ઊંઘને લગતી બીમારી (સ્લીપ ડિસઓર્ડર)
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ઊંઘને લગતી બીમારી (સ્લીપ ડિસઓર્ડર) | |
---|---|
ખાસિયત | Neurology, sleep medicine, psychiatry |
સ્લીપ ડિસઓર્ડર (સોમનીપથી) એ વ્યક્તિ કે પ્રાણીની ઊંઘના પ્રકારની તબીબી અવ્યવસ્થા છે. કેટલાક સ્લીપ ડિસઓર્ડર એટલા ગંભીર હોય છે કે સામાન્ય શારીરિક, માનસિક અને ભાવનાત્મક કામગીરીમાં હસ્તક્ષેપ કરી શકે છે. પોલિસોમોગ્રાફી એ કેટલાક સ્લીપ ડિસઓર્ડર્સ માટે કરવામાં આવતો સામાન્ય ટેસ્ટ છે.
ઊંઘમાં ખલેલ પહોંચવા માટે દાંત કચડાવા (બ્રક્સિઝમ)થી લઈને રાતનો ભય સુધીના અનેક કારણો જવાબદાર હોઈ શકે. વ્યક્તિને જ્યારે કોઈ દેખીતા કારણ વગર ઊંઘવામાં તકલીફ પડે ત્યારે તેનો ઉલ્લેખ અનિદ્રા તરીકે કરવામાં આવે છે.[૧] આ ઉપરાંત સ્લીપ ડિસઓર્ડરથી વધારે પડતી ઊંઘની સમસ્યા પણ થઈ શકે, આ સ્થિતિ હાઇપરસોમનીયા તરીકે ઓળખાય છે. માનસિક, તબીબી કે પદાર્થોના દુરુપયોગથી થતી ઊંઘની ગેરવ્યવસ્થાના સંચાલન માટે નીચેની સ્થિતિ પર ભાર મૂકવો જોઈએ.
સામાન્ય ડિસઓર્ડર્સ
[ફેરફાર કરો]સૌથી સામાન્ય સ્લીપ ડિસઓર્ડર્સ આ પ્રમાણે છેઃ
- પ્રાથમિક અનિંદ્રાઃ આ લક્ષણો માટે કોઇ દેખીતા કારણો ન હોય ત્યારે ઊંઘવામાં કે ઊંઘ ટકાવી રાખવામાં લાંબા પડતી મુશ્કેલી.
- બ્રક્સિઝમઃ ઊંઘતી વખતે અસ્વૈચ્છિક રીતે દાંચ કચડાવા અથવા જકડાઇ જવા.
- ડિલેડ સ્લીપ ફેઝ સિન્ડ્રોમ (ડીએસપીએસ (DSPS))- સામાજિક રીતે સ્વીકૃત સમયે ઊંઘમાંથી જાગવાની કે ઊંઘવાની અક્ષમતા, પરંતુ ઊંઘ જાળવવા અંગે કોઇ સમસ્યા ન હોય. આ સર્કેડિયન રિધમ્સની સમસ્યા છે. (અન્ય આવા ડિસઓર્ડર્સમાં એડવાન્સ્ડ સ્લીપ ફેઝ સિન્ડ્રોમ (એએસપીએસ (ASPS)), નોન 24 અવર સ્લીપ વેક સિન્ડ્રોમ (નોન-24), અને ઇરેગ્યુલર સ્લીપ વેક રિધમનો સમાવેશ થાય છે, તમામ ડીએસપીએસ (DSPS) કરતા ઓછા સામાન્ય, તથા ટ્રાન્ઝિયન્ટ જેટ લેગ અને શિફ્ટ વર્ક સ્લીપ ડિસઓર્ડરનો સમાવેશ થાય છે.
- હાઇપોપનિયા સિન્ડ્રોમઃ ઊંઘતી વખતે અસામાન્ય ઓછો શ્વાસોચ્છવાસ અથવા ધીમી શ્વાસ પ્રક્રિયા.
