કીથ રુન્કૉર્ન
Appearance
કીથ રુન્કૉર્ન | |
---|---|
જન્મ | ૧૯ નવેમ્બર ૧૯૨૨ સાઉથપોર્ટ |
મૃત્યુ | ૫ ડિસેમ્બર ૧૯૯૫ સેન ડિયાગો |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | વિશ્વવિદ્યાલયના શિક્ષક |
સંસ્થા | |
પુરસ્કારો |
સ્ટેનલી કીથ રુન્કૉર્ન (૧૯ નવેમ્બર ૧૯૨૨ – ૫ ડિસેમ્બર ૧૯૯૫) એક બ્રિટિશ ભૂભૌતિક વિજ્ઞાની હતા જેમણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આવર્તક ઉત્ક્રમણોનો પ્રથમ પુરાવો આપ્યો હતો. આ ઉત્ક્રમણોને ધ્રુવીય ઉત્ક્રમણો તરીકે પણ ઓળખવામાં આવે છે.[૧]
રુન્કૉર્નનો જન્મ સાઉથ પૉર્ટ, લેંકશાયર, ઇંગ્લૅન્ડમાં થયો હતો.[૨] ૧૯૫૬થી ૧૯૬૩ સુધી ડર્હાહામ યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાન વિભાગના નિયામક હતા. ૧૯૬૩માં તેઓ ન્યૂકૅસલ યુનિવર્સિટીના નિયામક બન્યા.[૧] સાન ડિયેગોમાં તેમની ચોરીના ઇરાદે હત્યા થઈ હતી.[૩]
રુન્કૉર્નનું સંશોધન ભૂભૌતિક ચિરંતન ફેરફારો, ધ્રુવીય અભિગમન, તેના કારણે થતાં હવામાનના ફેરફારો, ખંડવિસ્થાપનના પુરાચુંબકીય પુરાવા, ભૂચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમના સિદ્ધાંત અને ગ્રહોની આંતરિક રચના પર કેન્દ્રિત હતું.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "રુન્કૉર્ન સ્ટેનલી કીથ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2023-08-15.
- ↑ Creer, K. M., "Runcorn, (Stanley) Keith (1922–1995)", Oxford Dictionary of National Biography, Oxford University Press, 2004; online edition, September 2004. Retrieved 19 July 2020 (લવાજમ જરૂરી)
- ↑ "Kick-boxer jailed for death of geophysicist," Nature, v.389, p.657 (16 October 1997)