કલ્પના (કંપની)
Appearance
કલ્પના (કંપની)
કલ્પના ૧૯૮૦ થી ૧૯૯૦ ની વચ્ચે સીલીકોન વેલી સ્થિત કમ્પ્યુટર નેટવર્કીંગ માટેના સાધનોનું ઉત્પાદન કરતી કંપની હતી. કલ્પના ને ઇથરનેટ સ્વીચીંગના જનેતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓએ સૌપ્રથમ મલ્ટી-પોર્ટ નેટવર્ક સ્વીચ ની વિભાવના આપીને ૭ (સાત) પોર્ટવાળી EtherSwitch નામે ઇથરનેટ નેટવર્ક સ્વીચ ૧૯૮૯મા બનાવી. કલ્પનાએ ઈથરચેનલ(EtherChannel) નામની ટેકનોલોજી પણ શોધી, આ ટેકનોલોજીથી અનેક સમાંતર લીંક ચલાવીને વધારાની બેન્ડ-વિથ પૂરી પડાય છે. ૧૯૯૪માં કલ્પના કંપનીને સિસ્કો સિસ્ટમ્સ(Cisco Systems) દ્રારા હસ્તગત કરવામાં આવી.
ભારતીય મૂળના વિનોદ ભાર્દ્વરાજ અને લેરી બ્લેર (Larry Blair) મળીને આ કંપનીની સહ સ્થાપના કરી હતી આ કંપનીનું નામ વિનોદની પત્નીના નામ પરથી આપ્યું.