છે કે વસવાટો અને જીવોની વિગતો વારંવાર બદલાય છે. તેથી અનુકૂલનની પ્રક્રિયા કયારેય આખરી રીતે પૂર્ણ થતી નથી.[૩૫] સમય જતાં, એવું બને કે પર્યાવરણમાં સહેજ ફેરફાર થઇ શકે, અને જાતિઓ તેની આજબાજુની સ્થિતિ સાથે વધુ સારીને સારી રીતે અનુકૂળ થાય. બીજી બાજુ એવું બને કે, પર્યાવરણમાં ફેરફારો પ્રમાણમાં ઝડપથી થઇ શકે અને પછી જાતિઓ પ્રમાણમાં ઓછું અને ઓછું અનુકૂલન કરે. આ જોતાં, અનુકૂલન એક જનીન વિષયક શોધ પ્રક્રિયા છે, ખાસ કરીને વસતિ, અન્ય ઓછા પ્રતિકૂળ વિસ્તારમાં સ્થળાંતર કે ગતિ કરી શકે નહીં કે ત્યાં જાય નહીં ત્યારે હરહંમેશ અમુક વ્યાપમાં ચાલુ રહે છે. આ પ્રક્રિયા વત્તે-ઓછે અંશે ચોક્કસ પરિસ્થિતિ-વ્યવસ્થામાં દરેક જાતિને અસર કરે છે.[૩૬][૩૭]

વાન વાલેને વિચાર્યું કે, સ્થાયી પર્યાવરણમાં પણ, સ્પર્ધક જાતિઓએ તેમના સાપેક્ષ વસવાટને જાળવવા સતત અનુકૂલન કરવું પડતું હતું. આ રેડ કિવન હાયપોથિસિસ તરીકે જાણીતું થયું હતું.

આત્મીય સબંધો: સહ-અનુકૂલનો

[ફેરફાર કરો]

સહ ઉત્ક્રાંતિમાં, એક જાતિનું અસ્તિત્વ સખ્તપણે બીજી વ્યકિતની જિંદગી સાથે બંધાયેલું રહે છે, એક જાતિમાં થતાં નવાં કે 'સુધરેલાં' અનુકૂલનો, ઘણીવાર અન્ય જાતિઓના આનુષંગિક લક્ષણોના દેખાવ અને ફેલાવા દ્વારા અનુસરાય છે. આનાં ઘણાં ઉદાહરણો છે; આ વિચાર એ બાબત પર ભાર મૂકે છે કે જીવંત વસ્તુઓના જીવન અને મૃત્યુ ગાઢ રીતે સંકળાયેલા છે, તે માત્ર શારીરિક પર્યાવરણ સાથે નહીં, પરંતુ અન્ય જાતિઓની જિંદગી સાથે પણ સંકળાયેલ છે. ફૂલ ખીલવતાં છોડો અને જીવાતો (પરાગીકરણ) વચ્ચેના સંબંધની જેમ આ સંબંધ જટિલપણે ગતિશીલ છે અને લાખો વર્ષો સુધી ટ્રજેકટરિ (અવકાશી માર્ગ) પર ચાલુ રહેશે.

પરાગ રજનું સાતત્ય: આ મદ્યમાખીઓ પસંદગીની માત્ર એક જાતિના ફૂલોની મુલાકાત લે છે, જે તેમના બાસ્કેટમાં પરાગના રંગ દ્વારા જોઈ શકાશે.

 • સહ લોપ
 • ચેપ-પ્રતિરોધ
 • નકલ
 • પરસ્પરતા
 • પરોપજીવી-યજમાન
 • પરાગ રજના-લક્ષણ
 • શિકારીનો શિકાર
 • સહજીવન

ભૃંગ (બીટલ) અને માખીઓના જીવાશેષેના આંતરડા, પાંખની સરંચના અને મોંના ભાગના આકાર/રૂપવિજ્ઞાન સૂચવે છે કે તેઓએ શરૂઆતમાં પોલિનેટર-પરાગ વિતરક તરીકે કામ કર્યું હતું. ભૂતપૂર્વ ક્રેરેસિયસ કાળ દરમિયાન ભૃંગ (બીટલ) અને એન્જિયોસ્પર્મ વચ્ચેનું સાયુજય એન્જિયોસ્પર્મ અને જીવાતોના સમાંતર વિકિરણોને પશ્ચાત ક્રેટેસિયસ તરફ દોરી ગયેલ. પાછળના ક્રેટેસિયસ ફૂલોમાં નેકટરી (મધુસંચય ભાગની ઉત્ક્રાંતિ), હાયમનઓપ્ટેરાન્સ અને એન્જિયોસ્પર્મ વચ્ચેના પારસ્પરિક સંબંધની શરૂઆત સૂચવે છે.[૩૮]

એ (A) અને બી (B) સાચી ભમરી દર્શાવે છે; અન્ય નકલી છે; ત્રણ ભમ્યા કરતી માખી છે અને એક ભૃંગ (બીટલ) છે.

એમેઝોનના પતંગિયા પર હેનરી વોલ્ટર બેટસના કામે, તેમને નકલની વૈજ્ઞાનિક વિગતો વિકસાવવા તરફ દોરી ગયા, ખાસ કરીને નકલો એવો પ્રકાર વિકસાવવા જેના પરથી તેમનું નામ બેટસિયન મિમિક્રી પડયું છે.[૩૯] આ અસ્વાદિષ્ટ કે હાનિકારક જાતિઓની સ્વાદિષ્ટ જાતિઓ દ્વારા થયેલી નકલ છે. મધ્યમસરની આબોહવાવાળા બગીચાઓમાં જોવા મળતું સામાન્ય ઉદાહરણ હોવર-ફલાય છે, જેમાંથી ઘણી માખીઓને ડંખ ન હોવા છતાં હિમાનેપ્ટરા (ડંખ મારતી માખી કે મધમાખી)ની રંગની નકલ કરે છે. સ્વાદિષ્ટ જાતિઓની હયાતિ સુધારવા આવી નકલ સંપૂર્ણ હોવી જરૂરી નથી.[૪૦]

બેટસ, વોલેસ અને મુલર માનતા હતા કે બેટસિયન અને મુલેરિયન મિમિક્રી પ્રાકૃતિક પસંદગીના કાર્ય માટે પુરાવો પૂરો પાડયો હતો, જે અભિપ્રાય હવે જીવશાસ્ત્રીઓમાં માનક છે.[૪૧] આ સ્થિતિમાં તમામ પાસાં સંશોધનનો વિષય થઈ શકે, રહયા હતા.[૪૨] આ વિચારો પર ક્ષેત્રીય અને પ્રાયોગિક કામ આજના દિવસ સુધી ચાલુ છે; અને વિષયવસ્તુને મજબૂતપણે જાતિ, જનીન અને વિકાસની સાથે જોડે છે.[૪૩]

મૂળભૂત તંત્ર-વ્યવસ્થા: આંતરિક અનુકૂલન

[ફેરફાર કરો]

શરીર રચનામાં એકંદર સંકલન સાથે કામ કરવા કેટલાંક અગત્યનાં અનુકૂલનો છે. આવાં અનુકૂલનોને નોંધપાત્ર પરિણામો હોઈ શકે. ઉદાહરણો, કરોડરજજુવાળા સજીવઓમાં, ઉષ્ણતામાનનું વિનિયમન, અથવા મગજના કાર્યમાં સુધારણા કે અસરકારક રોગપ્રતિરક્ષા સિસ્ટમ હોય. છોડોનું ઉદાહરણ, ફૂલવાળા છોડોમાં પ્રજનન સિસ્ટમનો વિકાસ ગણાશે.[૪૪] આવાં અનુકૂલનો વસવાટોની વિશાળ શ્રેણીમાં વધુ સધ્ધર (મોનોફિલેટિક જૂથ) બનાવી શકે. આવાં મોટાં અનુકૂલનોનું સંપાદને ઘણીવાર અનુકૂલક રેડિયેશન માટેના તણખા તરીકે કામ કર્યું છે, અને સજીવઓ કે છોડોનાં સંપૂર્ણ જૂથ માટે લાંબાગાળાના સમય માટે ભારે સફળતા મેળવી છે.

