ક્રિયાવિશેષણ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ક્રિયાવિશેષણ વાકયરચનાનો એક ભાગ છે. નામ સિવાયના ભાષાના કોઈપણ ભાગના અર્થમાં વધારો કરે કે તેમાં ફેરફાર કરે તે શબ્દને ક્રિયાવિશેષણ કહેવામાં આવે છે. (નામમાં ફેરફાર કરે તેને સામાન્ય રીતે વિશેષણ અથવા તો ડિટરમીનર (નિર્ધારક) કહે છે). ક્રિયાવિશેષણ ક્રિયાપદો, વિશેષણો (આંકડા સહિત), ઊપવાકયો, વાકયો અને અન્ય ક્રિયાવિશેષણોમાં ફેરફાર કરી શકે છે.
ક્રિયાવિશેષણ સામાન્ય રીતે કઈ રીતે ?, કેવી રીતે ?, કયારે ?, કયાં ?અને કઇ હદ સુધી ? સહિતના પ્રશ્નોના જવાબ આપે છે. અંગ્રેજીમાં, ક્રિયાવિશેષણોના સ્પેલગમાં છેડે -ly આવે છે. આ રચનાને ક્રિયાવિશેષક રચના કહે છે અને તેને માત્ર એક જ શબ્દથી નહીં પરંતુ ક્રિયાવિશેષક શબ્દસમૂહ કે ક્રિયાવિશેષક ઊપવાકયથી સમજી શકાય છે.
અંગ્રેજીમાં ક્રિયાવિશેષણો
[ફેરફાર કરો]અંગ્રેજીમાં રીતભાત (મેનર્સ) દર્શાવતા ક્રિયાવિશેષણો (જે how? દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપે છે) વિશેષણને -ly પ્રત્યય લગાવીને બનાવવામાં આવે છે. દાખલા તરીકે, great પરથી greatly , અને beautiful પરથી beautifully બને છે. (જો કે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે માં -ly અંત પામતા કેટલાક શબ્દો જેવા કે friendly અને lovely , ક્રિયાવિશેષણ નથી પરંતુ વિશેષણો છે, જે કિસ્સામાં મૂળ શબ્દ સામાન્ય રીતે નામ તરીકે વાપરવામાં આવે છે. કોઈ શબ્દ પરથી ન ઊતરી આવ્યા હોય તેવા પણ કેટલાક ક્રિયાવિશેષણ -ly માં અંત પામે છે, જેમકે holy અને silly .)
ક્રિયાવિશેષણની સામાન્ય ઓળખ આપતો પ્રત્યય -ly જર્મન શબ્દ "lich" સાથે સંબંધ ધરાવે છે, જેનો અર્થ શબ અથવા શરીર થાય છે. (અંગ્રેજીમાં હાલમાં લુપ્ત થયેલા શબ્દ lych અથવા lich છે, જેઓ આ જ પ્રકારનો અર્થ ધરાવે છે.) આ બંને શબ્દો like શબ્દ સાથે પણ સંકળાયેલા છે. પ્રત્યય -ly અને like વચ્ચેનો સંબંધ સમજવો સરળ છે. lich શબ્દ સાથેનો સંબંધ કદાચ એટલો છે કે બંને અગાઉના શબ્દ પરથી ઊતરી આવ્યા છે, જેનો અર્થ "આકાર" કે "સ્વરૂપ" જેવો થાય છે.[૧]
આ રીતે જોઇએ તો અંગ્રેજીમાં -ly જર્મન ભાષામાં -lich માં અંત પામતા વિશેષણ અને ડચ ભાષામાં -lijk માં અંત પામતા વિશેષણ જેવું ગણી શકાય. આ જ પ્રકારની પ્રક્રિયા રોમન ભાષાઓમાં અનુસરવામાં આવે છે જેમાં શબ્દો -mente, -ment, અથા -menseમાં અંત પામે છે જેનો અર્થ "of/like the mind" થાય છે.
