લખાણ પર જાઓ

અય્યાવળિ

વિકિપીડિયામાંથી

અય્યાવળી (IPA: [aia:vərɪ])(Tamil:அய்யாவழி Ayyavali[1] -"પિતાનો માર્ગ") એ એક ધર્મિક પંથ ચે જે દક્ષિણ ભારતમાં ૧૯મી સદીમાં શરૂ થયો. તેને ઘણાં વિધ્વાનો દ્વારા એક સ્વતંત્ર એકાંતવાદી ધર્મ માનવામાં આવે છે પણ ભારતીય વસ્તી ગણતરીમાં આ પંથના ભક્તો મોટે ભાગે પોતાની હિંદુ જ ગણાવે છે. આથી આ પંથ ને એક હિંદુ પંથ પણ માનવામાં આવે છે.

અય્યાવળી પરંપરાનું પવિત્ર ચિન્હ

અય્યાવળી, અય્યા વૈકુંઠરના જીવન અને સીખ પર અધારીત છે અને તેની પ્રેરણા અને તત્વચિંતન અકિલાથિરત્તુ અન્નામલાઇ અને અરુલ નૂલ પર અધારિત છે. આ અનુસાર વૈકુંઠર નારાયણના મનુ અવતાર હતાં. અય્યાવળી પોતાને ઘણી બધી પ્રણાલિકાઓ અને પૌરાણિક કથાઓ હિંદુત્વમાંથી લે છે અને ઘણી બીજી તેની પોતાની છે. “સારા સામે ખરાબ “ ધર્મ આદિ બાબતો માં તે હિંદુત્વ થી જુદો તરી આવે છે. અય્યાવળીનું કેન્દ્ર ધર્મ હોવાથી ઘણા તેને જુદા ધાર્મિક ધર્મ તરીકે ગણે છે. જો કે અય્યાવળીમાં અંતિમ ધ્યેય આદર્શ ધર્મ યુગમ (યુગ્મ)માં છે જેને સ્વર્ગની અબ્રાહ્મિક સરખામણી ગણી શકાય.

૧૯મી સદીમાં અય્યાવળી સૌ પ્રથમ લોકોની નજરમાં એક હિંદુ પંથ તરીકે આવી. વૈકુંઠરના કાર્યો અને તેમના ભક્તોની વધતી જતી સંખ્યાએ ત્રાવણકોર અને તમિળ સમાજમાં બદલાવ અને ક્રાંતિ લાવીૢ જેથી ત્યારનો જમીનદારી દક્ષિણ ભારત સમાજ ખૂબ નવાઇ પામ્યો. ભલે અય્યાવળીના સમર્થકો આખા ભારતમાં ફેલાયેલા છે પણ તેમના બહુસંખ્ય લોકો તમિળનાડુ અને કેરળમાં છે. લગભગ ૭ થી ૮ લાખ લોકો તેમાં માનતા હોવાનું કહેવાય છે, જોકે તેમની ચોક્કસ સંખ્યા મેળવવી મુશ્કેલ છે કેમકે મોટાભાગે લોકો પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે.

અય્યાવળીનો જડપી વિકાસ મધ્ય ૧૯મી સદીના ખ્રીસ્તી મિશનરીઓ પણ નોંધી હતી.