- નાર્કોલેપ્સીઃ એક્સેસિવ ડેટાઇમ સ્લીપીનેસ (ઇડીએસ (EDS)) ઘણી વાર અયોગ્ય સમયે અનિચ્છાએ તરત ઊંઘી જવું.
- કેટાપ્લેક્સીઃ મોટર સ્નાયુઓમાં અચાનક નબળાઇ આવી જવી જેનાથી ભોંય પર પડી જવાની શક્યતા રહે.
- નાઇટ ટેરરઃ પેવર નોક્ટર્નસ , સ્લીપ ટેરર ડિસઓર્ડર, ઊંઘમાંથી અચાનક ઊઠી જવું જે દરમિયાન આતંકિત થયા હોય તેવી વર્તણૂક કરવી.
- પેરાસોમનિયાઃ વિક્ષેપ પેદા કરતી ઊંઘ આધારિત ઘટનાઓ જેમાં ઊંઘ દરમિયાન અયોગ્ય કામગીરી કરવામાં આવે, ઊંઘમાં ચાલવું અને રાત્રી-ભય તેના ઉદાહરણ છે.
- પિરિયોડિક લિમ્બ મુવમેન્ટ ડિસઓર્ડર (પીએલએમડી (PLMD))- ઊંઘ દરમિયાન હાથ અને પગોનું અચાનક અસ્વૈચ્છિક હલનચલન, ઉદાહરણ તરીકે પગથી લાતો મારવી. નોક્ટર્નલ માયોક્લોનસ તરીકે પણ ઓળખાય છે. હિપ્નીક જર્ક પણ જુઓ જે ડિસઓર્ડર નથી.
- રેપિડ આઇ મૂવમેન્ટ બિહેવિયર ડિસઓર્ડર (આરબીડી (RBD))- આરઇએમ (REM) સ્લીપ (આરઇએમ (REM) સ્લીપ ડિસઓર્ડર અથવા આરએસડી (RSD)) દરમિયાન હિંસક અને નાટ્યાત્મક સ્વપ્નો આવવા.
- રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ (આરએલએસ (RLS))- પગ હલાવવા માટેની પ્રબળ ઇચ્છા. આરએલએસ (RLS)નો ભોગ બનનારા લોકો ઘણી વાર પીએલએમડી (PLMD) પણ ધરાવે છે.
- પરિસ્થિતિ આધારિત સર્કાડિયન રિધમ સ્લીપ ડિસઓર્ડર્સઃ શિફ્ટ વર્ક સ્લીપ ડિસઓર્ડર (એસડબલ્યુએસડી (SWSD)) અને જેટ લેગ.
- સ્લીપ એપનિયા અને મોટા ભાગે પ્રતિરોધક સ્લીપ એપનિયાઃ ઊંઘ દરમિયાન હવાના માર્ગમાં અવરોધ, તેનાથી પૂરતા પ્રમાણમાં ગાઢ ઊંઘ ન આવવી, ઘણી વાર તેની સાથે નસકોરા બોલાવવા. સ્લીપ એપનિયાના અન્ય સ્વરૂપો ઓછા સામાન્ય છે.
- સ્લીપ પેરાલિસિસઃ તેમાં ઊંઘ પહેલા કે પછી ટૂંકા ગાળામાં શરીરમાં કામચલાઉ ધોરણે પક્ષઘાતની અસર થાય છે. સ્લીપ પેરાલિસિસની સાથે દૃશ્ય, શ્રાવ્ય કે સ્પર્શને લગતો આભાસ થાય છે. તે તીવ્ર ન હોય ત્યાં સુધી ડિસઓર્ડર નથી. ઘણી વાર નાર્કોલેપ્સીના ભાગ તરીકે જોવામાં આવે છે.