કેટલાક કિસ્સામાં પ્રત્યય -wise નો ઉપયોગ નામ પરથી ક્રિયાવિશેષણ બનાવવા માટે થાય છે. ઐતિહાસિક રીતે, -wise શબ્દએ તેના જેવા જ સ્વરૂપ -ways સાથે સ્પર્ધા કરીને તેની સામે વિજય મેળવ્યો. કેટલાક શબ્દોમાં, જેમ કે sideways , -ways હજુ બચ્યા છે,જયારે clockwise શબ્દ રૂપાંતરણ દર્શાવે છે. જો કે શબ્દ ક્રિયાવિશેષણ છે તેનો એ સચોટ પૂરાવો નથી. કેટલાક ક્રિયાવિશેષણો નામ અથવા વિશેષણની આગળ ઉપસર્ગ a - લગાડીને બનાવવામાં આવે છે (જેમ કે abreast , astray ). અંગ્રેજીમાં એવા કેટલાય પ્રત્યય છે, જેના ઉપયોગથી કેટલાય અન્ય શબ્દવર્ગોમાંથી ક્રિયાવિશેષણ ઊતરી આવે છે અને એવા પણ કેટલાય ક્રિયાવિશેષણ છે જે આ પ્રકારના કોઇ જ ઉપસર્ગ કે પ્રત્યય દર્શાવતા નથી.
સરખાણી કરતાં ક્રિયાવિશેષણોમાં more , most , least , અને less નો સમાવેશ થાય છે (જેમકે more beautiful , most easily જેવા શબ્દસમૂહોમાં).
સામાન્ય રીતે વિશેષણ કે ક્રિયાવિશેષણ ધરાવતા સામાન્ય સ્વરૂપને પોઝિટિવ કહેવામાં આવે છે. ઔપચારિક રીતે, અંગ્રેજીમાં ક્રિયાવિશેષણને વિશેષણની જેમ જ સરખામણીની રીતે પ્રત્યય લગાડવામાં આવે છે. કેટલાક ક્રિયાવિશેષણોના તુલનાવાચક અને શ્રેષ્ઠતાવાચક સ્વરૂપને -ly પ્રત્યય લગાડવામાં આવતો નથી પરંતુ આ પ્રકારના સ્વરૂપ -er અને -est ઊમેરીને બનાવવામાં આવે છે (She ran faster ; He jumps highest ). અન્ય કેટલાક શબ્દોમાં, તેમાંય ખાસ કરીને -ly પ્રત્યય ધરાવતા ક્રિયાવિશેષણોને લંબાણપૂર્વક more અથવા most શબ્દનો ઉપયોગ કરીને સરખામણી કરવામાં આવે છે (She ran more quickly ) - જયારે કેટલીક વખત બંને સ્વરૂપ સ્વીકારવામાં આવે છે, દા.ત.oftener and more often બંને સાચા છે. ક્રિયાવિશેષણોમાં સરખામણી માટે as ... as , less , અને least નો પણ ઉપયોગ કરવામાં આવે છે. બધા જ ક્રિયાવિશેષણો સરખામણી કરવામાં ઉપયોગમાં લઇ શકાતા નથી, દાખલા તરીકે, He wore red yesterday વાકયમાં "more yesterday" અથવા "most yesterday" શબ્દપ્રયોગ કરવો યોગ્ય જણાય નહીં.
"કેચ ઓલ" વર્ગ તરીકે ક્રિયાવિશેષણો
[ફેરફાર કરો]પરંપરાગત અંગ્રેજી વ્યાકરણમાં ક્રિયાવિશેષણોને વાકય રચનાનો ભાગ માનવામાં આવે છે અને હજુ પણ વાકય રચનાના ભાગ તરીકે શાળાઓમાં શીખવવામાં આવે છે અને શબ્દકોષમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, આધુનિક વ્યાકરણશાસ્ત્રીઓ માને છે કે પરંપરાગત રીતે ક્રિયાવિશેષણ તરીકે સમૂહ બનાયેલા શબ્દો અનેકવિધ રીતે ઉપયોગમાં લઇ શકાય છે. કેટલાક લોકો તો ક્રિયાપદોને "કેચ-ઓલ" વર્ગ તરીકે પણ ઓળખાવે છે જેમાં વાકયરચનાના કોઇ એક ભાગ તરીકે જ ઉપયોગમાં લેવામાં ન આવતા હોય તેવા શબ્દોનો સમાવેશ થાય છે.
