લખાણ પર જાઓ

ખીરોકિટીયા

વિકિપીડિયામાંથી


ખીરોકિટીયા
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

ખીરોકિટીયા (Choirokoitia; ગ્રીક=Χοιροκοιτία [çiɾociˈti.a], તુર્કી=Hirokitya) એ સાયપ્રસમાં આવેલું નીઓલિથીક કાળનું એક પુરાતાત્વીક સ્થળ છે. ૧૯૯૮માં આને વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે.

આ સ્થળને ભૂમધ્ય સમુદ્ર ક્ષેત્રમાં આવેલું એક મહત્ત્વપૂર્ણ પ્રાગૈતિહાસિક સ્થળ ગણવામાં આવે છે. આ સ્થળનું મહત્ત્વ એ છે કે અહીં અતિ પ્રાચીન સમયમાં સલામતી માટે બંધાયેલી કિલ્લાબંધી વચ્ચે વસેલી નિયોજીત સમાજ વ્યવસ્થાના પુરાવા મળે છે.

આ સ્થળ સહિત સાયપ્રસમાં અન્ય વીસ સ્થળે નીઓલીથીક માટી કાળની વસાહતોના પુરાવા મળ્યા છે.

ઈતિહાસ

[ફેરફાર કરો]

આ પુરાતાત્વીક સ્થાળની શોધ ઈ.સ. ૧૯૩૪માં પોર્ફીરિયસ ડીકાયોસે કરી હતી. તેઓ સાયપ્રસના પુરાતત્વખાતાના ડાયરેક્ટર હતા અને તેમણે ૧૯૩૪ થી ૧૯૪૬ વચ્ચે છ ખોદકામ કરાવ્યા હતા. [૧] તેમની પહેલી શોધખોળ ૧૯૩૪માં ધ જર્નલ ઑફ હેલેનીક સ્ટડીઝમાં છપાઈ હતી.[૨] ત્યાર પછીના ખોદખામો ૭૦ના દશકમાં હાથ ધરવામાં આવ્યા પણ સાયપ્રસ પર તુર્ક આક્રમણને કારણે તે રોકી દેવામાં આવ્યાં. ૧૯૭૭માં એલાયન લી બ્રનના નેતૃત્વ હેઠળ ફ્રેન્ચ મિશને ફરી શોધખોળ ચાલુ કરી હતી. [૩] આ સ્થળ પર ઈ.સ. પૂર્વે સાતમા સૈકાથી ચોથા સૈકા સુધી વસ્તી હતી.

પુરારતત્વ

[ફેરફાર કરો]

આ વસાહત મારોની નદીના ખીણ પ્રદેશમાં એક ટેકરીના ઢોળાવ પર ટાપુના દક્ષિણ કિનારેથી ૬ કિ.મી. અંદરની તરફ આવેલી છે.

અહીં વસેલા નીઓલિથીક મનુષ્યો ખેતી, ઘેટા અને બકરા પાલન તથા ડુક્કર પાળતા.

આ ગામ નદી તરફનો કિનારો છોડી દરેક બાજુએથી જાડી પથ્થરની દીવાલોથી સુરક્ષિત છે. આ દીવાલોની જાડાઈ ૨.૫ મીટર છે અને સૌથી સારી રીતે સંવર્ધીત ભાગમાં તેની ઉંચાઈ ૩ મીટર છે. આ ગામડાઓમાં પ્રવેશ મોટે ભાગે દીવાલમાં બનાવાયેલા પ્રવેશદ્વાર દ્વારા થતો હોવો જોઈએ.

આ કિલ્લેબંદીની અંદર નાની ગોળાકાર ઝૂંપડી જેવા માળખા છે જે એકબીજાની નજીક નજીક આવેલા છે. આ ઈમારતોનો નીચેનો ભાગ પથ્થરોનો બનેલો છે, અને વધુ અને વધુ પથ્થરોની સપાટી ચડાવાતા તે જાડો થતો ગયો. તેમનો બાહ્ય વ્યાસ ૨.૩મી થી લઈ ૯.૨ મી જેટલો છે જ્યારે અંદરનો વ્યાસ ૧.૪મી થી લઈ ૪.૮મી જેટલો છે. હાલમાં મળી આવેલ એક તૂટી પડેલી છત પરથી જણાયું છે કે તે દરેક ઈમારતનો ઉપરનો ભાગ પહેલી ધારણા પ્રમાણે ઘૂમટ આકારે નહતો.

