આઈઝિસ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આઈઝિસ
Isis.svg
આઈઝિસ દેવી
ચિહ્નટાયૅટ
સાથીઓઝિરિસ, મિન, સેરાફિઝ, હોરસ(પ્રથમ)
માતા-પિતાગૅબ અને નટ
ભાઇ-બહેનઓઝિરિસ, સૅટ, નેફથાયસ, હોરસ(પ્રથમ)
સંતાનહોરસ, મિન, હોરસના ચાર દિકરા

આઈઝિસ(Isis) ઇજિપ્તની પૌરાણિક કથાઓમાં દેવી હતી. તે ઓઝિરિસની બહેન અને પત્ની હતી, અને તેઓના દિકરાનું નામ હોરસ હતું. આઈઝિસ બાળકોને સુરક્ષિત રાખે છે, બિમારોને સાજા કરે છે અને તે જાદુની પણ દેવી છે. તે પ્રાચિન મિશ્રની સૌથી મહાન દેવી છે.

શક્તિઓ[ફેરફાર કરો]

આઈઝિસ પાસે રક્ષણ અને જાદુની ઘણી બધી શક્તિઓ છે. તેને રા પણ કહેવામાં આવે છે. તેની શક્તિઓનું શ્રેષ્ઠ ઉદાહરણ એ છે જ્યારે તે, પોતાની શક્તિઓ વડે ઓઝિરિસને એક રાત માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર પાછો લાવે છે. તેની શક્તિઓ ઘણી મજબુત છે.

શારીરિક દેખાવ[ફેરફાર કરો]

આઈઝિસ ના માથા પર એક સૂર્ય ની તકતી દર્શાવાય છે. તેણીને એક રાણી તરીકે બતાવવામાં આવે છે, આઈઝિસને હંસનું ઇંડું પણ કહેવામાં આવે છે કારણ કે ગૅબ આઈઝિસના પિતા છે અને તેમનું પ્રતિકચિહ્ન હંસ છે. તેણી રાણી હોવાનો સંકેત આપવા તેના માથા પર સિંહાસન પણ દર્શાવાય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]