શબ્દોને વર્ગોમાં વહચવા માટેના વધારે તાર્કિક અભિગમમાં કયા શબ્દોનો ઉપયોગ અમુક સંદર્ભમાં જ કરી શકાય છે તેના પર રહેલો છે. દા.ત, નામ એવો શબ્દ છે જેને નીચેના વાકયને વ્યાકરણની રીતે સાચુ બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય છે.
- The _____ is red. (દાખલા તરીકે, "The hat is red".)
જયારે આ અભિગમ અપનાવવામાં આવે છે ત્યારે ક્રિયાવિશેષણ તરીકે ઉપયોગમાં લેવાતો શબ્દ અનેક વર્ગમાં સમાવેશ પામતો હોવાનું જણાય છે. દા.ત., કેટલાક ક્રિયાપદોનો ઉપયોગ સમગ્ર વાકયના અર્થમાં વધારો કરવા કરી શકાય છે, જયારે અન્ય કેટલાકનો આ પ્રમાણે ઉપયોગ થઇ શકતો નથી. વાકયના ક્રિયાવિશેષણો અન્ય કાર્ય ધરાવતા હોય તો પણ ઘણીવાર તેનો અર્થ સમાન રહેતો નથી. દા.ત. She gave birth naturally અને Naturally, she gave birth વાકયમાં naturally શબ્દના અલગ-અલગ અર્થ છે. (ખરેખર તો પ્રથમ વાકયનો પણ બીજા વાકયની જેમ જ અર્થ કાઢી શકાય પરંતુ સંદર્ભને કારણે અર્થ બદલાઇ જાય છે.) વાકયના ક્રિયાવિશેષણ તરીકે Naturally નો અર્થ "અલબત્ત" તરીકે કરી શકાય અને ક્રિયાપદના અર્થમાં વધારો કરવાના અર્થ તરીકે અર્થ "કુદરતી રીતે" કરી શકાય. "naturally" શબ્દનો વિવાદ દર્શાવે છે કે વાકયના અર્થમાં વધારો કરતાં ક્રિયાવિશેષણ બંધ વર્ગ છે (આ વર્ગમાં નવા શબ્દો ઊમેરવાની મર્યાદા છે), જયારે ક્રિયાપદના અર્થમાં વધારો કરતાં ક્રિયાવિશેષણના વર્ગમાં આવી કોઇ જ મર્યાદા નથી.
very અને particularly જેવા શબ્દો અન્ય ઉપયોગી ઊદાહરણો પૂરા પાડે છે. આપણે Perry is very fast એમ કહી શકીએ પરંતુ Perry very won the race એમ ન કહી શકીએ. આ શબ્દો ક્રિયાવિશેષણના અર્થમાં વધારો કરી શકે પરંતુ ક્રિયાવિશેષણના નહીં. બીજી બાજુ, here અને there જેવા શબ્દો ક્રિયાવિશેષણના અર્થમાં વધારો કરી શકતા નથી. આપણે એમ કહી શકીએ કે The sock looks good there પરંતુ It is a there beautiful sock ન કહી શકાય. હકીકતમાં ઘણાં ક્રિયાવિશેષણોનો ઉપયોગ એક કરતાં વધારે રીતે કરી શકાય છે તેના કારણે આ પ્રશ્નમાં ગૂંચવાડો ઊભો થાય છે, અને એક જ ક્રિયાપદ એક કે વધારે શબ્દો છે જે એક વિભિન્ન રીતે ઉપયોગમાં લેવાયેલા છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. જો કે, આ રીતે તેનો ભેદ પારખવો પણ ઘણો ઉપયોગી છે, ખાસ કરીને naturally શબ્દનો અલગ-અલગ રીતે ઉપયોગ કરવાથી અલગ-અલગ અર્થ થઇ શકે છે. હડલસ્ટેને શબ્દ (વર્ડ) અને શબ્દકોષીયવ્યાકરણ શબ્દ (લેકસીકોગ્રામેટીકલ વર્ડ) વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે.[૨].