- ઊંઘમાં ચાલવું અથવા સોમ્નામ્બુલિઝમઃ સામાન્ય રીતે જાગૃત અવસ્થામાં કરવામાં આવતી હોય તેવી પ્રવૃત્તિ કરવી. (જેમ કે ખાવું અથવા કપડાં પહેરવા), જેમાં વિષયની સભાન જાણકારી વગર ચાલવાનો સમાવેશ થાય છે.
- નોક્ટરિયાઃ રાતના સમયે વારંવાર ઉભા થઈને પેશાબ કરવા માટે બાથરૂમ જવાની જરૂર પડવી. તે ન્યુરેસિસ કે પથારી ભીની કરવા કરતા અલગ છે જેમાં વ્યક્તિ ઊંઘમાંથી જાગતી નથી, છતાં મુત્રાશય ખાલી થઈ જાય છે.[૨]
- સોમ્નીફોબિયાઃ ઊંઘનો ભય લાગવો.
પ્રકારો
[ફેરફાર કરો]- ડિસસોમનિયા – ઊંઘને લગતા ડિસઓર્ડરની એક વિશાળ કેટેગરી જેને હાઇપરસોમનોલેન્સ અથવા ઇનસોમનિયા દ્વારા અલગ કરવામાં આવે છે. ત્રણ મુખ્ય પેટા કેટેગરીમાં અંતર્ગત (શરીરની અંદરથી પેદા થવું), બહિર્ગત (પર્યાવરણીય સ્થિતિથી અથવા વિવિધ પેથોલોજિક સ્થિતિથી સહાયક) અને સર્કેડિયન રિધમના વિક્ષેપમાં. એમઇએસએચ (MeSH)
- અનિંદ્રા
- નાર્કોલેપ્સી
- સ્લીપ ડિસઓર્ડર્ડ બ્રિથિંગ (એસડીબી (SDB)), તેમાં સામેલ છે (સંપૂર્ણ નથી)
- સ્લીપ એપનિયાના કેટલાક પ્રકારો
- નસકોરાં
- અપર એરવે રેઝિસ્ટન્સ સિન્ડ્રોમ
- અશાંત પગનું સિન્ડ્રોમ
- સમયાંતરે અંગોની હલનચલનનું ડિસઓર્ડર
- હાઇપરસોમનિયા
- રિકરન્ટ હાઇપરસોમનિયા- ક્લેઇન લેવિન સિન્ડ્રોમ સહિત
- પોસ્ટટ્રોમેટિક હાઇપરસોમનિયા
- “હેલ્ધી” હાઇપરસોમનિયા
- સર્કેડિયન રિધમ સ્લીપ ડિસઓર્ડર્સ
- ડિલેડ સ્લીપ ફેઝ સિન્ડ્રોમ
- એડવાન્સ્ડ સ્લીપ ફેઝ સિન્ડ્રોમ
- નોન-24 કલાક સ્લીપ વેક સિન્ડ્રોમ
- પેરાસોમનિયા – સ્લીપ ડિસઓર્ડરની એક કેટેગરી જેમાં ઊંઘને સંબંધિત અસામાન્ય અને અકુદરતી હલનચલન, વર્ણતૂક, ભાવનાઓ, ધારણાઓ અને સ્વપ્નો હોય છે.
- આરઇએમ (REM) ઊંઘની વર્તણૂકને લગતું ડિસઓર્ડર
- સ્લીપ ટેરર
- ઊંઘમાં ચાલવું (અથવા સોમનામ્બુલિઝમ)
- બ્રક્સિઝમ (દાંત કચડવા)
- પથારી ભીની કરવી અથવા ઊંઘમાં પેશાબ કરવો
- ઊંઘમાં બોલવું (અથવા સોમ્નીલોગી)
- ઊંઘમાં સેક્સ (અથવા સેક્સસોમનિયા)
- એક્સપ્લોડિંગ હેડ સિન્ડ્રોમ – મોટા અવાજનો ઘોંઘાટ સાંભળતા રાતે ઉઠવું.
