લખાણ પર જાઓ

ગંગાલહરી

વિકિપીડિયામાંથી

ગંગાલહરી એ બે અલગ અલગ રચનાઓનાં નામ છે.

  • (૧) પંડિત જગન્નાથ તર્કપંચાનન દ્વારા સંસ્કૃત ભાષામાં રચિત ગંગાસ્તવન. એમાં માત્ર ૫૨૧ શ્લોક છે, જેમાં તેમણે ગંગાના વિવિધ ગુણોનું વર્ણન કરતાં પોતાના ઉદ્ધાર માટે અરજ કરી છે.

આ માટે એક કથા પ્રસિદ્ધ છે. પંડિત જગન્નાથે લબંગી નામની એક મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરી લીધાં હતાં . જ્યાં સુધી તે દિલ્હીના દરબારમાં રહ્યા, તેની સાથે સુખભોગ કરતા રહ્યા. જ્યારે વાર્ધક્ય પ્રાપ્ત થયું ત્યારે તેઓ કાશી આવ્યા. પણ કાશીના પંડિતો દ્વારા મુસ્લિમ મહિલા સાથે રહેવાને કારણે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. તે અપમાન તેમનાથી સહન ન થયું. તેઓ પત્ની સાથે ગંગા કિનારે જઈને બેઠા અને પોતાની રચેલ ગંગાલહરીનું સ્તવન કરવા લાગ્યા. ગંગા પ્રસન્ન થઈ પ્રત્યેક કડીના પઠન સાથે એક એક પગ વધવા લાગી અને ૫૨૧ શ્લોકો વાંચતાં વાંચતાં ગંગા ૫૨ પગ વધીને તેમની નજીક પહોંચી ગઈ અને પતિ-પત્ની બંનેને આત્મસાત કરી લીધાં. વર્તમાનમાં ગંગાલહરીની મહત્તા એટલી બધી છે કે ઘણા લોકો તેનો નિત્ય પાઠ કરે છે. જેઠના દશેરાના દસ દિવસ સુધી તો દેવાલયો અને ગંગાતટ પર ગંગાલહરીનો પાઠ લોકો અવશ્ય કરે છે.

  • (૨) હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ પદ્માકરની અંતિમ રચના છે. છેલ્લો સમય નજીક આવી ગયાનું જાણીને પદ્માકર ગંગાતટ ખાતે નિવાસ કરવાની દૃષ્ટિએ સાત વર્ષ કાનપુર ખાતે રહ્યા હતા. આ દિવસોમાં તેમણે ગંગાલહરીની રચના કરી. એમાં તેમની વિરક્તિ અને ભક્તિની ભાવના અભિવ્યક્ત થાય છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]