"આઝારબૈજાની લિંગ્વિસ્ટીક સ્કૂલ" ક્રિયાવિશેષણને વાકયરચનાના સ્વતંત્ર ભાગ તરીકે સ્વીકારતી નથી, કારણ કે તે વાકયરચનાના અન્ય ભાગોનું ક્રિયાવિશેષણીય સ્વરૂપ છે. વાકયરચનાના અન્ય ભાગો સાથે તેની સમાનતાનો સ્વીકાર વર્ગીકરણના બીજા અને ચોથા નિયમનો ભંગ કરે છે. ક્રિયાવિશેષણ - વાકયરચનાના ભાગોની પેદાશ. ક્રિયાવિશેષણનું કાર્ય ક્રિયાવિશેષણીયને રજૂ કરવાની પદ્ધતિના સ્વરૂપમાં જ વાકયરચનાના અન્ય ભાગ દ્વારા કરી દેવામાં આવે છે. તેનો અર્થ એ થાય કે, એડર્વિબયલ તરીકે કાર્ય કરતાં વાકયરચનાના અન્ય ભાગો આપમેળે જ ક્રિયાવિશેષણ બની જાય છે[૩][૪].
Not ખૂબ જ રસપ્રદ કિસ્સો છે. તેના વર્ગીકરણમાં વ્યાકરણશાસ્ત્રીઓને ખૂબ જ તકલીફ પડી છે અને તેનો પોતાનો આગવો જ વર્ગ છે. (હેઝમેન 1995, સિન્ક 1998)
અન્ય ભાષાઓ
[ફેરફાર કરો]અન્ય ભાષાઓમાં ક્રિયાવિશેષણનો ઊપયોગ વિભિન્ન રીતે કરવામાં આવે છે, જો ક્રિયાવિશેષણનો ઊપયોગ થતો હોય તોઃ
- ડચ ભાષામાં ક્રિયાવિશેષણનું સ્વરૂપ તેને સંલગ્ન વિશેષણ જેવું જ હોય છે અને તેને કોઇ પ્રત્યય લગાડવામાં આવતો નથી (સિવાય કે સરખામણી કરવાની હોય જે કિસ્સામાં ક્રિયાવિશેષણને પણ વિશેષણની માફક જ પ્રત્યય લગાડવામાં આવે છે).
- જર્મન ભાષામાં ક્રિયાવિશેષણ ની વ્યાખ્યા અંગ્રેજી ભાષા કરતાં અલગ રીતે તૈયાર કરવામાં આવી છે. જર્મન ક્રિયાવિશેષણો પ્રત્યય નહીં લગાડવામાં આવેલા શબ્દોનું જૂથ બનાવે છે. (સિવાય કે સરખામણી કરવાની હોય જે કિસ્સામાં ક્રિયાવિશેષણને પણ વિશેષણની માફક જ પ્રત્યય લગાડવામાં આવે છે). અંગ્રેજી ક્રિયાવિશેષણ , જે વિશેષણમાંથી બને છે, જર્મન ભાષામાં વાક્યમાં ક્રિયાવિશેષણીય ઉપયોગ સાથેના વિશેષણ સાથે ગોઠવાય છે. જર્મન ભાષામાં અન્ય પણ ક્રિયાવિશેષણ કહેવાય છે.
- સ્કેન્ડિનેવિયન ભાષાઓમાં ક્રિયાવિશેષણો સામાન્ય રીતે વિશેષણની પાછળ '-t' પ્રત્યય લગાવીને બનાવવામાં આવે છે, જે તેને વિશેષણના શુદ્ધ સ્વરૂપ જેવું જ બનાવે છે. અંગ્રેજીની જેમ સ્કેન્ડિનેવિયન વિશેષણોને પણ સરખામણી કરવાની હોય ત્યારે '-ere'/'-are' (તુલનાવાચક) or '-est'/'-ast' (શ્રેષ્ઠતાવાચક) પ્રત્યય લગાડવામાં આવે છે. પ્રત્યય લગાડવામાં આવેલા ક્રિયાવિશેષણના સ્વરૂપમાં '-t' ગેરહાજર હોય છે. લંબાણપૂર્વકની સરખામણી પણ શકય છે.