વિવિધ અનુકૂલન વચ્ચે સમાધાન અને સંઘર્ષ

[ફેરફાર કરો]

એ ગહન સત્ય છે કે કુદરતને ઉત્તમની જાણ નથી; તે જનીન ઉત્કાંતિ...એ નકામી વસ્તુ, કામચલાઉ માર્ગ, સમાધાન અને ભૂલની વાર્તા છે. પીટર મેડવર [૪૫]

તમામ અનુકૂલનોને ઊતરતી બાજુ છે: ઘાસ પર દોડવા માટે ઘોડાના પગ યોગ્ય છે, પરંતુ તેઓ તેમની પીઠ પર ખંજવાળી શકતા નથી; સસ્તન સજીવઓના વાળ ઉષ્ણતામાનમાં મદદ કરે છે, પરંતુ એકટોપેરેસાઈટ માટે અનુકૂળ સ્થાન પણ આપે છે; આ કારણે પેંગ્વિન પાણીમાં તરી (પાંખ ફેલાવીને ઉડવાની રીતે) શકે છે. અનુકૂલનો જુદાં જુદાં કાર્યો કરે છે જે પારસ્પરિક વિનાશક પણ બની શકે. સમાધાન અને કામચલાઉ માર્ગ વ્યાપકપણે ઊભા થઈ શકે, પરંતુ સંપૂર્ણતા હોતી નથી. પસંદગીનું દબાણ જુદી જુદી દિશામાં ખેંચે છે, અને પરિણામે થતું અનુકૂલન એ કોઈક પ્રકારનું સમાધાન છે.[૪૬]


સમલક્ષણી સંપૂર્ણતયા પસંદગીનો લક્ષ્યાંક હોવાથી, સાથોસાથ સમલક્ષણીનાં તમામ પાસાંને એટલી જ માત્રામાં સુધારવા અશક્ય છે. અર્નસ્ટ મેયર .[૪૭]

આઇરિશ શાબરના શિંગડાને ઘ્યાનમાં લઇએ તો (મોટે ભાગે માનવામાં આવે છે કે તે બહુ મોટા હોય છે), તે હરણમાં શરીરના કદ સાથે શિંગડાનો એલોમેટ્રિક સંબંધ ધરાવે છે. શીંગડા દેખીતી રીતે શિકારીઓ સામે રક્ષણ માટે રક્ષણ તરીકે કામમાં આવે છે, તથા વાર્ષિક મૈથુનની ઋતુમાં વિજય મેળવવામાં પણ મદદરૂપ થાય છે. પરંતુ સાધનોના સંદર્ભમાં તેઓ કિંમતી છે. છેલ્લા હિમવર્ષો દરમિયાન સાબરોની વસતિમાં પ્રજનન ક્ષમતાના સાપેક્ષ વધારા અને ઘટાડા પર આધારિત હતું.[૪૮] અન્ય ઉદાહરણ: મૈથુન ગાળા વખતે વિવિધ રંગો પ્રદર્શિત કરાય ત્યારે શોધ નિવારવા છદ્માવરણ આવરણનો નાશ કરાય છે. અહીં જિંદગીના જોખમ સામે પ્રજનન માટેની જરૂરિયાત દ્વારા સંતુલન સાધવામાં આવે છે.

કળા કરતા ભારતીય મોરનું સંપૂર્ણ નિદર્શન

મોરનાં આલંકારિક પીછાં આકાર (દરેક મૈથુન-મોસમ માટે તે સમય નવા વૃધ્ધિ પામે છે) એ પ્રખ્યાત અનુકૂલન છે. તે હિલચાલ અને ઉડ્ડયન ઘટાડશે અને તે ખૂબ નજરે ચઢે છે; તેની વૃધ્ધિ માટે આહારનાં સાધનો પર ખર્ચ પડે છે. તેના લાભ અંગેની ડાર્વિનનો ખુલાસો, જાતીય પસંદગીના સંદર્ભમાં હતો: "અમુક વ્યકિતઓને, સંપૂર્ણતયા પ્રજનન સંબંધમાં સમાન સેકસ અને જાતિની બીજી વ્યકિતઓ પર જે લાભ મળે છે તેના પર તે આધાર રાખે છે." [૪૯] મોર દ્વારા રજૂ થતા લૈંગિક પસંદગીના પ્રકારને "સાથી પસંદગી" કહેવાય છે, જે સૂચિત કરે છે કે પ્રક્રિયામાં ઓછા યોગ્ય પર વધુ યોગ્યની પસંદગી હોય છે, અને તેથી હયાતિ મૂલ્ય ધરાવે છે. [૫૦] લૈંગિક પસંદગીની માન્યતા લાંબા સમયથી સ્થગિત હતી, પરંતુ હવે પુનસ્થાપિત થઈ છે.[૫૧] વ્યવહારમાં, વાદળી તેતર પક્ષી પેવો ક્રિસ્ટસ ખૂબ સુંદર સફળ જાત છે, જે ભારતમાં મોટા પ્રાકૃતિક ક્ષેત્રમાં જોવા મળે છે, તેથી તેમની મૈથુન સિસ્ટમનું એકંદર પરિણામ બિલકુલ જીવનક્ષમ રહે છે.

મનુષ્યના ગર્ભકાળ સમયના મગજનું કદ (જે 400 CCS કરતાં મોટું ન હોઈ શકે, અન્યથા તે માતાના યોનિમાર્ગમાંથી નીકળી શકશે નહીં) અને એક પુખ્ત મગજ માટે જરૂરી કદ (1400 CCS જેટલું) વચ્ચેનો વિરોધાભાસ તે દર્શાવે છે કે નવજાત બાળકનું મગજ બિલકુલ અપરિપક્વ હોય છે. મગજ વૃધ્ધિ પામે અને પક્વ બને ત્યાં સુધી મનુષ્યએ તેના જીવનની સૌથી મહત્વની વસ્તુઓ માટે (હરફર કરતા રહેવાની સ્વયંશક્તિ, વાણી) પ્રતીક્ષા કરવી પડે છે. આ જન્મના સમાધાનનું પરિણામ છે. મોટી સમસ્યા આપણી સીધા બે પગના ઢબની છે, તેમ ન હોય તો આપણા યોનિમાર્ગને જન્મ માટે વધુ યોગ્ય આકાર આપી શકાયો હોત. નિએન્ડરથલ્સની સમાન સમસ્યા હતી.[૫૨][૫૩][૫૪]

કાર્યમાં બદલી

[ફેરફાર કરો]

અનુકૂલન અને કાર્ય એક સમસ્યાનાં બે પાસાં છે. જુલિયન હકસલે [૫૫]

પૂર્વ અનુકૂલનો

[ફેરફાર કરો]

જાતિઓ કે વસતિ એવાં ગુણધર્મો ધરાવતાં હોય કે (નસીબથી) હજુ ઊભી ન થયેલી પરિસ્થિતિ સાથે અનુકૂળ બને ત્યારે આ થાય છે. ઉદાહરણ તરીકે, પોલિપ્લોઈડ રાઈસ-ગ્રાસ સ્પાર્ટિના ટાઉનસેન્ડી , ક્ષારયુકત કાદવના તેમના પોતાના રહેઠાણો સામે તેમની મૂળ જાતિના પૈકી બે માંથી કોઈપણ કરતાં વધુ અનુકૂલન કર્યું છે.[૫૬] શ્વેત લેગહોર્ન મરઘું અન્ય ઓલાદો કરતાં વિટામિન-બીની ન્યૂનતા સામે નોંધપાત્ર રીતે વધુ પ્રતિકારક છે.[૫૭] વિપુલ ભોજનમાં આનાથી કોઈ તફાવત પડતો નથી, પરંતુ મર્યાદિત ભોજન વખતે આ પૂર્વઅનુકૂલન નિર્ણાયક બની શકશે.

પ્રાકૃતિક વસતિ જનીન વિવિધતા મોટા જથ્થામાં ધરાવતી હોવાને કારણે પૂર્વ અનુકૂલન થઇ શકે.[૫૮] ડાયપ્લોઈડ યુકેરિયોટસમાં, આ લૈંગિક વિષયક પ્રજનન સિસ્ટમનું પરિણામ છે, જયાં મ્યુટન્ટ એલેલિઝને (પરિવર્તક-જનીનો) આંશિક રક્ષણ મળે છે, ઉદાહરણ તરીકે, હીટરોઝાયગોટના પસંદગીના લાભ દ્વારા. સૂક્ષ્મ જીવો, તેમની ભારે મોટી વસતિને સાથે પણ જનીનલક્ષી વિવિધતાનું મોટું કામ હાથ ધરે છે.

