ઑસ્ટ્રિયાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
ઑસ્ટ્રિયા
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યો૧૨૩૦
રચનાએક સરખા ત્રણ આડા પટ્ટા, લાલ, સફેદ અને લાલ.

ઑસ્ટ્રિયાનો રાષ્ટ્રધ્વજ એક સરખા ત્રણ આડા પટ્ટા, લાલ, સફેદ અને લાલ, ધરાવે છે.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

લોકવાયકા પ્રમાણે આ ધ્વજ ઔસ્ટ્રિયાના ડ્યુક લિઓપોલ્ડ પંચમનો (૧૧૫૭-૧૧૯૪) આવિષ્કાર છે. જે તેમનાં દ્વારા ખેલાયેલા ધર્મયુદ્ધોની પ્રતિષ્ઠા સમાન છે. એક યુદ્ધ દરમિયાન તેમનો સફેદ યુદ્ધપોષાક સંપૂર્ણ રક્તરંજીત બની ગયો માત્ર કમરબંધ બાંધેલો તેટલું વસ્ત્ર સફેદ રહી ગયું. આમ લાલ-સફેદ-લાલનું જે સંયોજન બન્યું તે ત્યાર પછી તેમનું પ્રતિક બની રહ્યું.