આયોજન પંચ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભારત દેશમાં આઝાદી પછી પંદરમી માર્ચ, ૧૯૫૦ના રોજ યોજના આયોગની રચના કરવામાં આવી હતી. આ આયોગના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. આ ઉપરાંત એના ઉપાધ્યક્ષ હોય છે. એમની સાથે અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, વ્યવસ્થાપન અને જાહેર વહીવટ જેવાં ક્ષેત્રોનાં નિષ્ણાંત સભ્યો તેમાં કામ કરે છે.

યોજના આયોગ દેશના વિકાસ માટે દૂરલક્ષી યોજના, પંચવર્ષીય યોજના તેમજ વાર્ષિક યોજના એમ ત્રણ પ્રકારની યોજનાઓ તૈયાર કરે છે.

આ આયોગ દ્વારા બાર જેટલી પંચવર્ષીય યોજનાઓ તૈયાર કરી અમલમાં મૂકવામાં આવેલ છે.

ઇ.સ.1 જાન્યુઆરી ૨૦૧૫થી 'યોજના આયોગ'નું સ્થાન 'નીતિ આયોગ' દ્વારા લેવામાં આવ્યું છે. નીતિ આયોગ ભારત સરકારની નીતિ નિર્માણ ની થિંક ટેક છે. નીતિ આયોગની અંદર શોધ શાખા, ટીમ ઇન્ડિયા શાખા, પરામર્શ શાખા જેવી શાખાઓનો સમાવેશ થાય છે.