- તબીબી અથવા સાઇકિયાટ્રિક પરિસ્થિતિ જેમાં સ્લીપ ડિસઓર્ડર થઇ શકે
- સાયકોસિસ (જેમ કે સ્કિઝોફ્રેનિયા)
- મૂડ ડિસઓર્ડર્સ
- ડિપ્રેશન
- ચિંતા
- ભય
- આલ્કોહોલિઝમ
- ઊંઘની બિમારી – એક પરોપજીવી બીમારી જે ત્સેત્સે માખી દ્વારા ફેલાય છે.
સારવારના સામાન્ય સિદ્ધાંતો
[ફેરફાર કરો]સ્લીપ ડિસઓર્ડર માટેની સારવારને સામાન્ય રીતે ચાર પ્રકારમાં વિભાજિત કરી શકાય
- વર્તણૂક/ સાયકોથેરાપ્યુટિક સારવારો
- પુનઃવસવાટ /સંચાલન
- દવાઓ
- અન્ય સોમેટિક સારવારો
સ્લીપ ડિસઓર્ડર ધરાવતા તમામ દર્દીઓ માટે આ પૈકી કોઇ સામાન્ય ઉપાયો પૂરતા નથી. તેના બદલે ચોક્કસ સારવાર પદ્ધતિની પસંદગીનો આધાર દર્દીના નિદાન, તબીબી અને મનોવૈજ્ઞાનિક ઇતિહાસ અને પસંદગીઓ પર તેમ જ સારવાર કરનાર ક્લિનિસિયનની કુશળતા પર રહેલો છે. ઘણી વાર વર્તણૂક આધારિત/સાયકોથેરાપ્યુટિક અને ફાર્માકોલોજિકલ ઉપાયો એક બીજાથી અસંગત હોતા નથી અને મહત્તમ થેરેપ્યુટિક લાભ માટે તેને એક સાથે અમલમાં મૂકી શકાય છે. માનસિક, તબીબી અને પદાર્થોના દુરુપયોગ ઉપરાંત ઊંઘને લગતી મુશ્કેલી હોય ત્યારે તેનું વ્યવસ્થાપન નીચેની શરતો પર કેન્દ્રીત હોવું જોઇએ.
દવાઓ અને સોમેટિક સારવારો ઊંઘને લગતી સમસ્યામાંથી સૌથી વધુ ઝડપી લક્ષણ આધારિત રાહત આપી શકે છે. કેટલાક ડિસઓર્ડર્સ જેમ કે નાર્કોલેપ્સીને ફાર્માકોલોજિકલ રીતે સૌથી સારી રીતે સારવાર આપી શકાય છે. અન્ય, જેમ કે લાંબા ગાળાની કે પ્રાથમિક અનિંદ્રા વધુ ટકાઉ પરિણામો સાથે વર્તણૂક આધારિત દરમિયાનગીરીથી સુધારી શકાય છે.
વિકાસ અથવા મનોવૈજ્ઞાનિક ડિસઓર્ડર ધરાવતા 70 ટકા બાળકોને લાંબા ગાળાની ઊંઘને લગતા ડિસઓર્ડર હોય છે, તેના વિશે ઓછી નોંધ લેવાય છે અને અપૂરતી સારવાર અપાય છે. જે બાળકોમાં શાળાનો સમય અને કુદરતી સર્કેડિયન તાલ વચ્ચે સુસંગતતા ન હોય તેવા કિશોર વયના બાળકોમાં પણ ઊંઘના તબક્કાને લગતી સમસ્યા સામાન્ય છે. અસરકારક સારવારની શરૂઆત કાળજીપૂર્વક નિદાનથી થાય છે જેમાં ઊંઘની ડાયરીઓ અને કદાચ ઊંઘના અભ્યાસનો સમાવેશ થાય છે. ઊંઘના હાઇજીનમાં ફેરફાર કરવાથી સમસ્યાનો ઉકેલ આવી શકે છે. પરંતુ ઘણી વાર તબીબી સારવારની જરૂર પડે છે.[૩]
ઓબ્સ્ટ્રક્ટિવ એપનિયા, સર્કેડિયન રિધમ ડિસઓર્ડર્સ અને બ્રક્સિઝમ જેવી કેટલીક સમસ્યાઓની સારવાર માટે વિશેષ સાધનોની જરૂર પડી શકે છે. આ કિસ્સાઓમાં જ્યારે તે તીવ્ર હોય ત્યારે સારી રીતે સંચાલિત રહી ડિસઓર્ડરની સાથે જીવવું ઘણી વાર જરૂરી બની જાય છે.
