કોન્સલ
Appearance
કોન્સલ એ આંતરરાષ્ટ્રીય રાજવ્યવહારના અંગરૂપે દેશના હિતોનું રક્ષણ કરવા તથા વ્યાપારી સંબંધો વિકસાવવા માટે વિદેશમાં નિમાયેલ સનદી અધિકારી છે. આવા અધિકારી નીમવાની પ્રથા મધ્યયુગમાં શરૂ કરવામાં આવી હતી. તે પહેલાં પ્રાચીન રોમમાં ઈ.પૂ. ૫૧૦માં રોમ પ્રજાસત્તાક બન્યું ત્યારે કોમીશિયા સેન્ચ્યુરિયાટા નામની કમિટી દ્વારા બે વ્યક્તિઓને એક વર્ષના ગાળા માટે સર્વોચ્ચ અધિકારીઓ તરીકે ચૂંટવામાં આવતા. આ અધિકારીઓ કોન્સલ કહેવાતા. અઢારમી સદીમાં કોન્સલ પદને વ્યાવસાયિક દરજ્જો પ્રાપ્ત થયો હતો, અને ઓગણીસમી સદીની શરૂઆતમાં કોન્સલ નિમવાની પ્રથા સાર્વત્રિક બની હતી.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ પાઠક, દેવવ્રત; મૂળે, બી. એમ. (નવેમ્બર ૧૯૯૩). "કૉન્સલ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૫ (કે – ખ્વા) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૭૪–૨૭૫. OCLC 164915270.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |