આમ્રપાલી (કેરી)

વિકિપીડિયામાંથી
આમ્રપાલી કેરી
આમ્રપાલી કેરી

આમ્રપાલી કેરીની એક જાત છે. આ જાત નવી દિલ્હી સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થાએ વિકસાવી હતી. આમ્રપાલીના આંબા કદમાં નાના (વામન) હોય છે અને તેના ફળોમાં કેરોટિનનું ઉચ્ચ પ્રમાણ જોવા મળે છે. આ વિવિધતા બાગાયત માટે સારી છે. પ્રતિ હેક્ટર ૧૬૦૦ છોડ વાવવામાં આવે છે.

આ જાત દશેરી અને નીલમના સંવર્ધન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ જાતના ફળો જૂનના અંતમાં પાકવા લાગે છે. ફળો મીઠા અને સ્વાદિષ્ટ હોય છે અને તેમાં પાતળા દાણા હોય છે. આ પ્રકારના ઝાડની લંબાઇ બહુ હોતી નથી તેથી તેને ઘરના બગીચામાં પણ સરળતાથી લગાવી શકાય છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]