કેરળની વાસ્તુકલા
Appearance
કેરળની વાસ્તુ કલા વિશિષ્ટ પ્રકારની જોવા મળે છે. આની વિશેષતા લાલિત્ય છે જેનાં ઉત્તમ ઉદાહરણો છે મંદિરો અને પ્રાચીન ઇમારતો. આ મંદિરો તથા પ્રાચીન ઇમારતોનું નિર્માણ વાસ્તુવિદ્યા વિધિ અનુસાર કરવામાં આવેલું છે. કેરલીય વાસ્તુકલાના સૌન્દર્યની અભિવ્યક્તિ કેવળ મંદિરોમાં જ નહીં પરંતુ ગિરજાઘરો (ચર્ચ) તથા મસ્જિદોમાં પણ જોવા મળે છે. કેરળનાં મુખ્ય વાસ્તુકલા સાથે સંબંધિત ગ્રંથો આ પ્રમાણે છે - તન્ત્ર સમુચ્ચયમ, શિલ્પચન્દ્રિકા, મનુષ્યલય ચન્દ્રિકા વગેરે.