લખાણ પર જાઓ

કોકલીયર પ્રત્યારોપણ

વિકિપીડિયામાંથી
કોકલીયર પ્રત્યારોપણ સર્જરી

જન્મથી કે આકસ્મિક રીતે બંને કાનમાં સાંભળવાની (બહેરાશની) સમસ્યાવાળા કે તકલીફ ધરાવતા દર્દીના કાનમાં આધુનિક રીતે શસ્ત્રક્રિયા કરીને ઈલેક્ટ્રોનિક ચેતા (વીજાણુ કર્ણચેતા)નું પ્રત્યાર્પણ કરવામાં આવે છે તે કોકલીયર પ્રત્યારોપણ તરીકે જાણીતી શસ્ત્રક્રિયા (ઓપરેશન) છે. સાલ 2014ના સમયગાળામાં સંપૂર્ણપણે બહેરાશની સમસ્યા ધરાવતા કેટલાક દર્દીઓના એક કાનમાં આવી ઈલેક્ટ્રોનિક ચેતાનું પ્રત્યાર્પણ કર્યા બાદ તેઓ સાંભળીને કેવી રીતે અને કેવું બોલતાં શીખે છે તે માટે પ્રાયોગિક ધોરણે સંશોધનો કરવામાં આવેલાં. શસ્ત્રક્રિયામાં ઉપયોગમાં લેવાતાં કેટલાક ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવાં કે માઈક્રોફોન તથા અન્ય, કે જે કાનની પાછળના ભાગે બહાર જ રાખવામાં આવે છે, જેના દ્વારા સાંભળવાની સામાન્ય પ્રક્રિયાને બાયપાસ (અવગણના) કરીને ધ્વનિના તરંગોને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરણ કરીને સાંભળવાની ચેતા (કર્ણચેતા) સુધી પહોંચાડવામાં આવે છે.

આ શસ્ત્રક્રિયા માટે દર્દીને સંપૂર્ણ બેભાન અવસ્થામાં રાખીને કરવામાં આવે છે. શસ્ત્રક્રિયા દ્વારા સંભવિત જોખમોમાં કાન પરના સોજા, ચહેરાની ચેતાને નુકસાન પહોંચવું, કર્ણની અસ્થિ(હાડકાં)ને નુકસાન થવું તથા વાઢ-કાપ દરમિયાન થયેલા ઘા પર ચેપ લાગવા જેવી સંભાવનાઓ નકારી ન શકાય. શસ્ત્રક્રિયા બાદ દર્દી થોડા ચક્કર આવવાની તથા સંતુલન (બેલેન્સ) જાળવવાની તકલીફની પણ ફરિયાદ થોડા સમય માટે કરે છે જે થોડા સમય પૂરતી જ હોય છે અને સામાન્ય રીતે તેનું સમાધાન પણ થઈ જાય છે. એક સર્વે મુજબ 70 જેટલાં દર્દીઓ આ સમસ્યાથી મુક્ત થઈ શક્યા ન હતાં.

આ ઉપકરણના પ્રત્યાર્પણ બાદ ગુણવત્તાના પુરાવાઓ એવું કહે છે કે, સાંભળવાની ગંભીર સમસ્યાવાળા જે દર્દીના બંને કાનમાં આ ઉપકરણ પ્રત્યાર્પણ કરવામાં આવેલું છે તેઓ સાંભળવાની પ્રક્રિયામાં સુધારો મેળવે છે પરંતુ ઘોંઘાટવાળી જગ્યાઓએ સાંભળવાની પ્રક્રિયામાં મોટો સુધારો અનુભવતા નથી. સાંભળવામાં સુધારો લાવવા માટે કોકલીયરનું પ્રત્યાર્પણ યોગ્ય છે તેવા પુરાવાઓ છે, પરંતુ સાંભળવાની સંવેદના(ક્ષમતા)ના સુધારા માટે શક્યતા નથી કે જે લોકોને જન્મજાત રીતે સાંભળવાની સંવેદનાની સમસ્યા છે.

આ કોકલીયરના ઉપકરણ માટે ઘણા બધા વિરોધાભાસ પ્રવર્તે છે, આ ઉપકરણ વિશે મજબૂત રીતે વિરોધ કરનાર બહેરાશ ધરાવનાર વ્યક્તિઓનો સમુદાય જ છે. બહેરાશની સમસ્યા ધરાવતા વર્ગનો એક સમુદાય કોકલીયલ પ્રત્યારોપણ શસ્ત્રક્રિયાને તેમની સંસ્કૃતિનું અપમાન સમજે છે અને એવું કારણ બતાવે છે કે સાંભળી શકતા લોકોના મોટા સમુદાય દ્વારા તેમને આ શસ્ત્રક્રિયા એક બળજબરી સમાન જ છે.