કળ

વિકિપીડિયામાંથી
સાદી કળનું પ્રતિક

કળ અથવા સ્વીચઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં વપરાતો વિદ્યુત ઘટક છે જે વિદ્યુત પરિપથને "જોડી" અથવા "તોડી" શકે છે. તે વિદ્યુત પ્રવાહ ને ડાયવર્ટ (પથબદલ) અથવા તો ઇન્ટરપ્ટ (હસ્તક્ષેપિત) પણ કરી શકે છે.[૧] જ્યારે સ્વીચ ઓપરેટ થાય છે ત્યારે તે વિદ્યુત પરિપથના વાહક ઘટકને દૂર કરે છે થવા તો તેનું પુનઃસ્થાપન કરે છે.

સ્વીચ આપણાથી પણ સંચાલિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે લાઇટ સ્વીચ અથવા કીબોર્ડ બટન. સ્વીચ હલનચલન પામતી વસ્તુ દ્વારા ચલાવી શકાય છે જેમ કે દરવાજો, અથવા દબાણ, તાપમાન અથવા પ્રવાહ માટે કેટલાક સંવેદનાત્મક તત્વ દ્વારા તે સંચાલિત થઈ શકે છે. સ્વીચમાં સંપર્કોના એક અથવા તો વધારે સેટ આવેલા હોય છે કે જે એક સાથે, વારાફરતી કે એક પેટર્નમાં ઓપરેટ થતાં હોય છે.

સ્વીચનો ઉપયોગ કોઈ પણ કંટ્રોલ સિસ્ટમમાં રહેલા પદાર્થના પરિવહનને રોકવા કે ચાલુ રાખવા, કોમ્પ્યુટરને ચાલુ બંધ કરવા અથવા તો વિદ્યુત પ્રવાહના વહન માટે એક કરતા વધારે માર્ગનું ચયન કરવા માટે પણ થતો હોય છે.[૧]

વર્ણન[ફેરફાર કરો]

સ્વીચમાં બે પ્રકારનાં સંપર્કો આવેલા હોય છે અને તે ધાતુ વડે બનેલા હોય છે. જ્યારે આ સંપર્કો એકબીજા સાથે જોડાય છે ત્યારે સ્વીચ વિદ્યુત પ્રવાહના વહન માટે જગ્યા પૂરી પાડે છે અને જ્યારે આ બંને સંપર્કો એકબીજાથી છૂટાં પડે છે ત્યારે તેમાંથી પ્રવાહનું વહન રોકાઈ જતું હોય છે.[૨] જ્યારે આ સંપર્કો જોડાયેલા હોય છે ત્યારે સ્વીચને ચાલુ કરી એમ કહેવામાં આવે છે, તેથી કોઈ પણ ઉપકરણ પોતે કાર્ય કરવાનું શરુ કરે છે અને જ્યારે આ સંપર્કો છૂટાં પડે છે ત્યારે સ્વીચને બંધ કરી એમ કહેવામાં આવે છે, ત્યારે ઉપકરણ કાર્ય કરવાનું બંધ કરે છે.

સંપર્ક માટે વપરાતું તત્વ એ સામાન્ય રીતે વધુ વાહકતા, ઉચ્ચ કાટ પ્રતિરોધક શક્તિ, ઉચ્ચ યાંત્રિક શક્તિ, સખતાઈ અને ઓછા મૂલ્યનું હોય છે. આ બધા પરિબળો સંપર્ક અવરોધ, વેટિંગ પ્રવાહ ને નિર્ધારિત કરે છે. ઘણી વાર આ સંપર્કોને ઉમદા ધાતુઓ વડે પ્લેટિંગ કરીને રાખવામાં આવે છે જેથી તેમને કાટ ન લાગે. અમુક વાર વાહક પ્લાસ્ટિક જેવા અધાતુનો પણ ઉપયોગ થાય છે.[૨]

પ્રકાર[ફેરફાર કરો]

  • લાઈટ સ્વીચ, કે જે પ્રકાશથી ચાલુ બંધ થાય છે.
  • થર્મોસ્ટેટ, જે ગરમીથી ચાલુ બંધ થાય છે.
  • વિદ્યુત સ્વીચ, જે પ્રવાહથી આપ મેળે ચાલુ બંધ થાય છે.
  • યાંત્રિક સ્વીચ, જેનો ઘરમાં સ્વીચ માટે ઉપયોગ કરાય છે.
  • ટાઈમ સ્વીચ, જે સમય થતાં જાતે જ ચાલુ અને બંધ થાય છે.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Switch". The Free Dictionary. Farlex. 2008. મેળવેલ 2008-12-27. CS1 maint: discouraged parameter (link)
  2. ૨.૦ ૨.૧ "Herley: Microwave Component Application Notes". web.archive.org. 2011-04-23. મૂળમાંથી અહીં સંગ્રહિત 2011-04-23. મેળવેલ 2019-12-08.CS1 maint: bot: original URL status unknown (link)
  3. Mechanical and electrical equipment for buildings. Grondzik, Walter T. (11th ed આવૃત્તિ). Hoboken, N.J.: Wiley. 2010. ISBN 978-0-470-19565-9. OCLC 276274645. |edition= has extra text (મદદ)CS1 maint: others (link)