લખાણ પર જાઓ

આલ્બાટ્રૉસ

વિકિપીડિયામાંથી

આલ્બાટ્રૉસ એક દરિયાઈ પક્ષીની મોટી પ્રજાતિ છે. તે દક્ષિણ પેસિફિક અને એન્ટાર્કટિકાના ઠંડા વિસ્તારમાં જોવા મળે છે. આલ્બાટ્રૉસની ચાંચની ટોચ પર આવેલા નાસિકાછિદ્રો તેને આગવી પ્રતિભા બક્ષે છે. []

નામો અને વર્ગીકરણ

[ફેરફાર કરો]

દક્ષિણ સમુદ્રમાં આલ્બાટ્રૉસની ૨૧ પ્રજાતિઓ જોવા મળે છે. પણ બદલાતા સમય સાથે તેમાંની ૧૯ પ્રજાતિઓ લુપ્ત થતી જોવા મળે છે. આલ્બાટ્રૉસએ પેટ્રેલ્સ નામના દરિયાઈ પક્ષીની નજીકનો સબંધ ધરાવે છે.[]

શારીરિક બાંધો

[ફેરફાર કરો]

આલ્બાટ્રૉસની પાંખોની લંબાઈ ૩.૫ મીટર કે તેથી વધારે હોય છે. તે સૌથી લાંબી પાંખો ધરાવતું પક્ષી છે. વેન્ડરિંગ આલ્બાટ્રૉસના શરીરની લંબાઈ ૧ મીટર જેટલી હોય છે. આલ્બાટ્રૉસ પક્ષી કાળા, સફેદ , કથ્થઈ , લાલ અને પીળા રંગનું મિશ્રણ ધરાવે છે. તેની લાંબી સાંકડી પાંખો, મોટું માથું અને લાંબી-મજબૂત હૂક ધરાવતી ચાંચને કારણે આલ્બાટ્રૉસ બધા અલગ પડે છે. તેની ધરધાર ચાંચથી તે સરળતાથી શિકાર કરે છે. તેના પગમાં ત્રણ અંગૂઠા હોય છે. જે એક બીજા સાથે જાળી આકારમાં જોડાયેલા હોય છે.[] []

આલ્બાટ્રૉસ માંસાહારી પક્ષી છે. તેનો ખોરાક માછલી અને અન્ય જળચર પ્રાણીઓ સ્ક્વીડ, ક્રીલ, કરચલા અને અન્ય સકવચ પ્રાણીઓ છે. [] []

રહેઠાણ

[ફેરફાર કરો]

પ્રજનનઋતુમાં તે સૂકા વિસ્તારમાં વસવાટ કરવાનું પસંદ કરે છે. અને ખડકાળ વિસ્તારમાં તેમનું રહેઠાણ બનાવે છે. જેમાં હજારો આલ્બાટ્રૉસ ભેગા થાય છે. નર પોતાના અવાજ થી માદને આકર્ષિત કરે છે. માદા આલ્બાટ્રૉસ ૫૦૦ ગ્રામ વજનનું ઈંડું મૂકે છે. નર અને માદા ૬૦ દિવસ સુધી વારાફરતી તેનું સેવન કરે છે. આલ્બાટ્રૉસ સૌથી લાંબુ જીવન ધરાવે છે. તેમનો સામન્ય જીવનકાળ ૪૦થી ૫૦ વર્ષનો હોય છે. [] []

વિશેષતા

[ફેરફાર કરો]

આલ્બાટ્રૉસ પોતાની પાંખોની લંબાઈ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.[] []

આલ્બાટ્રૉસ તેમની ઉડ્ડયન શક્તિ માટે જાણીતા છે. ભૂખરા માથાવાળું આલ્બાટ્રૉસ એક માહિનામાં પૃથ્વીનું પરિભ્રમણ કરી શકે છે. [] []

આ પક્ષી અઢારમી સદીના અંગેજી કવિ સેમ્યુઅલ ટેલર કોલોરિજની કવિતા ‘ધ રાઇમ ઓફ ધ એન્શિયન્ટમરીનર’ થી પ્રખ્યાત બન્યું હતું. []

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. 1 2 3 4 5 6 7 Nicolae Sfetcu (27 November 2014). The Birds World. Nicolae Sfetcu. pp. 517–524. GGKEY:AC7EES30T61. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  2. 1 2 3 4 5 6 "કીડ્ઝ ગાર્ડિયન ". Western India Media Pvt. Ltd. ૧૬ માર્ચ  ૨૦૧૯. {{cite magazine}}: Check date values in: |date= (મદદ); no-break space character in |date= at position 10 (મદદ); no-break space character in |title= at position 15 (મદદ)[હંમેશ માટે મૃત કડી]