કાંડુ (શરીર)

વિકિપીડિયામાંથી

માનવ શરીર રચનાશાસ્ત્રમાં કાંડુ એ હથેળી અને હાથને જોડતો વચ્ચેનો સાંધો છે. હાથને ચલાયમાન સ્થિતિમાં રાખવાને માટે કાંડાનું ઘણું જ મહત્વ છે. મજબૂત કાંડા વાળા વ્યક્તિઓ ટેનિસ, બેડમિંટન અને ક્રિકેટ જેવી રમતોમાં બાજી મારી લેતા જોવા મળે છે. કાંડુ આધારભૂત રુપે બે ભાગો વાળા નાનાં હાડકાં વડે બનેલું હોય છે, જેને કાર્પેલ કહેવામાં આવે છે. આ સાંધો એક કન્ડૉલોઇડ આર્ટિકુલેસન બનાવે છે જે આ જોડ પર હાથને ૩ ડિગ્રી સુધી સંચાલન કરવાની સુવિધા આપે છે.

સામાજિક મહત્ત્વ[ફેરફાર કરો]

ધાર્મિક અનુષ્ઠાનો કરતી વેળા કાંડાની સૌથી વધારે જરૂર પડતી હોય છે. કોઈપણ પૂજા કરતી વખતે કાંડા પર લાલ-પીળા રંગના કાચા સૂતર (મૌલી)ના દોરાઓ વડે બનાવેલ નાડાછડી બાંધવામાં આવે છે. હિન્દી ભાષામાં આને કલાવા પણ કહેવામાં આવે છે. રક્ષાબંધનના પર્વ વેળાએ રાખડી પણ કાંડા પર જ બાંધવામાં આવે છે. આ ઉપરાંત મનની ખુશી માટે આ કાંડાનો ઉપયોગ નિરાળો જ છે, ખણખણતી કાચની ચૂડીઓ વડે શણગારવામાં આવેલા કાંડાને જોઈ કોણ ખુશ નહીં થાય ?

સંરચના[ફેરફાર કરો]

કાંડામાં કુલ આઠ હાડકાંઓ હોય છે. આ હાડકાંઓ નીચે પ્રમાણે હોય છે-

  • સ્ક્યાફોઇડ
  • લ્યુનેટ
  • ટ્રાઇક્વેટ્રિયમ
  • પિસિફર્મ
  • ટ્રયાપેજિયમ
  • ટ્ર્યાપેજોઇડ
  • ક્યાપિટેટ
  • હ્યામેટ

વ્યાધિ[ફેરફાર કરો]

કાંડાની બે બાજુ હાડકાંવાળી સંરચના હોવાને કારણે એના પર વાગવાના અને વ્યાધિ થાય તો તેનું નિવારણ કરવું કઠિન છે. કોમ્પ્યુટર યુગના આગમનને કારણે કાંડા અને હાથ કે ખભાની પીડા સામાન્ય સમસ્યા થઇ ગઈ છે. હાથ અને કાંડા પર વાગવાના ઇલાજ અને તેના બદલામાં મળતા વળતરમાં કારીગરોને આપવામાં આવતા વીમા ભુગતાનોની રાશિનો અર્થ વ્યવસ્થા પર પણ પ્રભાવ પડે છે. વોશિંગ્ટન પ્રાંતમાં ઈ. સ. ૧૯૮૭ થી ઈ. સ. ૧૯૯૫ની વચ્ચેના કારીગર - વળતર-અધિકાર વિષય પર કરવામાં આવેલા એક અધ્યયનમાં આ બાબત સામે આવી કે ઔદ્યોગિક ક્ષેત્રોના મજદૂરોમાં કાંડા પરની (માંશપેશીઓ અને હાડકાંમાં) ઇજાને માટે આપવામાં આવેલા વળતરની ઘટનાઓ સૌથી વધારે હતી અને વીમા પર ખર્ચાયેલા ધનનો અનુપાત લગભગ $ ૭,૫૦૦ (ડોલર) જેટલો હતો.[૧]

લિંગામેન્ટ[ફેરફાર કરો]

કાંડાનો સાંધો એક કેપ્સુલ જેવી રચના વડે ઘેરાયેલ હોય છે, જેને નિમ્નલિખિત લિંગામેન્ટ દ્વારા શક્તિ પ્રાપ્ત થતી હોય છે:

સાઇનોવિયલ મેમ્બ્રેન આ લિંગામેન્ટોના ભિતરી ભાગને બનાવે છે. આ મેમ્બ્રેન રેડિયસના નિચલા ખંડ સાથે કાર્પલના ઊપરી આર્ટિકુલર ભાગ સુધી રહેતા હોય છે. આ ભાગો ઢીલા અને ચિકણા હોય છે અને ખુબ વધારે પડ વાળો હોય છે. (વિશેષ રૂપથી પાછલા હિસ્સામાં)

રેડિયોકાર્પેલ અને મધ્યકાર્પેલ સાંધો[ફેરફાર કરો]

કાંડુ સામાન્ય રીતે "રેડિયોકાર્પેલ સાંધા"ને કહેવામાં આવે છે પરંતુ, મધ્યકાર્પેલ જોર્ની મુખ્ય સાંધો ન હોવા છતાં પણ [૨], મુખ્ય સાંધાના અધિકતર કાર્યોમાં સહયોગ કરતો હોય છે. કાર્પસનાં બન્નેય હાડકાંઓની વચ્ચે રહીને આ ભાગની સીમા બનાવે છે.

ચાલવાની ક્ષમતા[ફેરફાર કરો]

કાંડાના સાંધા વડે નીચે બતાવવામાં આવેલી ચેષ્ટાઓ કરી શકાય છે-

આ ચેષ્ટાઓનું અધ્યયન કાર્પસ સાથે જ કરવામાં આવતું હોય છે જેની સાથે આ ચેષ્ટાઓ થતી હોય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

ચિત્ર દર્શન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Silverstein B, Welp E, Nelson N, Kalat J (1998). "Claims incidence of work-related disorders of the upper extremities: Washington state, 1987 through 1995". Am J Public Health. 88 (12): 1827–33. PMID 9842381.CS1 maint: multiple names: authors list (link)
  2. ઢાંચો:KansasHandKinesiology

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]