લખાણ પર જાઓ

અષ્ટાધ્યાયી

વિકિપીડિયામાંથી

અષ્ટાધ્યાયી એ સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ છે. આ ગ્રંથ આઠ અધ્યાય અને પ્રત્યેક અધ્યાય ચાર-ચાર પાદમાં વિભાજિત છે. આઠ અધ્યાય હોવાથી ગ્રંથનું નામ અષ્ટાધ્યાયી છે. અષ્ટાધ્યાયી ઉપરાંત તેને અષ્ટક, શબ્દાનુશાસન જેવા નામોથી ઓળખવામાં આવે છે. અષ્ટાધ્યાયીના કર્તા પાણિનિ છે.

દરેક પાદમાં અમુક સંખ્યામાં સૂત્રો છે, જ્યારે સૂત્રોની કુલ સંખ્યા લગભગ ૪૦૦૦ છે.

પાણિનિએ પોતાના સંસ્કૃત વ્યાકરણનાં સૂત્રોનો આઠ અધ્યાયમાં રચેલો ગ્રંથ. સૂત્રોની સંક્ષિપ્તતા જાળવવા માટે અને સાથોસાથ સૂત્રો સંદિગ્ધ અને અર્થહીન ન રહે તે માટે તેમાં સંસ્કૃત વર્ણમાળાને ચૌદ પ્રત્યાહાર (ટૂંકાં રૂપ બનાવવા માટેનાં) સૂત્રોમાં ગોઠવીને ‘શિવસૂત્રો’ કે ‘માહેશ્વરસૂત્રો’ તરીકે શરૂઆતમાં મૂકવામાં આવ્યાં છે. તેનાં પ્રથમ ચાર સૂત્રોમાં દીર્ઘ પ્રકાર સિવાયના સ્વરો, પાંચમા અને છઠ્ઠા સૂત્રમાં અંત:સ્થ વર્ણો, સાતમામાં અનુનાસિક વ્યંજનો, આઠમા અને નવમામાં ‘ક’ વગેરે વર્ગના ત્રીજા અને ચોથા (ઘોષ) વ્યંજનો, અગિયારમા અને બારમા સૂત્રમાં એક વર્ગના પહેલા અને બીજા (અઘોષ) વ્યંજનો તેમજ તેરમા અને ચૌદમા સૂત્રમાં ઉષ્માક્ષરો આપ્યા છે.