સૂક્ષ્મ જીવોમાં વૈવિધ્યપૂર્ણ જનીનોના પૂર્વ-અનુકૂલન સ્વભાવનો પ્રથમ પ્રાયોગિક પુરાવો સાલ્વડોર લુરિયા અને મેકસ ડેલબ્રક દ્વારા પૂરો પડાયો હતો, જેમણે વધઘટ પૃથ્થકરણ બેકટિરિયમ એશ્ચેરિચિયા કોલી માં ખાઈ જવા કે વિનાશ કરવાની શકિતનો પ્રતિકાર કરવાનું કામ સોંપતી પૂર્વ અસ્તિત્વ ધરાવતાં જનીન ફેરફારોના યાદૃચ્છિક વધઘટને દર્શાવતી પદ્ધતિ છે.

હાલનાં લક્ષણોનું કો-ઓપ્શન: એક્સેપ્ટેશન

[ફેરફાર કરો]

આનું ઉત્તમ ઉદાહરણ સસ્તન સજીવઓના કાનનું હાડકું છે, જે અંગે આપણે ઊપલા અને નીચલા જડબાથી ઉદ્ભવેલ પ્રાગૈતિહાસિક અને ગર્ભશાસ્ત્રવિષયક અભ્યાસ પરથી તેમના સિનેપ્સિડ પૂર્વજોના હિઓઈડ (હાડકાં) અને હજુ વધુ પાછળ પ્રાચીન માછલીની વક્રકાર ચૂઈના જે ભાગ હતા, તેના પરથી જાણી શકીએ છીએ.[૫૯][૬૦] આ જ્ઞાન આપણને સ્પર્ધાત્મક જીવશાસ્ત્રીઓ દ્વારા મળ્યું છે, જેઓ એક સૈકા અગાઉ, ઉત્ક્રાંતિવાદના અભ્યાસના નિર્ણાયક તબક્કે હતા.[૬૧] એક્સેપ્ટેશન શબ્દ ઉત્ક્રાંતિવાદના ઇતિહાસમાં મૂળમાં આશ્ચર્યજનક રીતે સામાન્ય, કાર્યના આ મુદ્દાઓને આવરી લેવા પસંદ કરાયો હતો. [૬૨] ઉષ્ણતામાનના નિયમન માટે મૂળમાં વપરાતાં પીંછામાંથી પાંખોનો ઉદ્ગમ અને ખૂબ તાજેતરની શોધ છે (પીંછાયુકત ડાયનોસૌર જુઓ).

સંબંધિત વાદવિવાદ

[ફેરફાર કરો]

બિન-અનુકૂલક લક્ષણો

[ફેરફાર કરો]

કેટલાંક વિશેષ ગુણો અનુકૂલક હોતા નથી, એટલે કે પસંદગીની દૃષ્ટિએ તટસ્થ હોય છે. તેનાં ઘણાં કારણો હોઈ શકે: વિશેષ ગુણની ઉપયોગિતા જતી રહી હોય છે અને હવે અનુકૂળ જણાતો નથી, ગુણની ઉપયોગિતા અજ્ઞાત હોય છે, આ ગુણ, અનુકૂલક હોય તેવા અન્ય ગુણનું પરિણામ છે (એટલે કે સ્પેન્ડ્રેલ). કારણ કે જનીનો પ્લીઓટ્રોપિક અસરો ધરાવે છે, તમામ ગુણો કાર્યાન્વિત ન હોઇ શકે. અલબત્ત, સજીવના ઉત્ક્રાંતિના ઇતિહાસમાં કોઈક સમયે એક ગુણ અનુકૂળ હોઇ શકે, પરંતુ વસવાટના ફેરફારની સાથે થતું અનુકૂલન અનાવશ્યક અથવા અવરોધક પણ (ખરાબ-અનુકૂલન) બને છે. આવાં અનુકૂલનોને નિરર્થક વેસ્ટિગિયલ કહેવાય છે. તેથી, અનુકૂલનની ઉપયોગિતાનો હાસ થાય અને તે વહી જાય.

યોગ્યતા દેખાવ; વલણ

[ફેરફાર કરો]

ઉત્ક્રાંતિલક્ષી સ્થિતિ માટે સીવોલ રાઈટનું સ્પષ્ટીકરણ એવું હતું કે, સજીવઓ અનુકૂલક શિખરો કબજે કરવા આવ્યાં છે. અન્ય ઊંચા શિખર પર ચઢવા, જાતિઓએ પ્રથમ ખરાબ અનુકૂલક વચગાળાના તબક્કાઓની ખીણમાંથી પસાર થવાનું છે. વસતિ ખૂબ ઓછી હોય તો, જનીનોના વલણ દ્વારા આ થઈ શકે. આ રાઈટની શિફિંટગ બેલેન્સ થિયરી ઓફ ઈવોલ્યુશન હતી.[૬૩] કુદરતી વસતિમાં ઘણીવાર આ નાજુક સ્થિતિ રહે છે કે કેમ તે અંગે ઉત્ક્રાંતિવાદના જીવશાસ્ત્રીઓમાં ખૂબ શંકા છે.[૫૮] રોનાલ્ડ ફિશરને લાગ્યું હતું કે મોટાભાગની કુદરતની વસતિ જનીન વલણની આ અસરો માટે મહત્વપૂર્ણ બનવા માટે ખૂબ મોટી હતી.[૨૮]

નિરર્થક અવયવો

[ફેરફાર કરો]

ઘણાં સજીવઓ નિરર્થક અવયવો ધરાવે છે, જે તેમના પૂર્વજોની સંપૂર્ણપણે કાર્યલક્ષી સંરચનાઓના અવશેષો છે. જીવનશૈલીમાં ફેરફાર થવાને પરિણામે અવયવો નિરર્થક બન્યા, કે પછી તો બિનકાર્યલક્ષી બન્યાં અથવા કાર્યલક્ષિતામાં ઘટાડો થયો. કાર્યના ઘટાડાની સાથે રચનાત્મક પસંદગીમાં પણ ઘટાડો થયો અને તેના પરિણામે નાશ કરવાપાત્ર ફેરફારો એકઠા થયા. કોઈ સરંચના શરીરના સામાન્ય અર્થતંત્રને અમુક પ્રકારનું ખર્ચ દર્શાવે તો, તેઓ એક વખત કાર્યલક્ષી ન હોવાથી તેની નાબૂદીથી લાભ પેદા થઈ શકશે. ઉદાહરણો: માણસોમાં ડહાપણનાં દાંત; ગુફાના સજીવઓમાં પિગમેન્ટ અને કાર્યલક્ષી આંખોનો લોપ; એન્ડોપેરેસાઈટમાં સરંચનાનો લોપ.[૬૪]

લુપ્તતા

[ફેરફાર કરો]

વસતિ તેમની લાંબાગાળાની જીવનક્ષમતા પૂરતી રીતે સાચવી રાખવા ગતિ કે ફેરફાર ન કરી શકે તો, તે ઓછામાં ઓછા તે સ્થળમાંથી તેનો નાશ થશે. આ જાતિઓ બીજા સ્થળોએ હયાત રહી શકે કે હયાત ન પણ રહી શકે. લાંબાગાળા માટે જાતિઓ અદૃશ્ય થવા માટે, સમગ્ર જાતિઓનો મૃત્યુ દર જન્મ દર કરતાં (વસતિ, જમીન-દર...) વધી જાય ત્યારે જાતિઓ લુપ્ત થાય છે. વાન વેલનનું એવું અવલોકન હતું કે જાતિઓનાં જૂથ ગુણ લક્ષણો ધરાવે છે અને વિનાશનો સારો એવો નિયમિત દર ધરાવે છે.[૬૫]

સહ-લુપ્તતા

[ફેરફાર કરો]