ઝૂંપડીના આંતરીક ઓરડાઓ જરૂરિયા મુજબ બદલાતા હતા. નીચી દીવાલો, કાર્ય કરવા, આરામ લેવા કે સંગ્રહ સ્થાન તરીકે બાંધેલા ઓટલાની રચના એ અહીંની વિશેષતા છે. આ ઓરડાઓમાં રાંધવા અને ગરમી મેળવવા માટે ભઠ્ઠીઓ પણ હતી. તેમાં બાંકડાઓ અને બારીઓ હતી. અમુક સ્થળે ઉપલા માળને ટેકો આપનારા થાંભલાના અવશેષો પણ મળ્યા છે. એમ માનવામાં આવે છે કે એક ઝૂંપડી એ ઘરનો એક ઓરડો હતી, અને આવી ઝૂંપડીઓનું સમુહ અને આંગણું મળી એક ઘર બનતું હતું.

ગામડાની વસ્તી તે સમયે ૩૦૦થી લઈ ૬૦૦ સુધી રહી હશે. માણસો નીચા હતા લગભ ૫'૩" અને સ્ત્રીઓ લગભ ૪'૧૧". બાળ મરણનો દર ઉંચો હતો. માણસની સરાસરી ઉંમર ૩૫ વર્ષા હતી અને સ્ત્રીની ૩૩ વર્ષ. મૃત્યુ પમેલાઓને ઘરની જમીન નીચેજ ગુંચડું વાળી દાટી દેવામાં આવતાં. અમુક સમયે અર્ધ્ય પણ ધરવામાં આવતું, જે ઘરના પૂર્વજોની પૂજા આદિ તરફ ઈશારો કરે છે.

સાયપ્રસમાં સામાજિક વસાહતનો આ સૌથી પ્રાચીન પુરાવો છે, અહીં લોકો ખેતી, શિકાર અને પશુપાલન કરતા. ખેતી મોટે ભાગે અનાજની કરવામાં આવતી. તેઓ જંગલમાં ઉગતા ફળો જેવા કે પિસ્તાની શીંગ, અંજીર, ઑલિવ અને પ્રુન આદિ જંગલમાંથી તોડી લાવતા ને ખાતા. આ ક્ષેત્રમાં મુખ્ય ચાર પ્રાણીઓની પ્રજાતિના અવશેષો મળ્યા છે: હરણ, ઘેટાં, બકરાં અને ડુક્કર.

કોઈ અજ્ઞાત કારણોને લીધે લગભગ ઈ.સ. પૂર્વે ૬૦૦૦માં આ ગામને એકાએક છોડી દેવામાં આવ્યું હતું. એમ માનવામાં આવે છે કે ત્યાર પછી લગભગ ૧૫૦૦ વર્ષ સુદી આ ટાપુ પર માનવ વસ્તી ન હતી. [૪] ત્યાર બાદ સોત્રિયા જૂથ ના લોકોના વસવાટની તવારીખ મળે છે.

જોકે હાલમાં થયેલી શોધો અને આધુનિક મીમાસોઅલના પૂર્વી કિનારા પર મળી આવેલા અમેથસના કિલ્લા ના આવશેષોએ આ વચ્ચેના અજ્ઞાત કાળ વિશે માહિતી આપી છે અને એમ જણાયું છે કે ઈ.સ. પૂર્વે ૯મી સદીથી આ ટાપુ પર માનવ વસ્તી સદાકાળ રહી છે. અહીંના સમાજો નાના અને છૂટાં છવાયા હતા. [૫][૬]

છાયાચિત્રો

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Hirshfeld, Nicolle. "Biography of Joan Du Plat Taylor". Brown University. મેળવેલ 21 July 2007.
  2. Payne, H. G. G. (1934). "Archaeology in Greece, 1933–34". The Journal of Hellenic Studies. The Society for the Promotion of Hellenic Studies. 54 (2): 199. doi:10.2307/626861. JSTOR 626861. |access-date= requires |url= (મદદ)
  3. Le Brun, Alain (March 2001). "Le Néolithique de Chypre" (Frenchમાં). Clio. મૂળ માંથી 13 જૂન 2011 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2007.CS1 maint: unrecognized language (link)
  4. ઢાંચો:UNESCO World Heritage Centre entry http://whc.unesco.org/en/list/848
  5. https://www.britishmuseum.org/research/publications/online_research_catalogues/ancient_cyprus_british_museum/kourion/history,_culture,_burial/early_prehistory.aspx#Footnote8
  6. Simmons 1999; Simmons 2001 (both with previous references); Peltenburg et al. 2001; Steel 2004, 19–32.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]