આઈસલેંડનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
આઈસલેંડ
Flag of Iceland.svg
પ્રમાણમાપ૧૮:૨૫
અપનાવ્યોજૂન ૧૭, ૧૯૪૪
રચનાભૂરા ક્ષેત્રમાં સફેદ કિનારીવાળો લાલ નોર્ડીક ક્રોસ
રચનાકારમથ્થીઆસ પોર્રોઆર્સન

આઈસલેંડનો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ હાલના સ્વરૂપે ઈસ ૧૯૧૫માં દેખાયો હતો. ત્યારે તેમાં ક્રોસ સફેદ રંગનો હતો અને લાલ રંગ બાદમાં રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવતી વખતે ઉમેરવામાં આવ્યો હતો.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

ધ્વજમાં ક્રોસ ખ્રિસ્તી ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. ધ્વજ પાછળની લોક વાયકા એવી છે કે ઇસ્ટોનિયા સાથેના ધર્મયુદ્ધ દરમિયાન ડેનમાર્કનું સૈન્ય હારતું હતું અને તેમણે પ્રભુને સહાય માટે પ્રાર્થના કરી અને ધ્વજ આકાશમાંથી પડ્યો અને સૈન્ય યુદ્ધ જીતી ગયું. આમ આઈસલેંડ એક સમયે ડેનમાર્કના શાસન હેઠળ હતું એટલે તેમને પણ આ ધ્વજ લાગુ પડ્યો જે આઈસલેંડને આઝાદી મળ્યા બાદ પણ ચાલુ રખાયો છે.