જેમ આપણે સહ-અનુકૂલન ધરાવીએ છીએ તેમ, સહ-લુપ્તતા પણ છે. સહ લુપ્તતા અન્યની લુપ્તતાને લીધે થતી જાતિઓનો લોપ દર્શાવે છે; ઉદાહરણ તરીકે પેરેસિટિક જંતુઓ, તેમના યજમાનોનો નાશ થતાં લોપ પામે છે. ફૂલોના છોડોનો તેના પરાગ વિતરકનો નાશ થતાં અથવા આહાર શૃંખલામાં ખલેલ પડતાં સહ-લુપ્તતા થઈ શકે છે.[૬૬] "જાતિઓનો સહ-લુપ્તતા એ જટિલ પરિસ્થિતિ-રચનામાં સજીવઓના આંતરિક જોડાણપણાની આવૃત્તિ છે. સહ-લુપ્તતા, જાતિઓની લુપ્તતા માટેનું સૌથી અગત્યનું કારણ નહીં હોય, પરંતુ તે ચોક્કસપણે પ્રપંચી છે".[૬૭]

પરિવર્તનક્ષમતા, જુદા જુદા હવામાન સાથે અનુકૂલન, શિક્ષણ

[ફેરફાર કરો]

પરિવર્તનક્ષમતા , સજીવને જુદા જુદા વસવાટોમાં પોતાનો નિભાવ કરવાની સજીવની સાપેક્ષ શકિત: તેમની વિશિષ્ટતાની માત્રા સાથે કામ પાડે છે. જુદા જુદા હવામાન સાથે અનુકૂલન એ શબ્દ જીવન દરમિયાન સ્વચાલિત શારીરિક સમાયોજનો માટે વપરાતો શબ્દ છે; શિક્ષણ એ જીવન દરમિયાન વર્તનલક્ષી કામગીરીની સુધારણા માટે વપરાતો શબ્દ છે. જીવશાસ્ત્રમાં આ શબ્દો અનુકૂલન માટે નહીં, પરંતુ વ્યકિતઓની કામગીરીમાં જીવન-દરમિયાન સુધારો કરતાં ફેરફારો માટે વપરાય છે આ સમાયોજનો, આગામી પેઢી જનીન દ્વારા વારસામાં મેળવતી નથી.

બીજી બાજુ, અનુકૂલન ઘણી બધી પેઢીઓ બાદ પસાર થયા પછી થાય છે; કુદરતી પસંદગી દ્વારા થતી આ ક્રમિક પ્રક્રિયા છે, જે વસતિની જનીન-રચનામાં ફેરફાર કરે છે, જેથી સામૂહિક તેના અનુકૂલન સ્થાનમાં સારું કામ કરે છે.

પરિવર્તનક્ષમતા

[ફેરફાર કરો]

વસતિમાં સમલક્ષણિક પ્લાસ્ટિસિટીમાં તફાવત છે, જે તેના વસવાટમાં ફેરફાર થતાં, અથવા જુદી વસવાટમાં તેના જવાથી, તેના ટેકામાં તેના સમલક્ષણીમાં ફેરફાર કરવાની નિયત જેનોટાઈપ સાથેના સજીવની ક્ષમતા છે.[૬૮][૬૯]

તમામ જીવંત વસ્તુઓ વત્તે ઓછે અંશે સંજોગો સાથે અનુકૂળ થઈ શકે છે. પરિવર્તનક્ષમતાની માત્રા વારસાગત છે, અને દરેકમાં વ્યક્તિગત રીતે અમુક પ્રમાણમાં જુદી જુદી હોય છે. અત્યંત ખાસ પ્રકારના સજીવ કે છોડ, માત્ર સુનિશ્ચિત વસવાટમાં જ રહે છે, ચોક્કસ પ્રકારનો આહાર કરે છે અને તેની જરૂરિયાતોને પૂરી ન કરવામાં આવે તો તે હયાત રહી શકે નહીં. ઘણા શાકાહારી સજીવઓ આના જેવા છે: આત્યંતિક ઉદાહરણો કોઆલા જે યુકેલિપ્ટસ (નિલગીરી) પર જીવે છે, અને પાંડા જેમને વાંસ જરૂરી છે. બીજી બાજુ, સામાન્ય સજીવ ઘણા પ્રકારનો આહાર ખાય છે અને ઘણી જુદી જુદી સ્થિતિમાં હયાત રહી શકે છે. મનુષ્યો, ઉંદરો, કરચલાં અને બીજા ઘણાં માંસાહારી સજીવઓ આનાં ઉદાહરણો છે. ખાસ પ્રકારની કે શોધખોળ કરવાની વલણ વારસાગત છે- તે અનુકૂલક છે.

વિકાસલક્ષી પરિવર્તનશીલતા કદાચ અલગ છે: "સજીવ કે છોડને નવી પરિસ્થતિમાં ઉછેરવામાં આવે કે તબદીલ કરવામાં આવે તો, તે વિકાસલક્ષી રીતે પરિવર્તનક્ષમ રહે છે, જેથી નવા સંજોગોમાં હયાત રહેવા માટે તે વધુ સારી રીતે અનુકૂળ બને છે". [૭૦] એકવાર ફરીથી જણાવવાનું કે, જાતિઓ વચ્ચે ભારે તફાવતો હોય છે, અને પરિવર્તનક્ષમ રહેનાર ક્ષમતા ઓ વારસાગત હોય છે.

જુદા-જુદા હવામાન સાથે અનુકૂલન

[ફેરફાર કરો]

માણસો ઊંચાઈ પર જાય તો, શ્વાસોચ્છવાસ અને શારીરિક થાક સમસ્યા બને, પરંતુ ખૂબ ઊંચી સ્થિતિમાં સમય-ગાળ્યા પછી તેઓ, રકતકોષોનું ઉત્પાદન વધારીને દબાણ સાથે હવામાન સાથે અનુકૂલન સાધે છે. હવામાનનો અનુકૂળ થવાની ક્ષમતા અનુકૂલન છે, પરંતુ તે પોતે જુદા જુદા હવામાન સાથેની અનુકૂળતા નથી. ફળદ્રુપતા ઘટે છે પરંતુ ઉષ્ણકટિબંધના કેટલાંક રોગોથી થતાં મૃત્યુ પણ ઘટે છે. લાંબા સમય બાદ, કેટલાંક વસતિ આટલી ઊંચાઈએ બીજાઓ કરતાં વધુ સારું પ્રજનન કરશે. તેઓ પછીની પેઢીઓને વધુ મોટો ફાળો આપશે. ધીમે ધીમે સમગ્ર વસતિ નવી પરિસ્થિતિને અનુકૂળ થાય છે. આમ બને છે તે આપણે જાણીએ છીએ, કારણ કે ઊંચાઈ પર વસતિની લાંબાગાળાની કામગીરી, નવા આંગતુકોને શારીરિક સમાયોજનો કરવા માટે પૂરતો સમય હોય તો પણ તેમની કામગીરી કરતાં નોંધપાત્ર રીતે વધુ સારી હોય છે.[૭૧] બદલાતા હવામાન સાથે અમુક પ્રકારનું અનુકૂલન એટલું ઝડપથી હોય છે કે, તેઓને પ્રતિક્રિયા કહેવું વધુ સારું છે. કેટલીક ફલેટ માછલી, સેફલપોડ (મૃદુકાય સજીવ), કાચીંડો ઝડપથી રંગ બદલે છે.[૭૨]

શિક્ષણ

[ફેરફાર કરો]

મનુષ્યો માટે સામાજિક શિક્ષણ ઉત્તમ છે, અને થોડાક સસ્તન સજીવઓ અને પક્ષીઓ માટે તે શકય છે: અલબત, તેમાં વારસાગત ક્ષમતા હોય તે સિવાય જનીન સંક્રમણને આવરી લીધેલ નથી. તે જ પ્રમાણે, શીખવાની ક્ષમતા વારસાગત અનુકૂલન છે, પરંતુ શું શીખ્યા તે નહીં, મનુષ્યની બોલવાની ક્ષમતા વારસાગત છે, પરંતુ ભાષાની વિગતો નહીં.

કાર્ય અને હેતુવાદ

[ફેરફાર કરો]

જીવશાસ્ત્રીઓ કાર્ય જેવા મહત્વના શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરે છે તેને લગતાં કેટલાંક પ્રશ્નો ઊભા થયા છે.

