ઋજુ ઉદર સ્નાયુ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ઢાંચો:Muscle infobox ઋજુ ઉદર સ્નાયુ એ સ્નાયુઓની એક એવી જોડી છે જે માનવ (અને કેટલાય અન્ય પ્રાણીઓમાં) ઉદરની આંતરિકદિવાલમાં બન્ને બાજુએ ઉભા આવેલા હોય છે. આ બે સમાંતર સ્નાયુઓ, શ્વેત રેખા તરીકે ઓળખાતી સંયોજક પેશીના મધ્યરેખી પટ્ટા દ્વારા વિભાજીત થયેલા હોય છે. તે જધન અસ્થિસંધિ/જઘન શિખાની ઉપરથી થઇને પશ્ચઉરોસ્થિ/ ઉરોસ્થિ પ્રવર્ધ અને નીચના કોસ્ટલ કાર્ટીલેજ (5-7) સુધી ઉપરની બાજુએ ફેલાયેલા હોય છે.
તે ઋજુ આવરણમાં આવેલું હોય છે.
ઋજુ સ્નાયુ પરથી સામાન્ય રીતે તંતુમય ત્રણ પટ્ટા આડા પસાર થતા હોય છે અને તે કંડરા ઇનસ્ક્રિપ્શનથી જોડાયેલા હોય છે. ઋજુસ્નાયુના ઉદરની રચનામાં "છ વિભાગ" (સિક્સ પેક) સૌથી સામાન્ય છે છતાં ભાગ્યેજ જોવા મળતા શારીરિક ફેરફારને કારણે આઠ, (એઇટ પેક), દસ અથવા અસમપ્રમાણ રીતે ગોઠવાયેલા વિભાગો જોવા મળે છે.[સંદર્ભ આપો] આ તમામ ફેરફારો કાર્યની દૃષ્ટિએ સમાન છે.
કાર્ય
[ફેરફાર કરો]ઋજુ ઉદર સ્નાયુ એક મહત્ત્વનો અંગસ્થિતિકીય સ્નાયુ છે. ક્રંચ કરતી વખતે તે કટિ મેરૂદંડના આકુંચન માટે જવાબદાર છે. પગ-થાપા ઉત્થાનની જેમ, નિતંબને જ્યારે ગોઠવવાની હોય છે ત્યારે પાંસળીપિંજરને જ્યાં નિતંબ છે ત્યાં લાવવામાં આવે છે અથવા જ્યારે પાંસળીપિંજર ગોઠવવાનું હોય છે ત્યારે નિતંબને પાંસળીપિંજર તરફ લઇ જઇ શકાય છે. જ્યારે એકને પણ જગ્યામાં ગોઠવવામાં આવતું નથી ત્યારે બંનેને એક સાથે લાવી શકાય છે.
ઋજુ ઉદર સ્નાયુ શ્વસનમાં સહાય કરે છે અને દર્દીને જ્યારે હાંફ ચઢે છે ત્યારે શ્વસનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.[સ્પષ્ટતા જરુરી] તે વ્યાયામ અથવા ભારે વજન ઉચકતી વખતે, બળપૂર્વક મળોત્સર્જન અથવા પ્રસુતિ (બાળકના જન્મ) જેવી પ્રક્રિયાઓ દરમિયાન આંતરિક અંગોને અકબંધ રાખવામાં અને અંતઃઉદર દબાણ પેદા કરવામાં મદદ કરે છે.
રૂધિર પુરવઠો
[ફેરફાર કરો]ઋજુ ઉદર સ્નાયુઓ ધમની રૂધિર પુરવઠાના કેટલાક સ્ત્રોત ધરાવે છે. પુનઃસર્જન શસ્ત્રક્રિયાની ભાષામાં કહીએ તો તે બે મુખ્ય પેડિકલ્સ સાથે મેથ્સ એન્ડ નહાઇ[૧] ટાઇપ-III સ્નાયુ છે. પ્રથમ, ગૌણ અધિજઠર ધમની અને શિરા (અથવા શિરાઓ) ઋજુ ઉદર સ્નાયુઓની પશ્ચ સપાટી પર આવેલી હોય છે, તે ચાપાકાર રેખા ખાતે ઋજુસ્નાયુ સંપટ્ટમાં પ્રવેશે છે અને સ્નાયુના નીચા ભાગને રૂધિર પુરું પાડે છે. બીજું, ઉપરી અધિજઠર ધમની, આંતરિક ઉરસીય ધમની ઉપરના ભાગને રૂધિર પુરું પાડે છે. અંતિમ, નીચેની છ અંતરાપર્શુક ધમનીમાંથી પણ અસંખ્ય નાના વિભાગીય યોગદાન આવે છે.
