આમળાં

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

Lua error in package.lua at line 80: module 'Module:No globals' not found.

આમળાં, એક સ્વાસ્થ્યવર્ધક ફળ

આમળાં એક નાનાં કદનું તથા લીલા રંગ ધરાવતું ફળ છે. આ ફળનો સ્વાદ ખાટો હોય છે. આયુર્વેદમાં આ ફળને અત્યંત સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવેલું છે. આમળાં વિટામિન 'સી' મેળવવા માટેનો સર્વોત્તમ અને પ્રાકૃતિક સ્રોત છે. આ ફળમાં વિદ્યમાન વિટામિન 'સી' નષ્ટ થતું નથી. આ ફળ ભારે, રુક્ષ, શીતળ, અમ્લ રસ પ્રધાન, લવણ રસ સિવાયના શેષ પાંચેય રસ ધરાવતું, વિપાક માટે મધુર, રક્તપિત્ત અને પ્રમેહના રોગને હરનારું, અત્યંત ધાતુવર્દ્ધક તથા રસાયણ છે. આ ફળ 'વિટામિન સી'નો સર્વોત્તમ ભંડાર ગણાય છે. આમળાં દાહ, પાંડુરોગ, રક્તપિત્ત, અરુચિ, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસ રોગ, કબજિયાત, ક્ષય, છાતીના રોગ, હૃદય રોગ, મૂત્ર વિકાર આદિ અનેક રોગોને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. વીર્યને પુષ્ટ કરીને પૌરુષત્વમાં વધારો કરે છે, તથા શરીરની ચરબી ઘટાડીને મોટાપો દૂર કરે છે. માથા પર આવેલા વાળને કાળા, લાંબા અને જાડા રાખે છે. વિટામિન સી એવું નાજુક તત્વ હોય છે જે ગરમીના પ્રભાવને કારણે નષ્ટ થઇ જાય છે, પરંતુ આમળાંમાં રહેલું વિટામિન 'સી' નષ્ટ થતું નથી.

રાસાયણિક ઘટકો[ફેરફાર કરો]

આમળાંના ૧૦૦ ગ્રામ જેટલા રસમાં ૯૨૧ મિ.ગ્રા. તથા ગરમાં ૭૨૦ મિ.ગ્રા. જેટલું વિટામિન સી મળી આવે છે. આર્દ્રતા ૮૧.૨, પ્રોટીન ૦.૫, ચરબી ૦.૧, ખનિજ દ્રવ્ય ૦.૭, કાર્બોહાઇડ્રેટ્સ ૧૪.૧, કેલ્શિયમ ૦.૦૫, ફૉસ્ફોરસ ૦.૦૨, પ્રતિશત, લોહતત્વ ૧.૨ મિ.ગ્રા., નિકોટિનિક એસિડ ૦.૨ મિ.ગ્રા. જેટલું મળી આવે છે. આ ઉપરાંત આમાં ગૈલિક એસિડ, ટૈનિક એસિડ, શર્કરા (ગ્લૂકોઝ), આલબ્યૂમિન, કાષ્ઠજ વગેરે તત્વ પણ જોવા મળે છે.

લાભ[ફેરફાર કરો]

આમળાં દાહ, પાંડુરોગ, રક્તપિત્ત, અરુચિ, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસ રોગ, કબજિયાત, ક્ષય, છાતીના રોગ, હૃદય રોગ, મૂત્ર વિકાર આદિ અનેક રોગોને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. વીર્યને પુષ્ટ કરીને પૌરુષત્વમાં વધારો કરે છે, તથા શરીરની ચરબી ઘટાડીને મોટાપો દૂર કરે છે. માથા પર આવેલા વાળને કાળા, લાંબા અને જાડા રાખે છે. દાંત તથા પેઢાંની ખરાબી, કબજિયાત, રક્ત વિકાર, ચર્મ રોગ, પાચન શક્તિમાં ખરાબી, નેત્ર જ્યોતિ ઘટવી, વાળ મજબૂત ન હોવા, માથાનો દુખાવો, ચક્કર, નકસીર, રક્તાલ્પતા, બલ-વીર્યમાં કમી, અલ્પ આયુમાં બુઢાપાનાં લક્ષણ પ્રગટ થવાં, યકૃતની કમજોરી તેમજ ખરાબી, સ્વપ્નદોષ, ધાતુ વિકાર, હૃદય વિકાર, ફેફસાંની ખરાબી, શ્વાસ રોગ, ક્ષય, દૌર્બલ્ય, પેટ કૃમિ, ઉદર વિકાર, મૂત્ર વિકાર આદિ અનેક વ્યાધિઓના વ્યાપને દૂર કરવાને માટે આમળાંનું સેવન અત્યંત ઉપયોગી નીવડે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વિકિસ્રોત
વિકિસ્રોતમાં આમળાંને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.