- રોમાન્સ ભાષાઓમાં ઘણાં ક્રિયાવિશેષણો વિશેષણોને (ઘણી વખત સ્ત્રી વાચક સ્વરૂપને) '-mente' (પોર્ટુગીઝ, સ્પેનિશ, ઈટાલિયન) અથવા '-ment' (ફ્રેન્ચ, કેટલન) (લેટીન mens, mentis : mind, intelligence પરથી) પ્રત્યય લગાડીને બનાવવામાં આવે છે. અન્ય ક્રિયાવિશેષણો એકવચનમાં હોય છે અને તેમાં પરિવર્તન થતું નથી.
- રોમાનિયન ભાષામાં, મોટાભાગના ક્રિયાવિશેષણો તેને સંલગ્ન વિશેષણના પુરૂષવાચી એકવચનના સ્વરૂપમાં હોય છે - એક નાધપાત્ર અપવાદ bine ("well") / bun ("good") છે. જો કે, કેટલાક રોમાનિયન ક્રિયાવિશેષણો કેટલાક પુરૂષવાચી એકવચનમાં રહેલા નામને "-eşte" પ્રત્યય લગાડીને બનાવવામાં આવે છે, જેમ કેઃ băieţ-eşte (છોકરાની જેમ), tiner-eşte (યુવાપૂર્વક), bărbăt-eşte (પૌરૂષપૂર્વક), frăţ-eşte (ભાતૃભાવ), વગેરે.
- ઈંટરલિંગ્વા પણ વિશેષણને '-mente' પ્રત્યય લગાડીને ક્રિયાવિશેષણ બનાવે છે. જો વિશેષણના સ્પેલિંગના છેડે c આવતો હોય તો એડર્વિબયલના છેડે '-amente' આવે છે. પરિવર્તન ન થતા હોય તેવા ખૂબ જ ઓછા ટૂંકા વિશેષણો ઊપલબ્ધ છે અને બહોળા ઊપયોગમાં લેવામાં આવે છે, જેમ કેઃ ben , "સારુ", અને mal , "ખરાબ"
- એસ્પેરેન્ટોમાં, વિશેષણમાંથી નહીં પરંતુ મૂળ શબ્દમાં ’-e’ ઊમેરીને ક્રિયાવિશેષણ બનાવવામાં આવે છે. આમ, bon શબ્દમાંથી ક્રિયાવિશેષણ bone બન્યું, જેનો અર્થ થાય છે સારું. આ પણ જૂઓ: સ્પેશિયલ એસ્પરેન્ટો ક્રિયાવિશેષણ.
- મોડર્ન સ્ટાન્ડર્ડ અરેબિકમાં મૂળ શબ્દને અનિશ્ચિત આર્ટીકલ '-an' લગાડીને ક્રિયાવિશેષણો. દાખલા તરીકે, kathiir- , "ઘણું", બને છે kathiiran "ઘણુ". જો કે, અરેબિકમાં નિશ્ચિત આર્ટીકલની સાથે વિશેષણનો ઊપયોગ કરીને ક્રિયાવિશેષણના પ્રયોગને ઘણીવખત ટાળવામાં આવે છે.
- ઓસ્ટ્રેનેશિયન ભાષાઓમાં બહુવાચક નામની જેમ જ મૂળ શબ્દને બેવડાઇને સરખામણીવાચક ક્રિયાવિશેષણ બનાવવામાં આવતા હોય તેમ લાગે છે. (જેમ કે WikiWiki).
