લખાણ પર જાઓ

ઇન્દુ

વિકિપીડિયામાંથી

ઇન્દુ એ ૧૩મી સદીમાં થઈ ગયેલ લેખક હતા. તેમણ અષ્ટાંગહૃદયની ટીકા અને અષ્ટાંગસંગ્રહની ટીકા શશિલેખા લખેલ હતી.[][] તેમનો પ્રથમ નિર્દેશ હેમાદ્રિલિખિત અષ્ટાંગહૃદયની ટીકામાં મળે છે. કેરળના વૈદ્યોમાં પ્રચલિત દંતકથા મુજબ તંત્રયુક્તિવિચારના લેખક વૈદ્ય નીલમેઘે તેમને અષ્ટાંગહૃદયના લેખક વાગ્ભટ્ટના શિષ્ય કહ્યા છે. ૧૯૨૬માં વૈદ્ય ટી. રુદ્રપરાશવે શશિલેખા પ્રકાશિત કરી હતી.[][]

તેમના લખાણ પરથી એટલું અનુમાન લગાવી શકાય છે કે તેઓ હિંદુ બ્રાહ્મણ પરિવારમાંથી આવતા હતા અને શિવભક્ત હતા. તેઓએ વનસ્પતિના ઉલ્લેખોમાં કાશ્મીરમાં વપરાતા નામનો ઉલ્લેખ કરેલ હોવાથી તેઓ કાશ્મીરના હોવાનું અનુમાન છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ પનારા, બળદેવપ્રસાદ. "ઇન્દુ (13મી સદી)". ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ 2023-10-12.
  2. Gode, P. K. (1944). "Chronological Limits for the Commentary of Indu on the Aṣṭāṅgasaṁgraha of Vāgbhaṭa I". Annals of the Bhandarkar Oriental Research Institute. 25 (4): 217–230. ISSN 0378-1143.
  3. ૩.૦ ૩.૧ Subhaktha, P. K. (2001). "Indu and Bhattanarahari: the commentators of ayurvedic classical treatises". Bulletin of the Indian Institute of History of Medicine (Hyderabad). 31 (2): 155–159. ISSN 0304-9558. PMID 12841193.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]