ખંજરી

વિકિપીડિયામાંથી
ખંજરી
અન્ય નામોખંજરી ડફ
વર્ગીકરણ હાથ વાદ્ય
અવધિ
ઝંકારનો ઉંચો અવાજ, મઢેલા ચામડાનો નીચો અવાજ
સંબંધિત વાદ્યો
રીક, બુબેન, દાયરેહ, ડફ વગેરે
નેપાળ ખાતે પ્રચલિત ખંજરી ભજન

ખંજરી અથવા ખંજરી ડફ (ડફલી) એક નાનું વાદ્ય છે. તે બે-અઢી ઇંચ પહોળા લાકડાના ગોળાકાર પરિઘની એક બાજુ ચામડું મઢેલું હોય છે. તેની બીજી બાજુ ખુલ્લી રહે છે. તે એક હાથથી પકડીને બીજી બાજુ પર બીજા હાથ વડે થાપ મારી વગાડવામાં આવે છે. કેટલાક લોકો આ ગોળાકાર ઘેરાવામાં ધાતુના ચાર-પાંચ ગોળાકાર ટુકડાઓ લગાવે છે, જે ઝાંઝની જેમ થાપ સાથે આપોઆપ ઝંકાર પેદા કરે છે. આ સાધન મુખ્યત્વે ગીત ગાઈને ભીખ માગતા ભિક્ષુક, લોકગીત ગાયક કે સાધુ પ્રાર્થના, ભજન, સ્તુતિ ગાતી વખતે વગાડે છે.