- જાપાનીઝ લોકો શાબ્દિક વિશેષણોને /ku/ (く) પ્રત્યય લગાવીને (દા.ત. haya- "ઝડપી" hayai "ઝડપી/વહેલુ", hayakatta "ઝડપી હતું", hayaku "ઝડપથી") અને સામાન્ય વિશેષણોમાંથી /na/ (な) અથવા /ના/ (の) ને બદલે વિશેષણોની પાછળ /ni/ (に) લગાવવાથી બનાવે છે (દા.ત. rippa "ભવ્ય", rippa ni "ભવ્યતા"). આ રીતે વિશેષણ પરથી ક્રિયાવિશેષણ બનાવવાની પદ્ધતિ ઘણાં ક્રિયાવિશેષણ બનાવી શકાય છે પરંતુ કેટલાક વિશેષણો એવા પણ છે જેના પરથી ક્રિયાવિશેષણ બનાવી શકાતા નથી.
- ગેલિક ભાષામાં, ક્રિયાવિશેષણનું સ્વરૂપ વિશેષણ અગાઊ પ્રેપોઝીશન go (આઈરીશ) અથવા gu (સ્કોટીશ ગેલિક), જેનો અર્થ 'ત્યાં સુધી' થાય છે, લગાવીને તૈયાર કરવામાં આવે છે.
- મોડર્ન ગ્રીક ભાષામાં સામાન્ય રીતે <-α> અને/અથવા <-ως> વિશેષણના મૂળમાં લગાવીને ક્રિયાવિશેષણ બનાવવામાં આવે છે. ઘણી વખત, સામાન્ય મૂળમાંથી અલગ-અલગ પ્રત્યય લગાડીને ક્રિયાવિશેષણ બનાવવામાં આવે છે જેના અર્થમાં થોડો ફેરફાર થાય છે. માટે <τέλειος> (<téleios>, નો અર્થ છે "પૂર્ણ" અને "સંપૂર્ણ") અને તેના પરથી બને છે <τέλεια> (<téleia>, "perfectly") અને <τελείως> (<teleíos>, "સંપૂર્ણપણે"). તમામ વિશેષણોને આ બંને પ્રકારના પ્રત્યય છેડે લગાવીને ક્રિયાવિશેષણમાં ફેરવી શકાતા નથી. <Γρήγορος> (<grígoros>, "ઝડપી") બને છે <γρήγορα> (<grígora>, "ઝડપથી"), સામાન્ય રીતે *<γρηγόρως> (*<grigóros>) થતું નથી. જયારે ને વિશેષણમાં પરિવર્તન માટે <-ως> પ્રત્યય તરીકે ઊપયોગ કરવામાં આવે છે ત્યારે છેલ્લેથી ત્રીજા સીલેબલ પર ભાર મૂકવામાં આવે છે, જેમકે <επίσημος> (<epísimos>, "સત્તાવાર"), જો કે તેને સંલગ્ન વિશેષણમાં છેલ્લેથી બીજા સીલેબલ પર ભાર મૂકવામાં આવે છે, સરખાવો <επίσημα> (<epísima>) અને <επισήμως> (<episímos>), જે બંનેનો અર્થ થાય છે સત્તાવાર રીતે. બીજા પણ કેટલાક પ્રત્યયનો ઊપયોગ કરવામાં આવે છે પરંતુ તેનો ઊપયોગ મર્યાદિત છે, જેમકે <-ί>, <-εί>, <-ιστί>, વગેરે. દાખલા તરીકે, <ατιμωρητί> (<atimorití>, "સજાની મુક્તિની સાથે") અને <ασυζητητί> (<asyzitití>, "નિર્વિવાદિત"); <αυτολεξεί> (<autolexeí> "શબ્દ માટે શબ્દ") અને <αυτοστιγμεί> (<autostigmeí>, "સમયસર નહીં"); <αγγλιστί> [<anglistí> "અંગ્રેજીમાં (ભાષા)"] અને <παπαγαλιστί> (<papagalistí>, "મહાવરા દ્વારા"); વગેરે.
