એડ્લેબ્સ ઈમેજીકા થીમ પાર્ક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

એડ્લેબ્સ ઈમેજીકા થીમ પાર્ક (Adlabs Imagica) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ-પુના રાષ્ટ્રીય ધોરી માર્ગ તથા દ્રુત ગતિ માર્ગ પર આવેલા ખપોલી નજીક આવેલ એક મનોરંજન માટેનું સ્થળ છે. આ પાર્કના માલિક તથા વહીવટકર્તા એડ્લેબ્સ એન્ટરટ્રેઈનમેન્ટ લિમિટેડ (Adlabs Entertainment Limited (AEL)), જેના પ્રમોટર મનમોહન શેટ્ટી છે[૧]. ૧૬૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલું આ પાર્ક ૩૦૦ એકર જમીન પર ફેલાયેલું છે, જેને એપ્રિલ ૨૦૧૩માં ખુલ્લુ મુકવામાં આવ્યું છે[૨]. આ પાર્ક એકી સાથે ૨૦,૦૦૦ મુલાકાતીઓ આવી શકે એવી ક્ષમતા ધરાવે છે. પ્રથમ વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ૩૦ લાખ (૩ મિલિયન) લોકો અહીંની મુલાકાત લેશે એવો લક્ષ્યાંક મનમોહન શેટ્ટીએ રાખ્યો છે[૩]. આ થીમ પાર્ક ખાતે ૨૧ (એકવીસ) જેટલાં મનોરંજક આકર્ષણો ઉભાં કરવામાં આવ્યાં છે, જેમાં હિન્દી ચલચિત્ર મિ. ઈન્ડીયા આધારીત રાઈડ અને ભારતનું સૌથી વિશાળ રોલર કોસ્ટર નાઈટ્રો (Nitro) જેવાં આકર્ષણો હાલ ઉપલબ્ધ છે, જ્યારે વોટર પાર્ક તેમ જ ૩૦૦ રૂમ ધરાવતી હોટલ ભવિષ્યમાં તૈયાર કરવામાં આવશે[૪][૫].

આ થીમ પાર્કનું દૃશ્ય-શ્રાવ્ય ચિત્ર યુ-ટ્યૂબ પર ઉપલબ્ધ છે[૬].

વિભાગો[ફેરફાર કરો]

આ થીમ પાર્કને કુલ છ ભાગમાં વિભાજન કરવામાં આવેલ છે, જેનાં નામ વિશ્વના ખંડોને આધારે આપવામાં આવેલ છે.

 • વિવા યુરોપા (Viva Europa)
 • અરેબિયા (Arabia)
 • એશિયાના (Asiana)
 • અમેરિકાના (Americana)
 • ઈન્ડીયા (India)
 • જમ્બો આફ્રિકા (Jambo Africa)

આકર્ષણો[ફેરફાર કરો]

નાઈટ્રો (Nitro) રોલર કોસ્ટર
સ્ક્રીમ મશીન
 • રાજાસૌરસ રીવર એડ્વેન્ચર (Rajasaurus River Adventure)
 • કર્સ ઓફ સલીમગઢ (Curse of Salimgarh)
 • અલીબાબા અને ચાલીસ ચોર (Alibaba Aur Chalis Chorr)
 • મિ. ઈન્ડીયા (Mr. India- The Ride)
 • આઈ ફોર ઈન્ડીયા (I For India)
 • રેથ ઓફ ધ ગોડ (Wrath of the Gods)
 • સિનેમા ૩૬૦ - પ્રિન્સ ઓફ ધ ડાર્ક વોટર (Cinema 360- Prince of the Dark Waters
 • ડીપ સ્પેસ (Deep Space)
 • ગોલ્ડ રશ એક્સપ્રેસ (Gold Rush Express)
 • સ્પ્લેશ અહોય! (Splash Ahoy!)
 • બેન્ડીટ્સ ઓફ રોબિન હૂડ (Bandits of Robin Hood)
 • લોચ નેસ એક્સપ્લોરર(Loch Ness Expplorers)
 • સેવ ધ પાઈરેટ (Save the Pirate)
 • ટબી ટેઈક્સ ઑફ (Tubbby Takes Off)
 • મામ્બો ચાઇ ચામા (Mambo Chai Chama- Crazy Tea Cups)
 • ધ મેજીક કેરોસેલ (The Magic Carousel)
 • બમ્પ ઈટ બોટ્સ (Bump It Boats)
 • ડેર ડ્રોપ (D2 Dare Drop)
 • સ્ક્રીમ મશીન (Scream Machine)
 • નાઈટ્રો (Nitro) રોલર કોસ્ટર

ઉપહારગૃહો[ફેરફાર કરો]

 • રેડ બોનેટ અનેરીકન ડીનર (Red Bonnet American Diner)
 • ધ ઈમેજીકા કેપિટલ (The Imagica Capital)
 • ઝેઝે બાર + ગ્રીલ (ZEZE Bar+Grill)
 • રોબર્ટો'સ ફુડ કૉસ્ટર (Roberto's Food Coaster)
 • અરમાડા તપસ બાર (Arrmada Tapas Bar)

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Company Profile". Adlabs Imagica. Retrieved 2013-04-23. Check date values in: |accessdate= (મદદ)
 2. Sharma, Samidha (2012-11-27). "Adlabs founder bets big on theme parks". The Times of India. Check date values in: |date= (મદદ)
 3. D’Monte, Leslie (2012-12-18). "For Adlabs, a lot rides on new theme park". India: Live Mint. Check date values in: |date= (મદદ)
 4. Kohli-Khandekar, Vanita (2013-01-19). "Tea with BS: Manmohan Shetty". Business Standard. India. Check date values in: |date= (મદદ)
 5. Udasi, Harshikaa (2013-01-09). "For family and fun". The Hindu. Chennai. Check date values in: |date= (મદદ)
 6. Adlabs Imagica. "Adlabs Imagica theme park (Khopoli) opened from 18 April 2013 - MUST SEE !!! video of entire park". YouTube. Retrieved 2013-04-23. Check date values in: |accessdate= (મદદ)