કેટલાક સ્લીપ ડિસઓર્ડર ગ્લુકોઝ મેટાબોલિઝમ (ચયાપચય)ને અસર કરતા હોવાનું જાણવા મળ્યું છે.[૪]
ઊંઘની દવાઓ
[ફેરફાર કરો]આરઇએમ (REM) સ્લીપ અને સ્લીપ એપનિયાની શોધ સહિત, 20મી સદીમાં ઊંઘ વિશે ઝડપથી વધી રહેલા જ્ઞાનના કારણે ઊંઘની તબીબી જરૂરિયાતને માન્યતા મળી છે. તબીબી સમુદાયે સ્લીપ એપનિયા જેવા પ્રાથમિક સ્લીપ ડિસઓર્ડર તથા અન્ય સ્થિતિઓમાં ઊંઘની ભૂમિકા અને ગુણવત્તા પર અગાઉ કરતા વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. અમેરિકામાં 1970ના દાયકા સુધીમાં ઊંઘ અને સ્લીપ ડિસઓર્ડર્સના અભ્યાસ માટે ક્લિનિક્સ તથા પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી હતી તથા તેના ધોરણો માટે જરૂરિયાત પેદા થઈ હતી.
અમેરિકામાં આંતરિક દવાઓ, પારિવારીક દવાઓ, પિડિયાટ્રીક્સ, ઓટોલેરીંગોલોજી, સાયકિયાટ્રી અને ન્યુરોલોજીમાં ઊંઘની દવાઓને હવે સબસ્પેશિયાલિટી તરીકે માન્યતા મળી છે. સ્લીપ મેડિસિન (ઊંઘની દવા)માં પ્રમાણપત્ર દર્શાવે છે કે સ્પેશિયાલિસ્ટેઃ
"એવી ક્લિનિકલ પરિસ્થિતિઓના નિદાન અને વ્યવસ્થાપનમાં કુશળતા મેળવી છે જે ઊંઘ દરમિયાન થાય છે, ઊંઘને અસર કરે છે અથવા જાગવાના-ઊંઘવાના ચક્ર દરમિયાન વિક્ષેપથી અસરગ્રસ્ત છે. આ સ્પેશિયાલિસ્ટ (વિશેષજ્ઞ) સંપૂર્ણ પોલિસોમનોગ્રાફીના પૃથક્કરણ અને અર્થઘટનમાં કુશળતા ધરાવે છે અને સ્લીપ લેબોરેટરીમાં ઉભરતા રિસર્ચ અને વ્યવસ્થાપનથી સારી રીતે માહિતગાર છે."[૫]
સ્લીપની દવાઓ વિશે કુશળતા મેળવવા માટે અનેક પ્રકારના ડિસઓર્ડર્સ વિશે સમજણ મેળવવી જરૂરી છે જેમાંથી ઘણામાં સમાન લક્ષણો હોય છે જેમ કે દિવસ દરમિયાન વધારે પડતું ઊંઘવું, જે સંકલ્પ આધારિત ઉંઘ દૂર કરવાની ગેરહાજરીમાં “એક ઓળખી શકાય તેવા અને સારવારપાત્ર સ્લીપ ડિસઓર્ડરથી પેદા થાય છે” જેમ કે સ્લીપ એપનિયા, નાર્કોલેપ્સી, આઇડિયોપેથિક, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (સીએનએસ (CNS)) હાઇપરસોમનિયા, ક્લેઇન-લેવિન સિન્ડ્રોમ, માસિક સ્ત્રાવ સંબંધિત હાઇપરસોમનિયા, આઇડિયોપેથિક રિકરન્ટ સ્ટુપોર અથવા સર્કેડિયન રિધમ સમસ્યાઓ વગેરે.[૬] અન્ય સામાન્ય ફરિયાદ અનિંદ્રાને લગતી છે. તેમાં ઘણા લક્ષણો હોય છે જેના અનેક વિવિધ કારણો- શારિરીક અને માનસિક હોય છે. વિવિધ પરિસ્થિતિમાં સંચાલનમાં ઘણો ફેરફાર હોય છે અને યોગ્ય નિદાન વગર તેનો અમલ કરી શકાતો નથી.
