લખાણ પર જાઓ

કરચલો

વિકિપીડિયામાંથી

કરચલો એ પાણીમાં/જમીનપર રહેતું એક પ્રકાર નું crustracean જીવ છે. એક સંબંધિત સમાનાર્થ કરચલાનું માંસ છે. તેઓ જગતના બધા મહાસાગરોમાં, તાજા પાણીમાં અને જમીન પર વસે છે, સામાન્ય રીતે તેના અંગો જાડા કવચમાં અવરેલાં હોય છે અને એક જોડ પંજા હોય છે.

ઉત્પત્તિ[ફેરફાર કરો]

કરચલાનું શરીર સામાન્ય રીતે જાડા કવચથી આવરી લેવામાં આવેલું છે, જે મુખ્યત્વે અત્યંત ખનિજીકૃત ચીટિનના બનેલા છે, અને પંજા ના એક જોડ સાથે સશસ્ત્ર છે. કરચલા વિશ્વના તમામ મહાસાગરોમાં જોવા મળે છે, જ્યારે ઘણા કરચલાં તાજા પાણીમાં અને જમીન પર પણ થાય છે, તેઓ ખાસ કરીને ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં રહે છે. કરચલાં કદમાં અલગ અલગ હોય છે, જે થોડીક મિલીમીટરથી અમુક મીટર સુધી થાય છે. જાપાનીઝ સ્પાઈડર કરચલા 4 મીટર (13 ફુ) સુધીની લંબાઈના થાય છે.

કરચલાના આશરે 850 પ્રજાતિઓ છે;  તેઓ સમગ્ર વિશ્વમાં ઉષ્ણકટિબંધીય અને અર્ધ-ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે.

માનવ વપરાશ[ફેરફાર કરો]

મત્સ્યોદ્યોગ[ફેરફાર કરો]

કરચલાનું ઉત્પાદન દર વર્ષે દરિયાઈ ક્રસ્ટાસીસના 20 ટકા જેટલા એટલે 15 લાખ ટનનું છે. Portunus trituberculatus પ્રજાતિ તેમાના 20% છે.

કેટલીક પ્રજાતિઓમાં હાથે થી કરચલાના માંસને એક અથવા બંને પંજાથી ખેંચીને પાણીમાં જીવંત કરચલાને પાછા છોડી દેવામાં આવે છે. જે કરચલાઓ જીવી જશે તો પંજાને પુનઃ સ્થાપિત કરશે એવી માન્યતા છે.

વાનગીઓ[ફેરફાર કરો]

દુનિયાભરમાં ઘણાં વિવિધ રીતોમાં કરચલા તૈયાર કરી ખાવામાં આવે છે. કેટલીક પ્રજાતિઓ કવચ સહિત ખવાય છે, જેમ કે નરમ-કવચ વાળા કરચલા ; અન્ય (ખાસ કરી મોટા કદવાળા) પ્રજાતિઓના ફક્ત પંજા અથવા પગ ખાવામાં આવે છે. ઘણી સંસ્કૃતિઓમાં માદા કરચલાના ઈંડા પણ ખાવામાં આવે છે, જે સામાન્ય રીતે ફળદ્રુપ કરચલાઓમાં નારંગી અથવા પીળો દેખાય છે. આ દક્ષિણપૂર્વ એશિયાઈ સંસ્કૃતિઓમાં, કેટલાક ભૂમધ્ય અને ઉત્તરીય યુરોપીયન સંસ્કૃતિઓમાં, તેમજ પૂર્વી, ચેસાપીક અને અમેરિકાના દક્ષિણી ભાગમાં લોકપ્રિય છે.

કેટલાક પ્રદેશોમાં, મસાલાનો ઉપયોગ સ્વાદ સુધારવા કરાય છે. દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતમાં ભારે મસાલેદાર વાનગીઓ બનાવાય છે. ચેસાપીક ખાડી વિસ્તારમાં, વાદળી કરચલાને ઘણી વાર ઉકાળવામાં આવે છે. અલાસ્કન કીંગ કરચલા અથવા બરફ કરચલાના પગ સામાન્ય રીતે ફક્ત બાફી અને લસણ અથવા લીંબુ સાથે પીરસવામાં આવે છે.

બ્રિટિશ વાનગી ડ્રેસ્ડ ક્રેબમાં કરચલા માંસ કાઢવામાં આવે છે અને હાર્ડ શેલમાં મૂકવામાં આવે છે.

બનાવટી કરચલા , જેને સુરિમી પણ કહેવાય છે, તે માછલીના માંસમાંથી બનાવામાં આવે છે. જ્યારે તે રાંધણ ઉદ્યોગના કેટલાક ઘટકોમાં વાસ્તવિક કરચલા માટે અયોગ્ય રીતે ઓછું ગુણવત્તાવાળું અવેજી તરીકે ક્યારેક બદનામ થયું હોય, ત્યારે તે ઓછી કિંમત ના લીધે જાપાન અને દક્ષિણ કોરિયાની સુશી ઘટક તરીકે અને ઘર રસોઈમાં તે ખુબ લોકપ્રિય છે. મોટાભાગની પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયાઈ સંસ્કૃતિઓમાં સુરિમી પ્રોટીનનું અગત્યનું સ્રોત છે, જે માછલીના લાડુ અને માછલીના કેક જેવા વાનગીઓ બનાવામાં વપરાય છે.

પીડા[ફેરફાર કરો]

કરચલાં ઘણીવાર જીવંત ઉકાળવામાં આવે છે 2005 માં, નોર્વેના વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું હતું કે કરચલા પીડા અનુભવતા નથી.  જો કે, બોબ ઍલવૂડ અને બેલફાસ્ટમાં ક્વીન્સ યુનિવર્સિટીના મિરજમ એપેલ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હરમીટ ક્રેબે વિદ્યુત આંચકાઓ પર પ્રતિક્રિયા આપી હતી. આ સૂચવે છે કે કેટલાક ક્રસ્ટેશન્સ પીડા અનુભવે છે અને તેને યાદ રાખી શકે છે.