તંત્રિકાન્યાસ
[ફેરફાર કરો]સ્નાયુઓને વક્ષઉદરીય ચેતાઓ દ્વારા ઉત્તેજિત થાય છે જે ઋજુસ્નાયુ આવરણના અગ્રિમ સ્તરને વીંધે છે.
સ્થાન
[ફેરફાર કરો]ઋજુ ઉદર સ્નાયુએ લાંબો ચપટો સ્નાયુ છે જે ઉદરના સમગ્ર આગળના ભાગમાં આવેલા હોય છે અને શ્વેતરેખા દ્વારા તેની વિરુદ્ધ બાજુથી વિભાજિત થયેલા હોય છે. અસમાન કદના ત્રણ ભાગ દ્વારા સ્નાયુ પાંચમી, છઠ્ઠી અને સાતમી પાંસળીની કાસ્થિમાં દાખલ થયેલો છે. પાંચમી પાંસળીની કાસ્થિ સાથે જોડાયેલો ઉપરનો ભાગ સામાન્ય રીતે પાંસળીના ટોચના અગ્રભાગમાં પ્રવેશના કેટલાક તંતુઓ ધરાવે છે.
કેટલાક તંતુઓ પ્રસંગોપાત કોસ્ટોઅસ્યાભ અસ્થિબંધન અને ઉરોસ્થિ પ્રવર્ધની બાજુ સાથે જોડાયેલા હોય છે.
નુકસાન
[ફેરફાર કરો]ઉદરીય સ્નાયુ તણાવ, જેને ખેંચાયેલો ઉદરીય સ્નાયુ પણ કહેવાય છે, એ ઉદર દિવાલના કોઇ એક સ્નાયુને ઇજા છે. જ્યારે સ્નાયુ બહુ ખેંચાય છે ત્યારે સ્નાયુ તણાવ પેદા થાય છે. જ્યારે આવું થાય છે ત્યારે સ્નાયુ તંતુઓ ફાટી જાય છે. સામાન્ય રીતે તણાવ સ્નાયુની અંદર સુક્ષ્મદર્શક ભંગાણ પેદા કરે છે, પરંતુ પ્રસંગોતાપાત, ગંભીર ઇજામાં સ્નાયુ તેના જોડાણમાંથી તૂટી શકે છે.
પ્રાણીઓ
[ફેરફાર કરો]આ વિભાગને વિસ્તૃત કરવાની જરૂર છે દા.ત.: Animal examples needed. તમે તેમાં ઉમેરો કરીને મદદ કરી શકો છો. (January 2009) |
મોટા ભાગના પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ઋજ ઉદર સ્નાયુઓ સમાન હોય છે. પાણી અને માનવ સ્નાયુ વચ્ચે દેખીતો તફાવત તે છે કે પ્રાણીઓમાં કંડરીય છેદનની સંખ્યા અલગ હોય છે.
વધારાની તસવીરો
[ફેરફાર કરો]આ પણ જુઓ
[ફેરફાર કરો]- ઋજુ ઉદર સ્નાયુનાનું શાખાકરણ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ મેથ્સ એસજે, નહાઇ એફ. ક્લાસિફિકેશન ઓફ ધ વસ્ક્યુલર એનાટોમી ઓફ મસલ્સઃ એક્સપરિમેન્ટલ એન્ડ ક્લિનિકલ કોરિલેશન. પ્લાસ્ટ રિકન્સ્ટ્રક્ટ સર્જ. ફેબ્રુઆરી 1981;67(2):177-87.
બાહ્ય લિંકો
[ફેરફાર કરો]- ઢાંચો:MuscleLoyola
- ઢાંચો:GPnotebook
- ઢાંચો:SUNYAnatomyFigs – "અગ્રિમ વક્ષ દિવાલના સ્નાયુ અંસીય મુખ્ય સ્નાયુ દૂર કરીને."
- ઢાંચો:SUNYAnatomyLabs – "ઉરસીય દિવાલ: અગ્રિમ ઉરસીય દિવાલ"
- ઢાંચો:SUNYAnatomyFigs – "બાહ્ય ઉદરીય તિર્યક સ્નાયુનું છેદન અને પરાવર્તન."
- ઢાંચો:SUNYAnatomyFigs – "આંતરિક ઉદરીય તિર્યક સ્નાયુનું છેદન અને પરાવર્તન."
- ઢાંચો:SUNYAnatomyLabs – "અગ્રિમ ઉદરીય દિવાલ: ઋજુ ઉદરીય સ્નાયુ"
- ઢાંચો:ViennaCrossSection
- ઢાંચો:EMedicineDictionary
- ઢાંચો:RocheLexicon