કશુંક કહેવું એ, દેખીતી રીતે સજીવ માટે તે શું કરે છે તે અંગે કશુંક કહેવાનું કાર્ય છે. તે તેના ઇતિહાસ અંગે પણ કશુંક કહે છે: તે કેવી રીતે આવેલ છે તે અંગે કહે છે. હૃદય લોહી ખેંચે છે; તે તેનું કાર્ય છે. તે અવાજ બહાર પણ કાઢે છે, તે પાત્ર આનુષંગિક આડ-અસર છે. તે તેનું કાર્ય નથી. હૃદય ઇતિહાસ ધરાવે છે (તે સારી કે નબળી રીતે સમજમાં આવી શકે છે), અને ઇતિહાસ એ બતાવે છે કે હૃદયની પંપ તરીકે કુદરતી પસંદગી કેવી રીતે થઇ અને જળવાઇ. કાર્ય ધરાવતા સજીવના દરેક પાસાનો ઇતિહાસ હોય છે. હવે, અનુકૂલનને પણ કાર્યલક્ષી ઇતિહાસ હોવો જોઈએ: તેથી અમે અપેક્ષા રાખીએ કે તેણે તેના વસવાટમાં સાપેક્ષ હયાતિ દ્વારા કરેલ પસંદગી કરી હોવી જોઈશે. આડ-પેદાશ તરીકે જેનો ઉદ્દગમ થયો છે તે વિશેષ ગુણ અંગે અનુકૂલન શબ્દ વાપરવો એ તદ્દન ખોટું છે.[૭૩][૭૪]

"પાંખ ઉડવા માટે છે" જેવું કાંઈક કહેવું એ જીવશાસ્ત્રી માટે વ્યાપકપણે બિનવ્યાવસાયિક તરીકે ગણાય છે, જો કે પાંખથી ઉડવું એ તેમનું સામાન્ય કાર્ય છે. જીવશાસ્ત્રીએ એ બાબતે જાગૃત રહેવું જોઈશે કે દૂરના ભૂતકાળમાં કયારેક નાના ડાયનાસોર પર પીંછા હતાં, જેનું કાર્ય ગરમી ટકાવી રાખવાનું હતું, અને પાછળથી કેટલીક પાંખો ઉડવા માટે (દા.ત. પેંગ્વિન, શાહમૃગ) વપરાતી ન હતી. આથી, જીવશાસ્ત્રીઓએ એમ કહેવું ઠીક રહેશે, કે, પક્ષી કે જંતુ પરની પાંખો સામાન્યપણે ઉડવામાં મદદ કરવાનું કાર્ય કરતી હતી. આ કુદરતી પસંદગીના દ્વારા ઉત્ક્રાંતિના ઇતિહાસ સાથે અનુકૂલનનો અર્થ સૂચિત કરે છે.

હેતુવાદ

[ફેરફાર કરો]

કોઈ કોઈ અધિભૌતિક હસ્તિની હેતુવાદ શબ્દ, મનુષ્યની જાગૃત અગમચેતી દ્વારા સૂચિત ન હોય તેવાં ઉદ્દેશ-નિર્દેશન કાર્યોના અભ્યાસનું વર્ણન કરવા શોધાયો છે. એરિસ્ટોટલના ટેલિલોજી સાથે આ સિધ્ધાંત વિરોધી છે, જેનો સૂચિત અર્થ ઈરાદો, હેતુ અને અગમચેતી થાય છે. ઉત્ક્રાંતિ ટેલિયોનોમિક છે; અનુકૂલનમાં દૂરંદેશિતાને બદલે પશ્ચાતદૃષ્ટિ છે. જીવશાસ્ત્રમાં તેના ઉપયોગ માટે નીચેની વ્યાખ્યા છે:

હેતુવાદ: ધારણા એવી છે કે પૂર્વ હેતુના અસ્તિત્વ વિના, પરંતુ જનીન વૈવિધ્ય અંગેની કુદરતી પસંદગીના કાર્ય દ્વારા પેદા થાય છે.[૭૫]

આ શબ્દ કોલિન પિટનડ્રિગે 1958 માં સૂચવ્યો હતો,[૭૬] આ શબ્દ સાયબરનેટિકસ અને સ્વ-વ્યસ્થાપન સિસ્ટમમાંથી વિકસ્યો હતો. અર્નેસ્ટ મેયર, જયોર્જ સી વિલ્યમ્સ અને જેકયુઝ મોનોડે આ શબ્દ પકડી લીધો અને ઉત્ક્રાંતિ જીવશાસ્ત્રમાં તેનો ઉપયોગ કર્યો. [૭૭][૭૮][૭૯][૮૦]

વિજ્ઞાનના ચિંતકોએ આ શબ્દ પર પણ સમીક્ષા કરી છે. અર્નેસ્ટ નાગલેને જીવશાસ્ત્રમાં ઉદ્દેશ-નિર્દેશિતાની વિભાવનાનું પૃથ્થકરણ કર્યું હતું;[૮૧] અને ડેવિડ હલે, જીવશાસ્ત્રીઓ દ્વારા ટેલિલોજી અને હેતુવાદના ઉપયોગ અંગે સમીક્ષા કરી હતી:

હેલ્ડેને ટીકા કરતા કહ્યું કે, "ટેલિયોલોજી એ જીવશાસ્ત્રની પ્રેયસી જેવી છે: તે તેના વગર જીવી ન શકે, પરંતુ જાહેરમાં તેની સાથે દેખાવાની તેને ઈચ્છા ન હોય". આજે પ્રેયસી કાયદેસર લગ્ન કરેલ પત્ની બની છે. જીવશાસ્ત્રીઓને હવે લાંબો સમય ટેલિયોલોજીક ભાષાના તેમણે કરેલા ઉપયોગ માટે માફી માગવાની જવાબદારી અનુભવતા નથી; તેઓ તેનો રોફ મારતા હતા. તેના કલંકિત ભૂતકાળ માટે તેનું નવેસરથી ’હેતુવાદ’ નામ તે રાખીને માત્ર માફી માગી શકે.[૮૨]

આ પણ જુઓ

[ફેરફાર કરો]
 • અનુકૂલન રેડિયેશન
 • સહ અનુકૂલન
 • સહ ઉત્ક્રાંતિ
 • પરિસ્થિતિલક્ષી ટ્રેપ
 • એક્સેપ્ટેશન
 • આંતર-જનીન સંઘર્ષ
 • ખરાબ અનુકૂલન
 • નકલ
 • પોલિમોર્ફિઝમ (જીવશાસ્ત્ર)

