કાજલ ઓઝા-વૈદ્ય
કાજલ ઓઝા-વૈદ્ય | |
---|---|
કાજલ ઓઝા-વૈદ્ય | |
જન્મ | મુંબઈ | September 29, 1966
વ્યવસાય | લેખક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નાગરિકતા | ભારતીય |
શિક્ષણ | સ્નાતક (અંગ્રેજી, સંસ્કૃત), અનુસ્નાતક (એડવર્ટાઇઝીંગ મેનેજમેન્ટ) |
જીવનસાથી | સંજય વૈધ |
સંતાનો | તથાગત[૧] |
સહી | |
વેબસાઇટ | |
www |
કાજલ ઓઝા-વૈદ્ય (૨૯ સપ્ટેમ્બર, ૧૯૬૬) એ જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે. તેમનો જન્મ મુંબઇ ખાતે થયો હતો.[૨] તેમના પિતાનુ નામ દિગંત ઓઝા છે અને તેઓ ફોટોગ્રાફર સંજય વૈદ્ય સાથે પરણ્યા છે.
શિક્ષણ અને લેખન
[ફેરફાર કરો]કાજલ ઓઝા-વૈધે તેમની સ્નાતકની ઉપાધી અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ૧૯૮૬માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. તેમણે અનુસ્નાતકની ઉપાધી એડવર્ટાઇઝીંગ મેનેજમેન્ટમાં સેંટ ઝેવિયર્સ, મુંબઇ ખાતેથી મેળવી હતી. તેમણે ૭ વર્ષના ટૂંકા સમયગાળામાં ૪૫ પુસ્તકો પ્રકાશિત કર્યા છે કે જેમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઓડિયો પુસ્તકોના સંગ્રહનો પણ સમાવેશ થાય છે. તેમણે એક લેખક હોવા ઉપરાંત હિન્દી અને ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન ક્ષેત્રે કટાર લેખક, કવિ, અભિનેત્રી અને સંચાલક તરીકે પણ યોગદાન આપ્યું છે. આ ઉપરાંત તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાના સ્ક્રિપ્ટ લેખન વિષયમાં મુલાકાતી શિક્ષક તરીકે કાર્ય કર્યુ છે.
એવોર્ડ
[ફેરફાર કરો]- ૧૯૮૧: નેશનલ એવોર્ડ અને નિબંધ લેખન માટે "સંસ્કાર ચંદ્રક"
- ૧૯૮૨: નેશનલ એવોર્ડ અને ટૂંકી વાર્તા લેખન માટે "સંસ્કાર ચંદ્રક"
- ૧૯૮૧-૮૨/૧૯૮૨-૮૩: શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ, ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ
પત્રકારત્વ
[ફેરફાર કરો]- સંદેશ
- ગુજરાત ડેઇલી
- લોકસત્તા-જનસત્તા
- ઈન્ડીયન એકસપ્રેક્ષ ,મુંબઇ
- અભિયાન
- સમકાલીન
- સંભવ
પરફોર્મીંગ આર્ટસ
[ફેરફાર કરો]કાજલ ઓઝા-વૈધે શફી ઇમાનદાર સાથે સહાયક નિર્માતા તરીકે કામ કર્યા બાદ "હમ પ્રોડકશન" ના અંતર્ગત ગુજરાતી નાટકો પણ લખ્યા હતા.
