એન્ડ્રોઇડ (ઓપરેટિંગ સિસ્ટમ)
એન્ડ્રોઇડ એ ગૂગલ દ્વારા બનાવામા આવેલ એક ઓપન સોર્સ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે જે Linux પર આધારિત છે. એન્ડ્રોઇડ મુખ્યત્વે ટચ સ્ક્રીન મોબાઇલ માટે વિકસાવવામાં આવ્યું હતું, જેને ઘણીવાર સ્માર્ટફોન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ ટેબ્લેટ કમ્પ્યુટર્સ માટે પણ થાય છે અને હવે તો તેનો ઉપયોગ કાર, ટેલિવિઝન, કાંડા ઘડિયાળો, નેટબુક્સ, ગેમિંગ કન્સોલ, ડિજિટલ એન્ડ્રોઇડ (OS) કેમેરા વગેરેમાં પણ થાય છે.
આ ઓપરેટિંગ સિસ્ટમમાં દરેક વસ્તુ ટચ આધારિત છે જેમ કે વર્ચ્યુઅલ કીબોર્ડ, સ્વાઇપિંગ, ટેપિંગ, પિંચિંગ વગેરે જે રોજિંદા ઉપયોગના હાવભાવો જેવા જ છે. તેમાં મોબાઈલ ગેમ્સ, કેમેરા વગેરે જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે જેના કારણે એન્ડ્રોઈડ વર્તમાન સમયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઓપરેટિંગ સિસ્ટમ બની ગઈ છે. એન્ડ્રોઇડ સિસ્ટમ માટેનો સોર્સ કોડ ગૂગલ દ્વારા ઓપન સોર્સ લાયસન્સ હેઠળ બહાર પાડવામાં આવ્યો હતો, પરંતુ મોટાભાગના એન્ડ્રોઇડ-આધારિત ઉપકરણો મફત, ઓપન અને પ્રોપ્રાઇટરી સોફ્ટવેર સામગ્રીના સંયોજન સાથે આવે છે. એન્ડ્રોઇડનો ઉપયોગ મોટે ભાગે ફોન, ટીવી વગેરેમાં થાય છે. એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન ગૂગલ પિક્ષલ પર આવી રહ્યું છે.
એન્ડ્રોઇડ એ સ્માર્ટફોન્સ પર 2011 થી અને ટેબ્લેટ પર 2013 થી વિશ્વભરમાં સૌથી વધુ વેચાતી ઓપરેટિંગ સિસ્ટમ છે. મે 2021 થી, તેના ત્રણ માસિક અબજથી વધુ સક્રિય વપરાશકર્તા ઓ છે, જે બધી જ ઓપરેટિંગ સિસ્ટમ મા સૌથી વધારે છે, [૧] અને જાન્યુઆરી 2021 થી, Google Play Store પર 3 મિલિઓન થી વધુ એપ્લિકેશન્સ છે . [૨] એન્ડ્રોઇડ 12 એ 4 ઓક્ટોબર, 2021 ના રોજ રીલિઝ થયું, તે નવીનતમ સંસ્કરણ છે. [૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Cranz, Alex (2021-05-18). "There are over 3 billion active Android devices". The Verge (અંગ્રેજીમાં). મેળવેલ 2022-03-24.
- ↑ "Number of Android applications on the Google Play store". AppBrain. મેળવેલ 2020-08-12.
- ↑ "Android 12 has been released to the Android Open Source Project".