અમૃતા રાવ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અમૃતા રાવ
Amrita Rao during Thackeray interviews at Sun N Sand in Juhu (06) (cropped).jpg
જન્મ૭ જૂન ૧૯૮૧ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
અભ્યાસનું સ્થળસોફિયા કોલેજ, મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા&Nbsp;Edit this on Wikidata
કુટુંબપ્રતિકા રાવ Edit this on Wikidata
વેબસાઇટhttps://amritarao.website Edit this on Wikidata

અમૃતા રાવ (જન્મ ૧૭ જૂન ૧૯૮૧[૧]) એ એક ભારતીય અભિનેત્રી છે, જે બૉલિવૂડની ફિલ્મોમાં અભિનય કરે છે.

એક મૉડેલ તરીકે કારકિર્દીની શરૂઆત કરતાં, અમૃતા રાવે ફિલ્મ અબ કે બરસ (૨૦૦૨) થી અભિનયનો પ્રારંભ કર્યો, જેના માટે તેણીએ શ્રેષ્ઠ નવોદિતનો પુરસ્કાર જીત્યો હતો. ત્યાર બાદ તેણીએ કેન ઘોષની પ્રેમ કહાની ઇશ્ક વિશ્કમાં અભિનય કર્યો, અને ફિલ્મફૅરની શ્રેષ્ઠ નવોદિત-મહિલાની શ્રેણીમાં નામાંકન મેળવ્યું.

અંગત જીવન[ફેરફાર કરો]

અમૃતા રાવનો જન્મ મુંબઇના ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.[૨] તેણી મરાઠી ભાષા, હિન્દી ભાષા, અંગ્રેજી ભાષા તેમજ તેની માતૃભાષા કોંકણી બોલી જાણે છે.[૩] તેણીએ કેનોસા ઉચ્ચતર શાળા, મુંબઇમાં હાજરી આપી અને બાદમાં સોફિયા કોલેજમાં મનોવિજ્ઞાનની ડિગ્રી માટે પ્રવેશ મેળવ્યો. તેણીની નાની બહેન પ્રીતિકા રાવ પણ ફિલ્મ અભિનેત્રી છે.

કારકિર્દી[ફેરફાર કરો]

મૉડેલિંગ[ફેરફાર કરો]

સોફિયા કોલેજમાં ભણતી વખતે અમૃતાએ ફૅરેવર ફેસ ક્રીમની જાહેરાત માટે ઑડિશન આપ્યું. કૅડબરીની કડવા ચોથવાળી અને બ્રુ કૉફીની જાહેરાત પછી તેણીને બૉલિવૂડમાંથી ફિલ્મ નિર્દેશકોનાં પ્રસ્તાવો મળવા લાગ્યા.

અભિનય[ફેરફાર કરો]

અમૃતાએ અભિનયની શરૂઆત ૨૦૦૨ની ફિલ્મ અબ કે બરસથી કરી, ત્યાર બાદ તેણીએ ૨૦૦૩ની ફિલ્મ ઇશ્ક વિશ્કમાં પાયલનું પાત્ર ભજવ્યું. ૨૦૦૪માં તેની મસ્તી, મૈ હૂ ના, અને દીવાર ફિલ્મો રજુ થઇ. ૨૦૦૫માં વાહ! લાઇફ હો તો ઐસી, શિખર, અને ૨૦૦૬માં પ્યારે મોહન ફિલ્મો રજુ થઇ. તેણીએ ૨૦૦૬માં સૂરજ આર. બરજાત્યાની વિવાહમાં શાહિદ કપૂરની સામે કામ કર્યું.[૪] તેણીના અભિનયે તેને દાદાસહેબ ફાળકે અકાદમી પુરસ્કાર અપાવ્યો.

૨૦૦૬માં તેણીએ તેલુગુ ફિલ્મ અતિથીમાં મહેશ બાબુ સામે અભિનયનો પ્રારંભ કર્યો.[૫] ૨૦૦૮માં તેની માય નેમ ઇઝ એન્થોની ગોન્સાલ્વીસ અને વેલકમ ટુ સજ્જનપુર રજુ થઇ. ૨૦૦૮માં તેની વિક્ટરી, અને શોર્ટકટ રજુ થઇ.