ટેલિવિઝન અને ટેલિફિલ્મસ
[ફેરફાર કરો]શ્રેણી | નોંધ |
---|---|
અંતર ના ઉજાસ | વાર્તા-સ્ક્રીનપ્લે-સંવાદ |
સુખનો અર્થ | વાર્તા-સ્ક્રીનપ્લે-સંવાદ |
હું જ ભાગ્યવિધાતા | SEVA બેંક માટેની ફિલ્મ-સાઉથ ઇસ્ટ એશિયા ફિલ્મ ફેસ્ટીવલમાં નામાંકિત |
ધારાવાહિક શ્રેણીઓ
[ફેરફાર કરો]ધારાવાહિક | પ્રસારણ ચેનલ | ભાષા | નોંધ |
---|---|---|---|
એક ડાળના પંખી | દૂરદર્શન | ગુજરાતી | ૧૬૦૦ એપિસોડ પૂર્ણ |
સાત તાળી | દૂરદર્શન | ગુજરાતી | સાપ્તાહીક |
એક મોતી એકલવ્યનુ | તારા ચેનલ | ગુજરાતી | સાપ્તાહીક |
અપને પરાયે | B4U | હિન્દી | સાપ્તાહીક |
મહા સતી સાવીત્રી | સબ ટીવી | હિન્દી | |
કુછ ખ્વાબ કુછ હકીકત | ઝી ટીવી | હિન્દી | |
સગપણ એક ઉખાણુ | ઝી ટીવી | ગુજરાતી | |
મોટી બા | ઇ ટીવી-ગુજરાતી | ગુજરાતી | ૫૦૦ એપિસોડ પૂર્ણ |
ફિલ્મ
[ફેરફાર કરો]- દિકરી તો પારકી થાપણ કહેવાય (ગુજરાતી) (સ્ક્રીનપ્લે-સંવાદ)
- ઘાટ (હિન્દી)
- દિવાનગી (હિન્દી) (સહાયક સંવાદ લેખક)
સર્જન
[ફેરફાર કરો]રચના | પ્રકાર | નોંધ |
---|---|---|
સાવકા | નાટક | |
ગુરુબ્રહ્મા | નાટક | |
ડોક્ટર,તમે પણ! | નાટક | |
ચુંગ ચિંગ | નાટક | |
પરફેક્ટ હસબંડ | નાટક | હિન્દી |
માણસાઇ ની પૂજા | લેખ સંપાદન | કોમી સંવાદિતા પરના લેખોનો સંગ્રહ |
શેષયાત્રા | છંદ સંપાદન | ગુજરાતી છંદોનો સંગ્રહ |
શેષયાત્રા | છંદ સંપાદન | ગુજરાતી છંદોનો સંગ્રહ |
સંબંધ...તો આકાશ | વાર્તા સંગ્રહ | ટૂંકી વાર્તાઓનો સંગ્રહ |
કૃષ્ણાયન | નવલકથા અને ઓડીયો સીડી | કૃષ્ણજીવન (અંગ્રેજી,મરાઠી,હિન્દી,બંગાળી,કન્નડમાં અનુવાદિત) |
છલ(ભાગ-૧,૨) | નવલકથા | ચિત્રલેખામાં પ્રકાશિત |
મધ્યબિંદુ | નવલકથા | |
મૌનરાગ | નવલકથા | |
પારિજાતનુ પરોઢ | નવલકથા | |
પુર્ણ-અપુર્ણ | નવલકથા | ચિત્રલેખામાં પ્રકાશિત |
લીલુ સગપણ લોહીનુ | નવલકથા | |
પોતપોતાની પાનખર | નવલકથા | |
એક સાંજને સરનામે | નવલકથા | |
તારા વિનાના શહેરમાં | નવલકથા | |
દરિયો એક તરસનો | નવલકથા | |
સત્ય-અસત્ય | નવલકથા | |
શુક્ર-મંગળ | નવલકથા | ગુજરાત મિત્રમાં પ્રકાશિત |
સન્નાટાનુ સરનામુ | નવલકથા | કલક્ત્તા હલચલમાં પ્રકાશિત |
તારા ચહેરાની લગોલગ | નવલકથા અને ઓડીયો સીડી | |
પ્રેમપત્રો | ઓડીયો સીડી | |
યોગ-વિયોગ(ભાગ-૧,૨,૩) | નવલકથા | |
ત્રણ પેઢીની કવિતા | ઓડીયો સીડી | |
સર્ચ લાઇટ | લેખોનો સંગ્રહ | લેખ સંપાદન |
એકબીજાને ગમતા રહીએ | નિબંધ સંગ્રહ | |
ગેટ વેલ સૂન | ||
આઇ લવ યુ | લગ્નજીવન સંબંધી સરળ માર્ગદર્શક | |
વ્હાલી આસ્થા | પત્ર | પિતાના પુત્રીને પત્રો |
પરફેક્ટ હસબંડ | દ્વિઅંકી નાટક | |
મન માઇનસથી પ્લસ | ||
પ્રેમની પાંચ ભાષા | અનુવાદ | |
જીવનસાથી | અનુવાદ | શોભા ડે લિખિત્ત "સ્પાઉસ"નો અનુવાદ |
એક બીજાને ગમતા રહીએ |
કોફી ટેબલ પુસ્તકો
[ફેરફાર કરો]- આંસુ
- ચુંબન
- સ્મિત
- પ્રાર્થના
- પ્રેમ
કટાર લેખન
[ફેરફાર કરો]- દિવ્ય ભાસ્કર
- ગુજરાત મિત્ર (સુરત)
- કચ્છ-મિત્ર
- જન્મભૂમિ-પ્રવાસી
- કલક્ત્તા હલચલ
આ ઉપરાંત તેમણે 'અંગત- લાઇવ ફોન ઇન કાઉન્સેલીંગ' નામે ટીવી કાર્યક્રમના સંચાલક તરીકે કાર્ય પણ કર્યુ હતુ. હાલમાં તેઓ 'માય એફએઅમ ૯૪.૩ -અમદાવાદ સ્ટેશન' ખાતે રેડિયો જોકી તરીકે કાર્ય કરે છે.