સંદર્ભો

[ફેરફાર કરો]
 1. ઓક્સફર્ડ ડિક્શનરી ઓફ સાયન્સ પ્રમાણે અનુકૂલન એટલે "જીવમાત્રના માળખા અને કાર્યપદ્ધતિમાં કોઇ પણ ફેરફાર જે તેને તેના વાતાવરણને અનુરૂપ બનાવે છે"
 2. બોલર પી.જે. 2003. ઇવોલ્યુશન : ધ હિસ્ટરી ઓફ એન આઇડીયા . કેલિફોર્નિયા, p10
 3. પેટર્સન સી. 1999. ઉત્ક્રાંતિ નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ, લંડન. p1
 4. વિલિયમ્સ, જ્યોર્જ સી. 1996. એડેપ્ટેશન એન્ડ નેચરલ સીલેક્શન: અ ક્રિટિકલ ઓફ સમ કરન્ટ ઇવોલ્યુશનરી થોટ . પ્રિન્સટોન "ઉત્ક્રાંતિ વિષયક અનુકૂલન જીવવિજ્ઞામમાં વ્યાપક મહત્વ ધરાવતી ઘટના છે."p5
 5. 'અનુકૂલન' શબ્દના બંને ઉપયોગ કિંગ આર.સી. સ્ટેન્સફીલ્ડ ડબલ્યુ.ડી. અને મ્યુલિગન પી. 2006 દ્વારા માન્ય છે. અ ડિક્શનરી ઓફ જીનેટિક્સ. ઓક્સફર્ડ, સાતમી એડિશન.
 6. હક્ષ્લે, જુલિઆન 1942. ઇવોલ્યુશન ઓફ મોડર્ન સીન્થેસીસ . એલેન એન્ડ ઉન્વિન, લંડન. p449
 7. મેય્ર, અર્ન્સ્ટ 1982. ધ ગ્રોથ ઓફ બાયોલોજિકલ થોટ . હાર્વર્ડ. p483: "અનુકૂલન...ને સ્થાયી પરિસ્થિતિ કે સર્જનાત્મક ભૂતકાળની વસ્તુ નહીં પરંતુ સતત ચાલતી ક્રિયાશીલ પ્રક્રિયા ગણી શકાય."
 8. પ્રિન્સ પી.ડબલ્યુ. 1980. ધ ઇવોલ્યુશનરી બાયોલાજી ઓફ પેરાસાઇટ્સ . પ્રિન્સટોન
 9. મેય્ર ઇ. 1963. એનિમલ સ્પીસીઝ એન્ડ ઇવોલ્યુશન . હાર્વર્ડ.
 10. મેય્ર, અર્ન્સ્ટ 1982. ધ ગ્રોથ ઓફ બાયોલોજિકલ થોટ: ડાયવર્સિટી, ઇવોલ્યુશન એન્ડ ઇનહેરિટન્સ . હાર્વર્ડ. p562–566
 11. Salzburger W., Mack T., Verheyen E., Meyer A. (2005). "Out of Tanganyika: Genesis, explosive speciation, key-innovations and phylogeography of the haplochromine cichlid fishes" (PDF). BMC Evolutionary Biology. 5 (1): 17. doi:10.1186/1471-2148-5-17. PMC 554777. PMID 15723698. More than one of |number= and |issue= specified (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 12. Kornfield, Irv (2000). "African Cichlid Fishes: Model Systems for Evolutionary Biology". Annual Review of Ecology and Systematics. 31: 163. doi:10.1146/annurev.ecolsys.31.1.163. મૂળ માંથી 2017-11-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-12. Unknown parameter |month= ignored (મદદ); Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
 13. સ્ટેબ્બિન્સ, જી. લેડયાર્ડ જુનિયર. 1950. વેરિએશન એન્ડ ઇવોલ્યુશન ઇન પ્લાન્ટ્સ . કોલમ્બિયા પોલીપ્લોઇડી , ચેપ્ટર્સ 8 અને 9.
 14. માર્ગુલિસ, લીન્ન (ed) 1991. સીમ્બિઓસિસ એઝ અ સોર્સ ઓફ ઇવોલ્યુશનરી ઇનોવેશન: સ્પેસિએશન એન્ડ મોર્ફોજીનેસિસ એમઆઇટી (MIT). ISBN 0-262-13269-9
 15. હચિન્સન જી. ઇવેલીન 1965. ધ ઇકોલોજિકલ થીએટર એન્ડ ધ ઇવોલ્યુશનરી પ્લે . યેલ. અનુકૂળ સ્થાન એ ઉત્ક્રાંતિ વિષયક પરિસ્થિતિ વિજ્ઞાનમાં કેન્દ્રીય ખ્યાલ છે: ખાસ જુઓ ભાગ બીજો ધ નિશ: એન એબ્સ્ટ્રેક્ટલી ઇનહેબિટેડ હાયપરવોલ્યુમ. p26–78
 16. ૧૬.૦ ૧૬.૧ ડોબ્ઝ્હાન્સ્કી ટી. 1968. ઉત્ક્રાંતિ વિષયક જીવવિજ્ઞાનના કેટલાક મૂળભૂત ખ્યાલો વિશે. ઇવોલ્યુશનરી બાયોલોજી 2 , 1–34.
 17. ડોબ્ઝ્હાન્સ્કી ટી. 1970. જીનેટિક્સ ઓફ ધ ઇવોલ્યુશનરી પ્રોસેસ . કોલમ્બિયા, એન.વાય. (N.Y.) p4–6, 79–82, 84–87
 18. ડોબ્ઝ્હાન્સ્કી ટી. 1956. જીનેટિક્સ ઓફ નેચરલ પોપ્યુલેશન્સ પંદરમુ (XXV). કેલિફોર્નિયાના કેટલાક સ્થળોમાં ડ્રોસોફિલા સ્યુડોઓબ્સ્ક્યુરા એન્ડ ડ્રોસ્ફિલા પર્સિમિલિસ ની વસતીમાં જીનેટિક બદલાય છે. ઇવોલ્યુશન 10 , 82–92.
 19. એન્ડલર, જોહ્ન એ. 1986. નેચરલ સિલેક્શન ઇન ધ વાઇલ્ડ . પ્રિન્સટોન. p33–51: 'ફિટનેસ એન્ડ એડેપ્ટેશન'.
 20. સોબર, ઇલ્લિઓટ્ટ 1984. ધ નેચર ઓફ સિલેક્શન: અ ફિલોસોફિકલ ઇન્ક્વાયરી . એમ.આઇ.ટી (M.I.T.)
 21. એન્ડલર જોહ્ન એ. 1986માં નીચેની ચર્ચા. નેચરલ સિલેક્શન ઇન ધ વાઇલ્ડ . પ્રિન્સટોન. p33–51: 'ફિટનેસ એન્ડ એડેપ્ટેશન'.
 22. તેમના લેખોમાં સંદર્ભો અને માહિતી
 23. ડેસ્મન્ડ, એડ્રિઆન 1989. ધ પોલિટિક્સ ઓફ ઇવોલ્યુશન . શિકાગો. p31/32, પાદટીપ 18.
 24. ઇન કેન્ડીડ, ઓયુ એઓપ્ટીમીઝમ .
 25. સોબર, ઇલ્લિઓટ્ટ 1993. ફિલોસોફી ઓફ બાયોલોજી . ઓક્સફર્ડ ચેપ્ટર 2.
 26. ડાર્વિન, ચાર્લ્સ. 1872. ધ ઓરિજિન ઓફ સ્પીસીસ . છઠ્ઠી આવૃત્તિ, p397: પાયાના, ક્ષીણ અને અકાળે મૃત્યુ પામેલા અંગો.
 27. ઉદાહરણ તરીકે, જુઓ, બોલર પીટર એચ. 2003. ઇવોલ્યુશન: ધ હિસ્ટરી ઓફ એન આઇડીયા . ત્રીજી આવૃત્તિ, કેલિફોર્નિયા. p86–95, ખાસ કરીને "વોટએવર ધ ટ્રુ નેચર ઓફ લેમાર્ક્સ થીયરી, ઇટ વોઝ હિઝ મીકેનિઝમ ઓફ એડેપ્ટેશન ધેટ કોટ ધ અટેન્શન ઓફ લેટર નેચરાલિસ્ટ્સ". (p90)
