લખાણ પર જાઓ

આધાશીશી (રોગ)

વિકિપીડિયામાંથી

આધાશીશી (હિન્દી:एकतरफा अधकपारी; અંગ્રેજી:Unilateral Migraine) એ એક જાતની બિમારી છે. આ બિમારીમાં કોઈ એક તરફના માથાના ભાગમાં સખત દુ:ખાવો થાય છે. સવાર થી ચાલુ થયેલ દુ:ખાવો સૂરજ ચઢવાની સાથે વધતો જાય છે, બપોરે ચાલુ રહે છે અને સાંજે સૂરજ ઢળે ત્યારે જ ધીરે ધીરે રાહત થાય છે. આવા સમયે દર્દીને ઓરડામાં અંધારું કરીને સૂઈ જવાથી પણ સારું લાગે છે. ઉનાળાના સમયમાં આ તકલીફ અવારનવાર થાય છે. આ સમય દરમિયાન ઉબકા, ઉલટી ઉપરાંત પ્રકાશ, ગંધ અને અવાજ પ્રત્યે સંવેદનશીલતા જેવાં લક્ષણો પણ જોવા મળે છે[૧].

આયુર્વેદમાં જણાવ્યા મુજબ આ પિત્તનો રોગ છે. પિત્ત વધે તેવો ખોરાક, ચિંતા, ગુસ્સો, માનસિક તાણ તેમ જ વ્યસનના અતિરેક જેવાં કારણોને લીધે આધાશીશીનો રોગ લાગુ પડે છે.

એક્યુપંકચર આ રોગ મટાડવામાં પ્રભાવી છે[૨].

સંદર્ભો[ફેરફાર કરો]