- લેટિવિયન ભાષામાં પુરૂષવાચક અથવા સ્ત્રીવાચક વિશેષણોને અંતે આવતા -s અને -a થી -iમાં બદલીને ક્રિયાવિશેષણ બનાવવામાં આવે છે. "Labs", નો અર્થ છે "સારું", જે બને છે "labi" "સારુ" માટે. લેટિવિયન ક્રિયાવિશેષણોમાં ભાષા "બોલવી" અને "સમજવી" એમ દર્શાવવા માટે ચોક્કસ ઊપયોગ રહેલો છે. નામના અર્થમાં ઊપયોગ લેટીવિયન/અંગ્રેજી/રશિયનને બદલે આ શબ્દોના ક્રિયાવિશેષણોનો ઊપયોગ કરવામાં આવે છે. "Es runāju latviski/angliski/krieviski" નો અર્થ છે "( હું લેટિવિયન/ અંગ્રેજી /રશિયન બોલું છું)", અથવા અન્ય રીતે "હું લેટિવિયનલી /ઈંગ્લીશલી રશિયનલી બોલું છું". જયારે નામની જરૂરીયાત હોય ત્યારે, "latviešu/angļu/krievu valoda", (લેટિવિયન્સ / ઈંગ્લિશ/ રશિયનની ભાષા) એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે.
- યુક્રેનિયન ભાષામાં વિશેષણને લગાવવામાં આવેલો પ્રત્યય "-ий" "-а" અથવા "-е" દૂર કરીને ક્રિયાવિશેષણ બનાવવામાં આવે છે, અને તેને બદલે એડર્વિબયલ "-о" લગાવવામાં આવે છે. દાખલા તરીકે, "швидкий", "гарна", અને "смачне" (ઝડપી, સારુ, સ્વાદિષ્ટ) બને છે "швидко", "гарно", અને "смачно" (ઝડપથી, સારી રીતે, સ્વાદભર્યુ). એવી જ રીતે, એ પણ ધ્યાનમાં રાખવું કે મોટાભાગે ક્રિયાવિશેષણ જે ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે તેની આગળ મૂકવામાં આવે છેઃ "Добрий син гарно співає." (સારો પુત્ર સારી રીતે ગાય છે.) જો કે, ઈસ્ટ સ્લેવિક ભાષામાં કોઇ નિશ્ચિત શબ્દ ક્રમાંક નથી.
- કોરીયન ભાષામાં ક્રિયાપદના શબ્દકોશીય સ્વરૂપમાં 다ને બદલે 게નો ઉપયોગ કરીને ક્રિયાવિશેષણ બનાવવામાં આવે છે. માટે, 쉽다 (સરળ) બને છે 쉽게 (સરળતાથી).
- તુર્કીશ ભાષામાં, એક જ શબ્દ સામાન્ય રીતે વિશેષણ અને ક્રિયાવિશેષણ તરીકે કામ કરી છેઃ iyi bir kız ("સારી છોકરી") , iyi anlamak ("સારી રીતે સમજવું").
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી ઓનલાઇન; એન્ટ્રી ઓન lich , એટિમોલોજી સેક્શન.
- ↑ Huddleston, Rodney (1988). English grammar: an outline. Cambridge: Cambridge University Press. પૃષ્ઠ 7. doi:10.2277/0521311527. ISBN 0521323118. CS1 maint: discouraged parameter (link)
- ↑ મમ્માડોવ જે.એમ: વાક્યના ભાગનું વિભાજન(રશિયન)
- ↑ [૧]
- સિન્ક્યુ, ગુગલીમો. 1999. ક્રિયાવિશેષણ અને કાર્ય મથાળા -- એક આંતરભાષાકીય દ્રષ્ટિકોણ ઓક્સફર્ડઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ.
- અર્ન્સ્ટ, થોમસ. 2002. સિન્ટેક્સ ઓફ એડજંક્ટ્સ. કેમ્બ્રીજ: કેમ્બ્રીજ યુનિવર્સિટી પ્રેસ.
- હેગમેન, લિલિએન. 1995. સિન્ટેક્સ ઓફ નેગેશન. કેમ્બ્રીજ: કેમ્બ્રીજ યુનિવર્સિટી પ્રેસ.
- જેકન્ડોફ, રે. 1972. સિમેન્ટિક ઇન્ટરપ્રિટેશન ઇન જનરેટિવ ગ્રામર. એમઆઇટી પ્રેસ,