 28. ૨૮.૦ ૨૮.૧ પ્રોવાઇન, વિલિયમ 1986. સેવોલ રાઇટ એન્ડ ઇવોલ્યુશનરી બાયોલોજી . (યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ.
 29. ફોર્ડ ઇ.બી. 1975. ઇકોલોજિકલ જીનેટિક્સ , ચોથી આવૃત્તિ. ચેપમેન એન્ડ હોલ, લંડન.
 30. ઓર્ર એચ. 2005. ધ જીનેટિક થીયરી ઓફ એડેપ્ટેશન: અ બ્રીફ હિસ્ટરી. નેચર રીવ. જીનેટિક્સ 6 , 2, p119–127.
 31. એલ્ડ્રેજ, નાઇલ્સ 1995. રીઇન્વેન્ટિંગ ડાર્વિન: ધ ગ્રેટ ઇવોલ્યુશનરી ડીબેટ . વિલે એન.વાય. (N.Y.) p33
 32. એલ્ડ્રેજ, નાઇલ્સ 1986. ટાઇમ ફ્રેમ્સ: ધ રીથિન્કિંગ ઓફ ડાર્વિનિયન ઇવોલ્યુશન એન્ડ ધ થીયરી ઓફ પન્ક્ચ્યુએટેડ ઇક્વિલિબ્રિઆ . p136, ઓફ ગ્લેસિયર્શ એન્ડ બીટલ્સ .
 33. એલ્ડ્રેજ, નાઇલ્સ 1995. રીઇન્વેન્ટિંગ ડાર્વિન: ધ ગ્રેટ ઇવોલ્યુશનરી ડીબેટ . વિલે. એન.વાય. (N.Y.) p64
 34. ઓર્ર એચ. 2005. ધ જીનેટિક થીયરી ઓફ એડેપ્ટેશન: અ બ્રીફ હિસ્ટરી. નેચર રીવ. જીનેટિક્સ , 6 , 119–127.
 35. મેય્ર, અર્ન્સ્ટ 1982. ધ ગ્રોથ ઓફ બાયોલોજિકલ થોટ: ડાઇવર્સિટી, ઇવોલ્યુશન એન્ડ ઇનહેરિટન્સ. હાર્વર્ડ . હાર્વર્ડ. p481 (અને સીક્વન્સ) દર્શાવે છે કે ડાર્વિન દ્વારા અનુકૂલન પરના "કન્ટીન્યુઇંગ ડાયનેમિક પ્રોસેસ" (નીચે p483) તરીકે વખાણાતાં વિચારો કેવી રીતે વિકસ્યા.
 36. સ્ટીરલ્ની કે. એન્ડ ગ્રિફ્ફિથ્સ પી.ઇ. 1999. સેક્સ એન્ડ ડેથ: એન ઇન્ટ્રોડક્શન ટુ ફિલોસોફી ઓફ બાયોલોજી . યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ. p217 ISBN O-226-77304-3
 37. ફ્રીમેન એસ. એન્ડ હેર્રોન જે.સી. 2007. ઇવોલ્યુશનરી એનાલીસિસ . પીઅરસન એજ્યુકેશન. p364 ISBN 0-13-227584-8
 38. સ્ટેબિન્સ, જી. લેડયાર્ડ જુનિયર 1974. ફ્લાવરિંગ પ્લાન્ટ્સ: ઇવોલ્યુશન અબોવ ધ સ્પીસીસ લેવલ. હાર્વર્ડ.
 39. કાર્પેન્ટર જીડીએસ (GDH) એન્ડ ફોર્ડ ઇબી (EB) 1933. મિમિક્રી . મેથુએન, લંડન.
 40. વિકલર ડબલ્યુ. 1968. મિમિક્રી ઇન પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. વર્લ્ડ યુનિવર્સિટી લાયબ્રેરી, લંડન.
 41. મુન એચ.પી. 1976. હેન્રી વોલ્ટર બેટ્સ એફઆરએસ (FRS) 1825-1892: એક્ષ્પ્લોરર, સાયન્ટિસ્ટ એન્ડ ડાર્વિનિઅન . લીસેસ્ટરશાયર મ્યુઝિયમ્સ, લીસેસ્ટર.
 42. રક્ષ્ટન જીડી, શેર્રાટ્ટ ટીએન એન્ડ સ્પીડ એમપી 2004. અવોઇડિંગ એટેક: ધ ઇવોલ્યુશનરી ઇકોલોજી ઓફ ક્રાઇપ્સિસ, વોર્નિંગ સિગ્નલ્સ એન્ડ મિમિક્રી. ઓક્સફર્ડ
 43. મલ્લેટ, જેમ્સ 2001. ધ સ્પેસિએશન રીવોલ્યુશન. જે ઇવોલ્યુશનરી બાયોલોજી 14 , 887-8.
 44. સ્ટેબિન્સ, જી. લેડયાર્ડ જુનિયર. 1974. ફ્લાવરિંગ પ્લાન્ટ્સ: ઇવોલ્યુશન એબોવ ધ સ્પીસીસ લેવલ . હાર્વર્ડ. જે એન્જિઓસ્પર્મ્સના કિરણોત્સર્ગમાં અનુકૂલનોની ઉત્ક્રાંતિનું વ્યાપક અવલોકન ધરાવે છે.
 45. મેદવાર, પીટર 1960. ધ ફ્યુચર ઓફ મેન . મેથુએન, લંડન.
 46. જેકોબ, ફ્રાન્કોઇસ 1977. ઇવોલ્યુશન એન્ડ ટિન્કરિંગ. સાયન્સ 196 1161-1166.
 47. મેય્ર, અર્ન્સ્ટ 1982. ધ ગ્રોથ ઓફ બાયોલોજિકલ થોટ: ડાયવર્સિટી, ઇવોલ્યુશન એન્ડ ઇનહેરિટન્સ . હાર્વર્ડ. p589
 48. લુપ્ત વસ્તીઓ પર સીધેસીધી પસંદગીના દબાણની કસોટીઓ, ચોક્કસપણે, શક્ય નથી. Gould, Stephen J.(1974): ઓરિજિન એન્ડ ફન્ક્શન ઓફ "બિઝારે" સ્ટ્ર્ક્ચર્સ - એન્ટલર સાઇઝ એન્ડ સ્કલ સાઇઝ ઇન 'આયરિશ ઇલ્ક' મેગાલોસેરોસ ગિગાન્ટીયુસ . ઇવોલ્યુશન 28 (2): 191-220. doi:10.2307/2407322 (પ્રથમ પાનાનું લખાણ)
 49. ડાર્વિન, ચાર્લ્સ 1871. ધ ડીસેન્ટ ઓફ મેન એન્ડ સીલેક્શન ઇન રીલેશન સેક્સ . મરે, લંડન.
 50. ધ કેસ વોઝ ટ્રીટેડ બાય ફિશર આર.એ. 1930. જીનેટિકલ થીયરી ઓફ નેચરલ સીલેક્શન . ઓક્સ્ફર્ડ. p134–139.
 51. ક્રોનિન, હેલન 1991. ધ આન્ટ એન્ડ ધ પીકોક: ઓલ્ટ્રુઇઝમ એન્ડ સેક્સ્યુઅલ સીલેક્શન ફ્રોમ ડાર્વિન ટુ ધ પ્રેઝન્ટ ડે . કેમ્બ્રિજ.
 52. રોઝેનબર્ગ કે.આર. 2005. ધ ઇવોલ્યુશન ઓફ મોડર્ન હ્યુમન ચાઇલ્ડબર્થ. એમ જે. ફીઝીકલ એન્થ્રોપોલોજી 35 , p89–124.
 53. ફ્રાઇડલેન્ડર, નેન્સી એન્ડ જોર્ડન, ડેવિડ કે. 1995. ઓબ્સ્ટેટ્રિક ઇમ્પ્લિકેશન્સ ઓફ નીનડેર્થલ રોબસ્ટિસિટી એન્ડ બોન ડેન્સિટી. હ્યુમન ઇવોલ્યુશન (ફ્લોરેન્સ) 9 : 331-342.
 54. મિલર, જ્યોફ્રી 2007. બ્રેઇન ઇવોલ્યુશન. ઇન ગેન્ગસ્ટેડ એસ.ડબલ્યુ. એન્ડ સિમ્પસન જે.એ. (eds) ધ ઇવોલ્યુશન ઓફ માઇન્ડ : ફન્ડામેન્ટલ ક્વેશ્ચન્સ એન્ડ કોન્ટ્રોવર્સીસ . ગીલ્ડફોર્ડ.
 55. હક્સલી, જુલિઆન 1942. ઇવોલ્યુશન ધ મોડર્ન સીન્થેસીસ . એલન એન્ડ ઉન્વિન, લંડન. p417
 56. હસ્કિન્સ સી.એલ. 1931. ધ ઓરિજિન ઓફ સ્પાર્ટિના ટાઉનસેન્ડી . જીનેટિકા 12 , 531.
 57. લેમોરુક્સ ડબલ્યુ.એફ. એન્ડ હટ્ટ એફ.બી. 1939. બ્રીડ ડિફરન્સીસ ઇન રેઝિસ્ટન્સ ટુ અ ડેફિસિઅન્સી ઇન વિટામિન બી1 ઇન ધ ફોલ. જે. એગ્રેકિ. Res. વોશિંગ્ટન 58 , 307–315.