સ્લીપ ડેન્ટીસ્ટ્રી (બ્રક્સિઝમ, નસકોરા અને સ્લીપ એપનિયા)ને નવ ડેન્ટલ વિશેષતાઓમાં માન્યતા નથી આપવામાં આવી, પરંતુ અમેરિકન બોર્ડ ઓફ ડેન્ટલ સ્લીપ મેડિસિન (એબીડીએસએમ (ABDSM)) દ્વારા બોર્ડ પ્રમાણપત્ર માટે લાયક ઠરે છે. પરિણામે પેદા થતા ડિપ્લોમેટ દરજ્જાને અમેરિકન એકેડેમી ઓફ સ્લીપ મેડિસિન (એએએસએમ (AASM)) દ્વારા માન્યતા અપાઇ છે અને આ દાંતના નિષ્ણાતોને એકેડેમી ઓફ ડેન્ટલ સ્લીપ મેડિસિન (યુએસએ (USA))માં સામેલ કરવામાં આવે છે.[૭] લાયકાત ધરાવતા ડેન્ટીસ્ટ્સ માન્યતાપ્રાપ્ત ઊંઘ કેન્દ્રો ખાતે સ્લીપ ફિજિશિયન્સ સાથે જોડાણ કરીને મૌખિક એપ્લાયન્સ થેરેપી અને અપર એરવે સર્જરી કરી શકે છે જેનાથી ઊંઘને લગતી શ્વાસોચ્છવાસની સમસ્યાની સારવાર અથવા નિયંત્રણ કરી શકાય છે.[૮]
યુકેમાં ઊંઘની દવાઓ અને નિદાન અને સારવારની સંભાવનાઓ વિશે જાણકારી ઓછી હોવાનું જણાય છે. ઇમ્પિરિયલ કોલેજ હેલ્થકેર સ્લીપ સેન્ટરના ડાયરેક્ટરને ટાંકીને ગાર્ડિયન ડોટ યુકે (Guardian.co.uk) જણાવે છે, “એક સમસ્યા એ છે કે દેશમાં ઊંઘની દવાઓ વિશે ઓછી તાલીમ આપવામાં આવી છે. સ્લીપ ફિજિશિયન્સ અંગે કોઇ માળખા આધારિત તાલીમ આપવામાં આવતી નથી.”[૯] ઇમ્પિરિયલ કોલેજ હેલ્થકેર સાઇટ[૧૦] ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા સિન્ડ્રોમ (ઓએસએ (OSA)) પર ધ્યાન આપે છે અને બહુ ઓછા અન્ય સ્લીપ ડિસઓર્ડરની નોંધ લેવાઇ છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]- ઓડિટરી માસ્કીંગ
- ક્રોનોટાઇપ્સ
- પર્યાવરણીય ઘોંઘાટથી આરોગ્ય પર અસર
- સ્લીપ ડિસઓર્ડર્સનું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ
- નેશનલ સ્લીપ ફાઉન્ડેશન
- વિરૂદ્ધ વનસ્પતિજન્ય લક્ષણો
- સ્લીપ હાઇજીન
- સનડાઉનિંગ (ડેમેન્તિયા)
- વ્હાઇટ નોઇસ મશીન
- ઊંઘની દવાઓ
- પોલીસોમ્નોગ્રાફી
- પોલિસોમ્નોગ્રાફિક ટેકનિશિયન
બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]- ઊંઘની સમસ્યાઓઃ માનસિક આરોગ્ય ચેરિટી ધ રોયલ કોલેજ ઓફ સાયકિયાટ્રીસ્ટ્સનું માહિતીપ્રદ ચોપાનિયું.