પુરસ્કારો અને નામાંકન[ફેરફાર કરો]

ફિલ્મફૅર પુરસ્કાર[ફેરફાર કરો]

નામાંકિત

સ્ટાર સ્ક્રીન પુરસ્કાર[ફેરફાર કરો]

નામાંકિત

ઝી સિને પુરસ્કાર[ફેરફાર કરો]

નામાંકિત

આંતરરાષ્ટ્રિય ભારતીય ફિલ્મ અકાદમી (IIFA) પુરસ્કાર[ફેરફાર કરો]

વિજેતા

સ્ટારડસ્ટ પુરસ્કાર[ફેરફાર કરો]

વિજેતા

અન્ય પુરસ્કારો[ફેરફાર કરો]

ફિલ્મોની યાદી[ફેરફાર કરો]

વર્ષ ફિલ્મનું નામ ભૂમિકા પુરસ્કાર
૨૦૦૨ અબ કે બરસ અંજલિ થાપર/નંદિની
ધ લેજન્ડ ઓફ ભગત સિંઘ મન્નેવાલી
૨૦૦૩ ઇશ્ક વિશ્ક પાયલ મેહરા નામાંકિત, ફિલ્મફૅર શ્રેષ્ઠ મહિલા નવાગંતુક પુરસ્કાર
૨૦૦૪ મસ્તી આંચલ મેહતા
મૈં હૂં ના સંજના (સંજુ) બક્શી નામાંકિત, ફિલ્મફૅર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પુરસ્કાર
દિવાર રાધિકા
૨૦૦૫ વાહ! લાઇફ હો તો ઐસી પિયા
શિખર માધવી
૨૦૦૬ પ્યારે મોહન પિયા
વિવાહ પૂનમ
૨૦૦૭ હેય બેબી હેય બેબી ગીતમાં ખાસ દેખાવમાં
અથિધી અમૃતા તેલુગુ ફિલ્મ
૨૦૦૮ માય નેઇમ ઇઝ એન્થોની ગૉન્સાલ્વિસ રિયા
શૌર્ય નીરજા રઠોડ, કેમિઓ દેખાવમાં[૮]
વૅલકમ ટુ સજ્જનપુર કમલા વિજેતા, સ્ટારડસ્ટ શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
૨૦૦૯ વિક્ટરી નંદિની
શૉર્ટ કટ: ધ કૉન ઇઝ ઑન માનસી
લાઇફ પાર્ટનર અંજલિ કુમાર મહેમાન ભુમિકા
૨૦૧૦ જાને કહા સે આઇ હૈ અંજલિ કુમાર કેમિઓ દેખાવમાં
૨૦૧૧ લવ યુ...મી. કલાકાર! રિતુ
2013 જોલી એલ એલ બી સંધ્યા
2013 સિંહ સાબ ગ્રેટ શિખા ચતુર્વેદી
2013 સત્યાગ્રહ સુમિત્રા

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ટ્વીટર સ્ટેટસ અપડેટ ફ્રોમ અમૃતા રાવ્સ ઑફિશ્યલ અકાઉન્ટ". Retrieved ૨ મે ૨૦૧૦. Check date values in: |accessdate= (મદદ)
  2. બ્રાહ્મણ
  3. http://www.rediff.com/movies/2006/nov/23amrita.htm
  4. "Top 5: 'બાબુલ' શેકી; 'D2' અને 'વિવાહ' બિગ હિટ્સ!". વિવાહ: બૉક્સ ઑફિસ. Retrieved 2006-12-16. Check date values in: |accessdate= (મદદ)
  5. "અમૃતા રાવ ઇન અતિથી". Retrieved ૨૬ ડિસેમ્બર ૨૦૦૬. Check date values in: |accessdate= (મદદ)
  6. "રંગ દે, ઓમકારા સ્વીપ સ્ક્રીન નૉમિનેશન્શ". હિરો હૉન્ડા સ્ટાર સ્ક્રીન ઍવોર્ડ્સ નૉમિનેશન લિસ્ટ. Retrieved ૨૪ ડિસેમ્બર ૨૦૦૬. Check date values in: |accessdate= (મદદ)
  7. "હિરો હૉન્ડા સ્ટાર જોડી નં. ૧". હિરો હૉન્ડા સ્ટાર જોડી નં. ૧ નૉમિનેશન લિસ્ટ. Retrieved ૨૪ ડિસેમ્બર ૨૦૦૬. Check date values in: |accessdate= (મદદ)
  8. ઇન્ડિયા એફ એમ આર્ટીકલ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]