લખાણ પર જાઓ

અ સોંગ ઓફ આઇસ એંડ ફાયર

વિકિપીડિયામાંથી

અ સોંગ ઓફ આઇસ એન્ડ ફાયર એ અમેરિકન નવલકથાકાર અને પટકથાકાર જ્યોર્જ આર. આર. માર્ટિન દ્વારા રચયિત કાલ્પનિક નવલકથાઓની શ્રેણી છે. [] સૌપ્રથમ નવલકથા, ગેમ ઓફ થ્રોન્સ, 1996 માં પ્રકાશિત થઈ હતી. અત્યાર સુધી આયોજિત સાત ખંડમાંથી પાંચ ખંડ પ્રકાશિત થયા છે. માર્ટિન અત્યારે છઠ્ઠો ખંડ, ધ વિન્ડ્સ ઓફ વિન્ટર લખી રહ્યા છે.

ઓગસ્ટ 2016 સુધીમાં, આ પુસ્તકોની વિશ્વભરમાં 70 મિલિયનથી વધુ નકલો વેચાઈ છે[] અને, 2017 સુધીમાં, 47 ભાષાઓમાં અનુવાદ થયા છે. ચોથો અને પાંચમો ગ્રંથ, ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ બેસ્ટ સેલર સૂચિની ટોચ પર પહોંચ્યો હતો.[][] આ ઉપરાંત નવલકથા પર આધારિત અનેક પ્રિક્વલ નવલકથાઓ, એક ટીવી શ્રેણી, કોમિક બૂક અને ઘણા કાર્ડ, બોર્ડ અને વિડિઓ ગેમ્સ બન્યા છે.

આ નવલકથા પર આધારિત ટીવી શ્રેણી ગેમ ઑફ થ્રોન્સ ના સાત વિભિન્ન સીઝન આવી ચુક્યાં છે.

અ સોંગ ઓફ આઇસ એંડ ફાયર શ્રેણી હેઠળ નીમ્નલિખિત પુસ્તકો પ્રકાશિત થયા છે. []

  • અ ગેમ ઓફ થ્રોન્સ (1996)
  • અ ક્લેશ ઓફ કિંગ્સ (1998)
  • અ સ્ટોર્મ ઓફ સ્વોર્ડસ (2000)
  • અ ફિસ્ટ ફોર ક્રોઝ (2005)
  • અ ડાન્સ વિથ ડ્રેગન્સ ( 2011)
  • ધ વિન્ડ્સ ઓફ વિન્ટર (આગામી)
  • અ ડ્રીમ ઓફ સ્પ્રિંગ (આગામી)

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "A Song of Ice and Fire". Wikipedia (અંગ્રેજીમાં). 2018-04-18.
  2. Flood, Alison (2016-08-05). "Game of Thrones: an epic publishing story". the Guardian (અંગ્રેજીમાં). મેળવેલ 2018-04-18.
  3. Flood, Alison (2015-04-10). "'George RR Martin revolutionised how people think about fantasy'". the Guardian (અંગ્રેજીમાં). મેળવેલ 2018-04-18.
  4. grrm (2017-01-16). "Another Precinct Heard From". Not A Blog. મેળવેલ 2018-04-18.
  5. "A Song of Ice and Fire". Wikipedia (અંગ્રેજીમાં). 2018-04-18.