 58. ૫૮.૦ ૫૮.૧ [ડોબ્ઝ્હાન્સ્કી ટી.] 1981. ડોબ્ઝ્હાન્સ્કીસ જીનેટિક્સ ઓફ નેચરલ પોપ્યુલેશન્સ . eds લેવોન્ટિન આરસી, મૂર જેએ, પ્રોવાઇન ડબલ્યુબી એન્ડ વોલેસ બી. કોલમ્બિયા યુનિવર્સિટી પ્રેસ એન.વાય. (N.Y.)
 59. એડગર એફ. એલ્લિન એન્ડ જેમ્સ એ. હોપસન 1992. ઇવોલ્યુશન ઓફ ધ ઓડિટરી સીસ્ટમ ઇન સીનેપ્સિદા ("મેમલ-લાઇક રેપ્ટાઇલ્સ" એન્ડ પ્રિમિટિવ મેમલ્સ) એઝ સીન ઇન ધ ફોસિલ રેકોર્ડ. સેક્શન IV (મેમલ્સ), ચેપ્ટર 28, પેજીસ 587-614 ઇન ધ ઇવોલ્યુશનરી બાયોલોજી ઓફ હીયરિંગ એડિટેડ બાય ડગ્લાસ બી. વેબ્સ્ટર, રિચાર્ડ આર. ફે, એન્ડ આર્થર એન. પોપર. સ્પ્રિન્ગર-વેર્લેગ. ISBN 0-312-25391-5
 60. નીલ શુબિન 2008. યોર ઇનપ ફિશ: અ જર્ની ઇન્ટો ધ 3.5-બિલિયન-યર હિસ્ટરી ઓફ ધ હ્યુમન બોડી પેન્થીઅન બુક્સ 2008. ISBN 978-0-19-954490-5 ચેપ્ટર 10, "ઇઅર્સ"
 61. પેનચેન, એલેક. 1992. ક્લાસિફિકેશન, ઇવોલ્યુશન એન્ડ ધ નેચર ઓફ બાયોલોજી. કેમ્બ્રિજ. ચેપ્ટર 4 હોમોલોજી એન્ડ ધ એવિડન્સ ફોર ઇવોલ્યુશન.
 62. ગોલ્ડ, સ્ટીફન જે એન્ડ એલિઝાબેથ એસ. વીર્બા 1982. એક્ઝેપ્ટેશન - એ મિસિંગ ટર્મ ઇન ધ સાયન્સ ઓફ ફોર્મ. પાલીઓબાયોલોજી 8, 1, 4–15.
 63. રાઇટ, સેવોલ 1932. ધ રોલ્સ ઓફ મ્યુટેશન, ઇનબ્રીડિંગ, ક્રોસબ્રીડિંગ એન્ડ સીલેક્શન ઇન ઇવોલ્યુશન. ઇન પ્રોસીડિન્ગ્સ ઓફ ધ સિક્સ્થ ઇન્ટરનેશનલ કોન્ગ્રેસ ઓન જીનેટિક્સ , p355–366.
 64. ચાર્લ્સ ડાર્વિન વોઝ ધ ફર્સ્ટ ટુ પુટ ફોર્વર્ડ સચ આઇડિયાઝ: બેરેટ્ટ પી.એચ. (ed) 1987. ચાર્લ્સ ડાર્વિન્સ નોટબુક્સ (1836–1844). કેમ્બ્રિજ.
 65. વાન વેલેન એલ. 1973. એ ન્યુ ઇવોલ્યુશનરી લો. ઇવોલ્યુશનરી થીયરી 1 , 1–30.
 66. ડાર્વિન ઇન ધ ઓરિજિન ઓફ સ્પીસીસ ટેલ્સ ધ સ્ટોરી ઓફ "એ વેબ ઓફ કોમ્પ્લેક્ષ રીલેશન્સ" ઇન્વોલ્વિન્ગ હર્ટસીસ (વિઓલા ટ્રાઇકલર ), રેડ ક્લોવર (ટ્રિફોલિયમ પ્રેટેન્સ, હમ્બલ-બીસ (બમ્બલબીસ), માઇસ એન્ડ રેટસ. ઓરિજિન , છઠ્ઠી એડિશન, p57.
 67. કોહ, લિઆન પિહ. 2004. સાયન્સ,Science, 305, 5690, 1632-1634, 10 સપ્ટેમ્બર 2004.
 68. પ્રાઇસ ટીડી, ક્વાર્નસ્ટ્રોમ એ એન્ડ ઇર્વિન ડીઇ 2003. ધ રોલ ઓફ ફીનોટાયપિક પ્લાસ્ટિસિટી ઇન ડ્રાઇવિંગ જીનેટિક ઇવોલ્યુશન. પ્રોક. બિઓલ. સાયન્સ . 270 p1433–1440.
 69. પ્રાઇસ ટી.ડી. 2006. ફિનોટાઇપ પ્લાસ્ટિસિટી, સેક્સ્યુઅલ સીલેક્શન એન્ડ ધ ઇવોલ્યુશન ઓફ કલર પેટર્ન્સ. જે એક્સ્પ બિઓલ. 209 p2368–2376
 70. મેનર્ડ સ્મિથ જે. 1993. ધ થીયરી ઓફ ઇવોલ્યુશન . કેમ્બ્રિજ. ત્રીજી એડિશન, p33.
 71. મૂર લોર્ના જી. એન્ડ રેજીન્સ્ટેઇનર જુદિથ જી. 1983. એડેપ્ટેશન ટુ હાઇ ઓલ્ટિટ્યુડ. એન્ન. રેવ. એન્થ્રોપોલોજી 12, p285–304.
 72. મેનર્ડ સ્મિથ ફિઝિયોલોજિકલી વર્સેટાઇલ શબ્દનો ઉપયોગ આ પ્રકારના પશુઓ માટે કરે છે. મેનર્ડ સ્મિથ જે. 1993. ધ થીયરી ઓફ ઇવોલ્યુશન. કેમ્બ્રિજ. ત્રીજી એડિશન, p32.
 73. સોબર, ઇલિયટ્ટ 1993. ફિલોસોફી ઓફ બાયોલોજી . ઓક્સ્ફર્ડ. p85–86
 74. વિલિયમ્સ, જ્યોર્જ સી. 1966. એડેપ્ટેશન એન્ડ નેચરલ સીલેક્શન: એ ક્રિટિક ઓફ સમ કરન્ટ ઇવોલ્યુશનરી થોટ . પ્રિન્સટોન. p8–10
 75. "અનુકૂલન આગોતરા હેતુના અસ્તિત્વ સિવાય ઉદ્ભવે છે તેવી પૂર્વધારણા છે, પરંતુ ક્યારેક તક મળતાં તે જીવસૃષ્ટિની તંદુરસ્તી પણ બદલે છે." ઓક્સ્ફર્ડ ડિક્શનરી ઓફ ઝૂલોજી'.ચોક્કસ વસવાટોમાં સંચાલનના સંદર્ભે તેની કુદરતી પસંદગી યાદચ્છિક પ્રક્રિયા ન હોવાને લીધે કોઇકને તક શબ્દ વિશે પ્રશ્ન હોઇ શકે છે. (જોકે, આ પ્રક્રિયા સ્ટોકેસ્ટિક કે સંભાવના આધારિત હોઇ શકે છે.)
 76. પિટેન્ડ્રિઘ સી.એસ. 1958. એડેપ્ટેશન, નેચરલ સીલેક્શન એન્ડ બીહેવિયર. ઇન એ. રો એન્ડ જ્યોર્જ ગેલોર્ડ સિમ્પ્સન (eds) બીહેવિયર એન્ડ ઇવોલ્યુશન . યેલ.
 77. મેય્ર, અર્ન્સ્ટ 1965. કોઝ એન્ડ ઇફેક્ટ ઇન બાયોલોજી. ઇન ડી. લર્નર (ed) કોઝ એન્ડ ઇફેક્ટ . ફ્રી પ્રેસ, ન્યુ યોર્ક. p33–50.
 78. મેય્ર, અર્ન્સ્ટ 1988. ટોવર્ડ અ ન્યુ ફિલોસોફી ઓફ બાયોલોજી. ચેપ્ટર 3 "ધ મલ્ટિપલ મીનિંગ્સ ઓફ ટેલીઓલોજિકલ".
 79. વિલિયમ્સ, જ્યોર્જ સી. 1966. એડેપ્ટેશન એન્ડ નેચરલ સીલેક્શન; એ ક્રિટિક ઓફ સમ કરન્ટ ઇવોલ્યુશનરી થોટ. પ્રકરણ 9. પ્રિન્સટોન
 80. મોનોદ, જેક્સ 1971. ચાન્સ એન્ડ નેસેસિટી: એન એસે ઓન ધ નેચરલ ફિલોસોફી ઓફ મોડર્ન બાયોલોજી. નોપ્ફ, ન્યુ યોર્ક. આઇએસબીએન 0-907061-05-0
 81. નેગલ, ઇ. 1977. ટેલીયોલોજી રીવિઝિટેડ: ગોલ-ડાઇરેક્ટેડ પ્રોસેસ ઇન બાયોલોજી. જર્નલ ઓફ ફિલોસોફી 74: 261–301.
 82. હલ ડી. એલ. 1981. ફિલોસોફી એન્ડ બાયોલોજી. ઇન જી. ફ્લોઇસ્ટેડ (ed) ફિલોસોફી ઓફ સાયન્સ નિજ્હોફ્ફ.