- સ્લીપિંગ ડિસઓર્ડર્સની યાદી સંગ્રહિત ૨૦૧૧-૦૩-૧૩ ના રોજ વેબેક મશિન
- સ્લીપ ડિસઓર્ડર ઇપેશન્ટ વેબસાઇટ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Hirshkowitz, Max (2004). "Chapter 10, Neuropsychiatric Aspects of Sleep and Sleep Disorders (pp 315-340)". માં Stuart C. Yudofsky and Robert E. Hales, editors (સંપાદક). Essentials of neuropsychiatry and clinical neurosciences (Google Books preview includes entire chapter 10)
|format=
requires|url=
(મદદ) (4 આવૃત્તિ). Arlington, Virginia, USA: American Psychiatric Publishing. ISBN 9781585620050. મેળવેલ 2009-12-06....insomnia is a symptom. It is neither a disease nor a specific condition. (from p. 322)
Cite uses deprecated parameter|chapterurl=
(મદદ); Cite has empty unknown parameters:|origmonth=
,|month=
,|coauthors=
, and|origdate=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ www.sleepfoundation.org
- ↑ Ivanenko A and Massey C (October 1, 2006). "Assessment and Management of Sleep Disorders in Children". Psychiatric Times. 23 (11). મૂળ માંથી ડિસેમ્બર 24, 2009 પર સંગ્રહિત. મેળવેલ જૂન 1, 2011.
- ↑ Keckeis M, Lattova Z, Maurovich-Horvat E, Beitinger PA, Birkmann S, Lauer CJ, Wetter TC, Wilde-Frenz J, Pollmächer T. (2010). "Impaired glucose tolerance in sleep disorders". PloS 1. 3 (5): 9444. doi:10.1371/journal.pone.0009444. PMC 2830474. PMID 20209158.CS1 maint: multiple names: authors list (link)
- ↑ "American Board of Medical Specialties : Recognized Physician Specialty and Subspecialty Certificates". મૂળ માંથી 2012-05-08 પર સંગ્રહિત. મેળવેલ 2008-07-21. Cite has empty unknown parameter:
|month=
(મદદ) - ↑ Mahowald, M.W. (2000). "What is causing excessive daytime sleepiness?: evaluation to distinguish sleep deprivation from sleep disorders" (Online, full text). Postgraduate Medicine. 107 (3): 108–23. doi:10.3810/pgm.2000.03.932. મૂળ સંગ્રહિત માંથી 2008-05-30 પર સંગ્રહિત. મેળવેલ 2008-07-27. Unknown parameter
|month=
ignored (મદદ) - ↑ "About AADSM". Academy of Dental Sleep Medicine. 2008. મેળવેલ 2008-07-22.
- ↑ "About the ADBSM". American Board of Dental Sleep Medicine. મેળવેલ 2008-07-22. Cite has empty unknown parameters:
|month=
and|coauthors=
(મદદ) - ↑ Wollenberg, Anne (July 28 2008). "Time to wake up to sleep disorders". Guardian News and Media Limited. મેળવેલ 2008-08-03. Check date values in:
|date=
(મદદ) - ↑ "Sleep services". Imperial College Healthcare NHS Trust. 2008. મૂળ માંથી 2008-10-04 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-02.