ઉલમાન પ્રક્રિયા

વિકિપીડિયામાંથી

ઉલમાન પ્રક્રિયા (અંગ્રેજી: Ullamann reaction) ફ્રિટ્ઝ ઉલમાન દ્વારા વિકસાવવામાં આવી હતી. ડાયફિનાઈલ અને તેનાં વ્યુત્પન્નો તાંબું વાપરીને ઉલમાને બનાવ્યાં. ત્યાર પછી આ પ્રક્રિયાનો ઉપયોગ ઘણો જ બહોળા પ્રમાણમાં થયો.[૧]

ઉલમાન પ્રક્રિયા
ઉલમાન પ્રક્રિયા

પ્રક્રિયા[ફેરફાર કરો]

ઊંચા ઉષ્ણતામાને એરાઈલ હેલાઈડની તાંબાની હાજરીમાં પ્રક્રિયા થતાં ડાયફિનાઈલ અથવા તેનાં વ્યુત્પન્નો મળે છે.[૧]

ઉલમાન પ્રક્રિયા
ઉલમાન પ્રક્રિયા

એરાઈલ હેલાઈડમાં તાંબુ ધીમે ધીમે ઉમેરીને પ્રક્રિયા 100 °C થી 300 °C સે. તાપમાને થોડાક કલાક સુધી કરવામાં આવે છે. કેટલીક પ્રક્રિયાઓમાં ડાય-મિથાઈલ ફોર્મેમાઈડ દ્રાવક વાપરીને કરવામાં આવે તો નીપજ સારી મેળવી શકાય છે. કૉપર કે કૉપર બ્રૉન્ઝને બદલે ઇલેક્ટ્રોલેટિક કૉપર વાપરવામાં આવે તો નીપજનું પ્રમાણ વધારી શકાય છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ કાપડિયા, જી. એસ. (૧૯૯૮). નામ-પ્રક્રિયાઓ (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૧૭–૧૧૮.